Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોન્ડા ZR-V ભારતમાં લોન્ચ:ફ્લેગશિપ SUVમાં સ્ટ્રોંગ-હાઇબ્રિડ એન્જિન સાથે 22.8kmplની માઇલેજ, કિંમત ₹48 લાખથી શરૂ

    1 day ago

    હોન્ડા ઇન્ડિયાએ તેની નવી ફ્લેગશિપ ક્રોસઓવર SUV 'હોન્ડા ZR-V' ભારતમાં લોન્ચ કરી છે. આ ભારતમાં હોન્ડાના પોર્ટફોલિયોની સૌથી પ્રીમિયમ અને મોંઘી SUV છે. તેને જાપાનથી સીધા કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ (એટલે કે સંપૂર્ણપણે બનેલી) તરીકે ઇમ્પોર્ટ કરવામાં આવશે. પ્રીમિયમ SUVની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલું 2.0-લિટર સ્ટ્રોંગ-હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન અને 22.8kmplની શાનદાર માઇલેજ છે. ભારતીય બજારમાં તેનો મુકાબલો 'સ્કોડા કોડિયાક', 'ફોક્સવેગન ટાઇરોન' અને 'ટિગુઆન' જેવી પ્રીમિયમ ગાડીઓ સાથે થશે. એક્સ-શોરૂમ કિંમત ₹48 લાખ 'હોન્ડા ZR-V'ને ભારતમાં માત્ર એક વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹48 લાખ છે. કારનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જાપાનથી ઇમ્પોર્ટ થવાને કારણે તેના લિમિટેડ યુનિટ્સ જ ઉપલબ્ધ હશે. એક્સટીરિયર: સ્લીક LED લાઇટ્સ અને 18-ઇંચ એલોય વ્હીલ્સ હોન્ડાએ તેની પરંપરાગત SUV ડિઝાઇન કરતાં ‘ZR-V’ને એક એડવાન્સ અને સ્પોર્ટી ક્રોસઓવર લુક આપ્યો છે. ઇન્ટિરિયર: ઓલ-બ્લેક થીમ, લેધરેટ સીટ્સ અને પ્રીમિયમ કંટ્રોલ કારના કેબિનને ખૂબ પ્રીમિયમ અને ડ્રાઇવર-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. કમ્ફર્ટ ફીચર્સ: 12-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ અને ડિજિટલ ડિસ્પ્લે ‘હોન્ડા ZR-V’માં ઘણા હાઈ-ટેક અને કમ્ફર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં 9-ઇંચનું ફ્રીસ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેનો સપોર્ટ સામેલ છે. આ ઉપરાંત, 12-સ્પીકરવાળી બોસ પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 8-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ (મેમરી ફંક્શન સાથે), 4-વે પાવર પેસેન્જર સીટ, વાયરલેસ ચાર્જર, જેસ્ચર કંટ્રોલ સાથે ઇલેક્ટ્રિક ટેલગેટ અને એમ્બિયન્ટ લાઇટિંગ. જોકે, લક્ઝરી કારમાં પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ (કૂલ/હીટેડ) અને મસાજ સીટ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા નથી. પર્ફોર્મન્સ અને માઇલેજ: 184hp પાવર અને 22.8kmpl ની માઇલેજ આ સેગમેન્ટમાં હોન્ડા ZR-V એકમાત્ર SUV છે જે સ્ટ્રોંગ-હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આવે છે: સેફ્ટી ફીચર્સ: 8 એરબેગ્સ અને લેવલ-2 ADAS સેફ્ટી ટેકનોલોજી સુરક્ષાના મામલે આ કારમાં એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આમાં હોન્ડા સેન્સિંગ એટલે કે લેવલ-2 ADAS ટેકનોલોજી મળે છે. આ ઉપરાંત, 8 એરબેગ્સ, 360-ડિગ્રી પાર્કિંગ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, હિલ-સ્ટાર્ટ અને હિલ-ડિસેન્ટ આસિસ્ટ, ટ્રેક્શન કંટ્રોલ અને ISOFIX ચાઈલ્ડ-સીટ માઉન્ટ્સ આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ‘Personnel were surrounded’: Cop seen firing AK47 suspended, Bihar police register FIRs
    Next Article
    માનગઢ ધાર્મિક સ્થળે બાઇક સ્ટંટનો વીડિયો વાયરલ:પોલીસે બંને યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરતાં અટકાયત કરી

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment