Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPSCના 100 વર્ષ પૂર્ણ:PM મોદીએ પુસ્તક, સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી; એજન્સી દ્વારા લેવાતી પરીક્ષામાં 12 લાખ વિદ્યાર્થીઓ ભાગ લે છે

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ભારત મંડપમ ખાતે સંઘ લોક સેવા આયોગ (UPSC)ના 100 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં પહોંચ્યા. મોદીએ સૌથી પહેલાં ફ્લાયદુબઈની ફ્લાઇટને દુર્ઘટનાથી બચાવનાર પાઇલટ સ્મિત મચ્છારનો ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું- ગઈકાલે એક હિંદુસ્તાની પાઇલટ સ્મિતે 9-11 જેવી ઘટના બનતી અટકાવી. આજે મારી તેમના માતા-પિતા સાથે વાત થઈ. આજે આખી દુનિયા તેમના પર ગર્વ કરી રહી છે. દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે સ્મિતના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુરુવારે દિલ્હીના ભારત મંડપમમાં શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદી કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. તેમણે લોક સેવા આયોગો સાથે જોડાયેલા 100 ઐતિહાસિક નિર્ણયો પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું. સાથે જ શતાબ્દી સ્મારક સિક્કો અને વિશેષ ટપાલ ટિકિટ પણ બહાર પાડી. 2025માં UPSC દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં 10થી 12 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સિવિલ સર્વિસ પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. કાર્યક્રમ સંબંધિત બે તસવીરો… 30 સપ્ટેમ્બરથી શરૂ થયેલો બે દિવસીય કાર્યક્રમ UPSCનો શતાબ્દી સમારોહ 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરે આયોજિત થયો છે. પહેલા દિવસે ભારત મંડપમમાં ‘શતાબ્દી સમારોહ- મંથન’ કાર્યક્રમ યોજાયો, જેમાં અનેક વિષયો પર ચર્ચા અને પેનલનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં દેશભરના રાજ્ય લોક સેવા આયોગોના અધ્યક્ષો અને સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો અને UPSCના અધિકારીઓ સામેલ થયા. UPSC પરીક્ષા પ્રક્રિયા વિશે જાણો… UPSC એક બંધારણીય સંસ્થા છે, જેની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 315માં કરવામાં આવી છે. પરીક્ષામાં પ્રશ્નો અનેક નિષ્ણાતોની મદદથી તૈયાર કરવામાં આવે છે. ઉત્તરવહીઓમાં કોડિંગની વ્યવસ્થા હોય છે, જેના કારણે તપાસ દરમિયાન પરીક્ષકને ઉમેદવારનું નામ અને રોલ નંબર ખબર પડતો નથી. ઇન્ટરવ્યૂમાં પણ ઉમેદવારની વ્યક્તિગત માહિતી મર્યાદિત રાખવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલી મુસાફર TV શો જોઈને પ્લેન ઉડાવતા શીખ્યો:હુમલાખોર પાઇલટને બાંધીને વિમાનને ક્રેશ થતા બચાવ્યું, લોહીથી લથબથ કપડાંમાં નેતન્યાહૂને મળવા પહોંચ્યો
    Next Article
    1 લાખના ચેક બાઉન્સમાં કોર્ટે ફટકારી હતી 1 વર્ષની સજા:પાલીતાણા કોર્ટની સજાથી બચવા સુરતમાં હીરા ઘસતો ભાગેડુ આરોપી ઝડપાયો, 6 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment