Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું‎:અમરેલીમાં શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં છાત્રોને ટ્રાફિક જાગૃતિનો સંદેશ અપાયો

    22 hours ago

    અમરેલીમાં શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક શાખાના PSI એચ. જે. બરવાડિયા, હેડ કોન્સ્ટેબલ એચ. એસ. સોલંકી તેમજ ટ્રાફિક વિભાગના ટીઆરબી પીયુષભાઈ કાલેણા ઉપસ્થિત રહ્યા હતા. PSI બરવાડિયાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, રોડ પર સુરક્ષિત રીતે વાહન ચલાવવાની રીતો તેમજ અકસ્માતોથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ દરેક નાગરિક ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન SOG ટીમના જયરાજભાઈ વાળા, પ્રવીણસિંહ ચૌહાણ અને સુરેશભાઈ ચૌહાણે વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા નશાના દુષણો અંગે સમજણ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી. અંતે સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસિયાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. સંસ્થા તરફથી મહેમાનોનું પુસ્તક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રસીકરણ, રોગચાળો નિયંત્રણ અને તમાકુનિયંત્રણ મુદ્દે પણ સૂચન‎:અમરેલી જિલ્લાભરમાં 0 થી 5 વર્ષના અંદાજે 1.28 લાખ બાળકોને પોલિયોની રસી અપાશે
    Next Article
    Portugal, England, Ghana, Egypt, Paraguay Enter FIFA World Cup 2026 Last 32

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment