Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 લાખના ચેક બાઉન્સમાં કોર્ટે ફટકારી હતી 1 વર્ષની સજા:પાલીતાણા કોર્ટની સજાથી બચવા સુરતમાં હીરા ઘસતો ભાગેડુ આરોપી ઝડપાયો, 6 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો

    9 hours ago

    પાલીતાણામાં ચેક બાઉન્સ જેવા આર્થિક ગુનાને અંજામ આપી, કોર્ટ દ્વારા 1 વર્ષની સજા ફટકારવામાં આવતા એક ગુનેગારે કાયદાથી બચવા છટકબારી શોધી હતી. પાલીતાણાથી ફરાર થઈને આ ગુનેગાર છેલ્લા 6 મહિનાથી સુરત શહેરમાં પોતાની ઓળખ છૂપાવીને સામાન્ય મજૂરની જેમ રહી રહ્યો હતો. ગુનાહિત માનસિકતા ધરાવતા આ શખ્સને લાગ્યું કે તે સુરતની ભીડમાં ગાયબ થઈ જશે. જોકે, સુરત પોલીસની બાજ નજરથી આ ગુનેગાર બચી શક્યો ન હતો અને આખરે ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો છે. વરાછામાં રહી હીરા ઘસવાનું કામ કરતો સુરત શહેર ક્રાઈમ બ્રાંચની નાસતા ફરતા સ્ક્વોડને બાતમી મળી હતી કે, એક ભાગેડુ આરોપી વરાછા વિસ્તારમાં આશરો લઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે વરાછાની નવી શક્તિ વિજય સોસાયટીના નાકે વોચ ગોઠવી હતી. ત્યાંથી પોલીસે મૂળ પાલીતાણાના થોરાળી ડેમ ગામના વતની અને હાલ સુરતમાં રહેતા 36 વર્ષીય આરોપી કિશોર દેવશીભાઈ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે તે બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી સોસાયટીમાં ત્રીજા માળે ભાડાના મકાનમાં રહેતો હતો અને પોલીસથી બચવા હીરા ઘસવાની મજૂરીએ લાગી ગયો હતો. 1 લાખના ચેક બાઉન્સમાં કોર્ટે ફટકારી હતી 1 વર્ષની સજા આરોપી કિશોર વાઘેલાના આર્થિક ગુનાની વાત કરીએ તો, તેણે વેપાર-ધંધાના બહાને પાલીતાણાના વીરપર રોડ પર રહેતા પોતાના પરિચિત ફરિયાદી મામિયાભાઈ ગીડ પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા. આ રકમની ચૂકવણી પેટે તેણે ચેક આપ્યો હતો. જોકે, બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી તે ચેક રિટર્ન થયો હતો. મામિયાભાઈએ ન્યાય માટે પાલીતાણા કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચાલેલા આ કેસમાં નામદાર કોર્ટે આરોપી કિશોરને કસૂરવાર ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. સુરત અને પાલીતાણા પોલીસનું ઓપરેશન પાલીતાણાની કોર્ટે સજાનો હુકમ કરતાની સાથે જ ધરપકડથી બચવા આરોપી રાતોરાત સુરત ભાગી આવ્યો હતો. નામદાર કોર્ટે આ ફરારી ગુનેગારને પકડીને જેલહવાલે કરવા પોલીસને કડક સૂચના આપી હતી. આ મામલે પાલીતાણા રૂરલ પોલીસે સુરત ક્રાઈમ બ્રાંચનો સંપર્ક સાધ્યો હતો. સુરત પોલીસે આરોપી વિશે પૂરતી માહિતી એકઠી કરીને તેને ઝડપી લેવા ઓપરેશન પાર પાડ્યું હતું. આખરે 6 મહિનાથી ફરાર આ શખ્સની ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી બાદ તેનો કબજો પાલીતાણા રૂરલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    UPSCના 100 વર્ષ પૂર્ણ:PM મોદીએ પુસ્તક, સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી; એજન્સી દ્વારા લેવાતી પરીક્ષામાં 12 લાખ વિદ્યાર્થીઓ ભાગ લે છે
    Next Article
    વેરાવળમાં સ્વચ્છતા અભિયાન ફીકું રહ્યું:આમંત્રણ કાર્ડમાં લાંબી યાદી છતાં, બે સાંસદ, એક મંત્રી, ધારાસભ્યો અને કલેકટર ગેરહાજર; અડધા શહેર બહાર હોવાથી આવી ન શક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment