Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસીકરણ, રોગચાળો નિયંત્રણ અને તમાકુનિયંત્રણ મુદ્દે પણ સૂચન‎:અમરેલી જિલ્લાભરમાં 0 થી 5 વર્ષના અંદાજે 1.28 લાખ બાળકોને પોલિયોની રસી અપાશે

    23 hours ago

    અમરેલીમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજાએ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સંચારી રોગ નિયંત્રણ, રસીકરણ, મચ્છરજન્ય રોગચાળો નિવારણ તેમજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ રસીકરણથી વંચિત રહેલા બાળકોને ઝડપથી આવરી લેવા તથા ફિલ્ડ સર્વે વધુ સઘન બનાવવા સૂચના આપી હતી. જેને લઈ 28 જૂનથી સઘન પલ્સ પોલિયો રસીકરણ અભિયાન શરૂ થશે. 0 થી 5 વર્ષના અંદાજે 1.28 લાખ બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે. આ માટે જિલ્લામાં 801 રસીકરણ બુથ અને 156 સુપરવાઈઝરોની વ્યવસ્થા કરવામાં આવી છે. મચ્છરજન્ય રોગો અટકાવવા સૂચન તેમજ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગિંગ, સ્વચ્છતા અને પીવાના પાણીના ક્લોરિનેશન જેવી કામગીરી વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. પરિસ્થિતિને પહોંચી વળવા ચોમાસા પૂર્વે દવાઓ, ટેસ્ટિંગ કીટનો જથ્થો ઉપલબ્ધ બેઠકમાં આરોગ્ય વિભાગે જિલ્લામાં હાલ કોઈ સંચારી રોગચાળો નોંધાયો નહીં હોવાનું અને સંભવિત સીઝનલ ફ્લુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી દવાઓ, ટેસ્ટિંગ કીટ અને ટ્રિપલ લેયર માસ્કનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શિકાર બનેલા બાળકના પરિવારને મળી મોઢવાડીયાએ સાંત્વના પાઠવી:વન તંત્રની જડતા બાબતે ચતુરી ગામના લોકોએ વન મંત્રી સમક્ષ હૈયાવરાળ ઠાલવી
    Next Article
    વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું‎:અમરેલીમાં શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં છાત્રોને ટ્રાફિક જાગૃતિનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment