Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનગઢ ધાર્મિક સ્થળે બાઇક સ્ટંટનો વીડિયો વાયરલ:પોલીસે બંને યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરતાં અટકાયત કરી

    1 day ago

    મહીસાગર જિલ્લાના માનગઢ ખાતે એક ધાર્મિક સ્થળે બાઇક પર સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસના ધ્યાને આવતા સંતરામપુર પોલીસે બંને યુવકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે સંતરામપુર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને યુવકોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે બંને યુવકો સામે મોટર વાહન અધિનિયમ હેઠળ તેમજ અન્ય લાગુ પડતી કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળોએ આવા જોખમી સ્ટંટ ન કરવા માટે અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે આવા કૃત્યોથી પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, તેથી નિયમોનું પાલન કરી જવાબદારીપૂર્વક વાહન ચલાવવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    હોન્ડા ZR-V ભારતમાં લોન્ચ:ફ્લેગશિપ SUVમાં સ્ટ્રોંગ-હાઇબ્રિડ એન્જિન સાથે 22.8kmplની માઇલેજ, કિંમત ₹48 લાખથી શરૂ
    Next Article
    આવતીકાલે મનપા વોર્ડ 3 પેટાચૂંટણીનું મતદાન:ખાલી બેઠક પર આવતીકાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન; 13,919 મતદારો નોંધાવશે પોતાનો મત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment