Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયા ગાંધીના પુસ્તકથી YSRCP-BRS નારાજ:YSRCPએ કહ્યું-YSRએ કોંગ્રેસને ફરી બેઠી કરી, BRSએ કહ્યું-તેલંગાણાને સન્માન મળ્યું નહીં

    5 hours ago

    કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’માં YSRCP અને BRSનો ઉલ્લેખ નથી. આ અંગે બંને પક્ષોએ નારાજગી વ્યક્ત કરી છે. YSRCPએ કહ્યું કે YSRએ રાજકીય રીતે નબળી કોંગ્રેસને ફરી બેઠી કરી હતી. BRSએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતૃત્વે તેલંગાણા પ્રત્યે ક્યારેય સાચો પ્રેમ કે સન્માન દર્શાવ્યું નથી. 16 નવેમ્બરે પુસ્તકનું લોન્ચિંગ થયું સોનિયા ગાંધીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં પુસ્તકનું લોન્ચિંગ કર્યું. કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને AICC મહાસચિવ તેમજ વાયનાડનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા હાજર હતાં. તેમના ઉપરાંત તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. સોનિયાનું પુસ્તક 10 નવેમ્બરે જ બજારમાં આવી ગયું હતું. YSRCPને કેવી રીતે ભૂલી શકે સોનિયા- મડિલા ગુરુમૂર્તિ YSRCPના તિરુપતિ સાંસદ મડિલા ગુરુમૂર્તિએ બુધવારે નિવેદન જાહેર કર્યું. તેમણે પૂછ્યું કે સોનિયા ગાંધી વાયએસઆરના યોગદાનને કેવી રીતે અવગણી શકે છે. ગુરુમૂર્તિએ વધુમાં કહ્યું કે વાયએસઆરે તે સમયે કોંગ્રેસને રાજકીય જીવન આપ્યું હતું, જ્યારે પાર્ટી લગભગ ‘મરણપથારી’ પર હતી. તેમણે કોંગ્રેસને જરૂરી રાજકીય ઓક્સિજન આપ્યો હતો. 544 પાનાનું પુસ્તક સોનિયાએ પુસ્તક લોન્ચિંગ બાદ કહ્યું, હું હંમેશાં પોતાની લાગણીઓ અને કોઈ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુને લઈને મનમાં ઉદ્ભવતા વિચારો ખુલ્લેઆમ જણાવવામાં સંકોચ અનુભવતી રહી છું. આ જ કારણે મેં પુસ્તક લખવાનો વિચાર પહેલાં ટાળી દીધો હતો. પરંતુ બાદમાં રાહુલ, પ્રિયંકા અને પોતાની નજીકની મિત્ર મંજુલિકા દુબેના વારંવાર કહેવા પર હું આ લખવા માટે તૈયાર થઈ ગઈ. તેમના દ્વારા લખાયેલું આ પુસ્તક કુલ 544 પાનાંનું છે, જેમાં 7 અધ્યાય આપવામાં આવ્યા છે. પુસ્તકની 8 મુખ્ય વાતો 1. રાજીવ ગાંધી સાથે મુલાકાત અને પ્રેમ: સોનિયા ગાંધીએ જણાવ્યું કે 1965માં ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને 1968માં લગ્ન બાદ સોનિયા ભારત આવી ગયાં. 2. ઇન્દિરા ગાંધી સાથેનો સંબંધ: 544 પાનાંના પુસ્તકમાં તેમણે પોતાની સાસુ ઇન્દિરા ગાંધી સાથેના સંબંધો અને તેમના વ્યક્તિત્વ વિશે જણાવ્યું છે. તેમણે લખ્યું કે ઇન્દિરા ઘરમાં એક માતાની જેમ હતાં અને તેમની પાસેથી તેમણે ઘણું શીખ્યું. 3. ઇમરજન્સી અંગે પરિવારના મતભેદ: સોનિયાએ 1975માં લાગુ કરાયેલી ઇમરજન્સીને એક ભૂલ ગણાવી છે. તેમણે લખ્યું છે કે રાજીવ ગાંધી ઇમરજન્સીના પક્ષમાં નહોતા અને ઇચ્છતા હતા કે સરકાર ચૂંટણી યોજાય ત્યાં સુધી રાહ જુએ. 4. ઑપરેશન બ્લૂ સ્ટાર અને પરિવારની ચિંતા: જૂન 1984માં સ્વર્ણ મંદિરમાં સેનાની કાર્યવાહી બાદ ગાંધી પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ હતી. સોનિયાએ લખ્યું છે કે આ ઘટના બાદ પરિવારના સભ્યોને સંભવિત હુમલાઓનો ભય સતાવવા લાગ્યો હતો. 5. ઇન્દિરા અને રાજીવ ગાંધીની હત્યાનું દુઃખ: 1984માં ઇન્દિરા ગાંધી અને 1991માં રાજીવ ગાંધીની હત્યાએ સોનિયાનું જીવન બદલી નાખ્યું. તેમણે પુસ્તકમાં બંને ઘટનાઓ બાદ પરિવાર પર આવેલા સંકટ અને રાહુલ-પ્રિયંકાની જવાબદારી સંભાળવાના અનુભવો શેર કર્યા છે. 6. રાજકારણમાં આવવાની કહાની: રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ઘણા વર્ષો સુધી રાજકારણથી દૂર રહ્યાં. બાદમાં કોંગ્રેસના નેતાઓના આગ્રહ પર 1998માં તેમણે પાર્ટીની કમાન સંભાળી અને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. 7. 2004માં વડાપ્રધાન પદ ઠુકરાવવાનું કારણ: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તેવી ચર્ચા હતી. તેમણે લખ્યું કે રાહુલ અને પ્રિયંકા તેમની સુરક્ષાને લઈને ચિંતિત હતા. ત્યારબાદ તેમણે વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહીં અને મનમોહન સિંહનું નામ આગળ કર્યું. 8. મોદી અને અન્ય રાજકીય ઘટનાઓ અંગેનો અભિપ્રાય: સોનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત 2002ના ગુજરાત રમખાણો, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ અને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જેવી ઘટનાઓ અંગે પણ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. ઇટાલીથી ભારત સુધીની સફર જન્મ- 9 ડિસેમ્બર 1946, સ્થળ- ઇટાલી સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1946ના રોજ ઇટાલીના વેનેટો વિસ્તારમાં આવેલા વિસેન્ઝા પ્રાંતના એક નાના ગામ લુસિયાના ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સ્ટેફાનો માઈનો અને માતાનું નામ પાઓલા માઈનો હતું. તેમણે પોતાનું બાળપણ બે બહેનો સાથે ઇટાલીમાં વિતાવ્યું હતું. તેમનો પરિવાર સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર હતો. જાન્યુઆરી 1968 - રાજીવ સાથે લગ્ન કરવા ભારત આવવાનો નિર્ણય રાજીવ ગાંધી સાથે લગ્ન કરવા માટે સોનિયાએ ભારત આવવાનો નિર્ણય કર્યો. 13 જાન્યુઆરી 1968ના રોજ સવારે લગભગ 5:15 વાગ્યે તેમનું વિમાન દિલ્હી પહોંચ્યું. એરપોર્ટ પર રાજીવ ગાંધી, તેમના ભાઈ સંજય ગાંધી અને મિત્ર અમિતાભ બચ્ચન હાજર હતા. શરૂઆતમાં સોનિયા દિલ્હીમાં અમિતાભ બચ્ચનના પરિવાર સાથે રહ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi ने Sonia Gandhi-Rajiv Gandhi पर कहा ऐसा हो गए Troll, BJP-RSS पर भड़के | CM Himanta
    Next Article
    ખૂંખાર ગુનેગાર સાથે અથડામણ બાદ સર્જાયો વિવાદ:પોલીસ પર ટોળાંનો હિંસક હુમલો, 5 વર્ષની કાનૂની લડાઇ બાદ આખરે ખાખીને ન્યાય મળ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment