Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં સ્વચ્છતા અભિયાન ફીકું રહ્યું:આમંત્રણ કાર્ડમાં લાંબી યાદી છતાં, બે સાંસદ, એક મંત્રી, ધારાસભ્યો અને કલેકટર ગેરહાજર; અડધા શહેર બહાર હોવાથી આવી ન શક્યા

    9 hours ago

    વડાપ્રધાનના આહ્વાનથી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ વેરાવળ ચોપાટી ખાતે શ્રમદાન અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા તંત્ર અને વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા યોજાયેલા કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં સાંસદ રાજેશ ચુડાસમા, રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર, કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્ન વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા સહિત અનેક મહાનુભાવોના નામ દર્શાવવામાં આવ્યા હતા. જોકે, કાર્યક્રમમાં ગણતરીના લોકો જ હાજર રહેતાં ઉપસ્થિતોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ મહાનુભાવોમાંથી અડધા શહેર બહાર હોવાથી આવી શક્યા ન હતા. સામાજિક કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી સામાજિક કાર્યકર દીપક સિંધવે કાર્યક્રમમાં જવાબદાર લોકોની ગેરહાજરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જો જવાબદાર લોકો જ આવા અભિયાનમાં ગંભીરતા નહીં દાખવે તો લોકભાગીદારી કેવી રીતે વધશે? તેમણે સફાઈ અભિયાન કરતાં સ્વાગત અને સન્માનમાં વધુ સમય વપરાયો હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી. બીજી તરફ, રોટરી ક્લબના અગ્રણી મનસુખ સૂયાણીએ પણ સ્વચ્છતા અભિયાનને માત્ર ફોટોસેશન પૂરતું મર્યાદિત ન રાખવા પર ભાર મૂક્યો હતો. સફાઈ કર્મચારીઓ સહિત મર્યાદિત લોકો જોડાયા કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સહિત મર્યાદિત સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકભાગીદારી વધારવાના હેતુથી યોજાયેલા આવા અભિયાનમાં જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓની હાજરી કેટલી મહત્વપૂર્ણ છે તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમાએ બહારગામ હોવાનું જણાવ્યું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આમંત્રણમાં જેમનું નામ હતું તે સાંસદ રાજેશ ચુડાસમાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ બહારગામ હોવાથી કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા. રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર ગાંધીનગરમાં હતા કાર્યક્રમના અતિથિ વિશેષ એવા રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ગાંધીનગર ખાતે હોવાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. જિલ્લા પંચાયત પ્રમુખ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા નહીં કાર્યક્રમના અન્ય અતિથિ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયાનો સંપર્ક કરતાં તેમણે પણ ગાંધીનગરમાં હોવાના કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હોવાનું જણાવ્યું હતું. અન્ય જવાબદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ ભગવાન બારડ, કે.સી. રાઠોડ, વિમલ ચુડાસમા, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાગકરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનો ફોન સતત નો-રિપ્લાય આવતો હોવાથી તેમનો પ્રતિભાવ મળી શક્યો નહોતો.
    Click here to Read More
    Previous Article
    1 લાખના ચેક બાઉન્સમાં કોર્ટે ફટકારી હતી 1 વર્ષની સજા:પાલીતાણા કોર્ટની સજાથી બચવા સુરતમાં હીરા ઘસતો ભાગેડુ આરોપી ઝડપાયો, 6 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો
    Next Article
    "Indian Prevented 9/11-Style Attack": PM Modi's Big Praise For Hero Pilot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment