Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાયવર્ઝનનું પતરું રીક્ષા પર પડ્યું:YMCA પાસે રીક્ષા પલ્ટી જતા એક પેસેન્જરનું મોત, બે પેસેન્જર ઇજાગ્રસ્ત

    8 hours ago

    અમદાવાદ શહેરના વ્યસ્ત એસ.જી. હાઇવે પર YMCA ક્લબ પાસે નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી છે. પૂરઝડપે જતી બસના કારણે સર્જાયેલા હવાના દબાણથી લોખંડનું બેરિકેડ રિક્ષા પર પડતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા નીચે દબાઈ જવાથી એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી છે. YMCA ક્લબ પાસે વેસ્ટગેટ બિલ્ડિંગની સામે અકસ્માત સર્જાયો ત્રાગડ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય અજય મહતો મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 3 મેના રોજ સવારે તેઓ ચાંગોદર ખાતે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરીકામે જવા માટે રિક્ષામાં બેઠા હતા. સવારે જ્યારે તેમની રિક્ષા એસ.જી. હાઇ-વે પર YMCA ક્લબ પાસે વેસ્ટગેટ બિલ્ડિંગની સામે પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બસની ગતિના કારણે પતરૂ ફંગોળાયું YMCA ક્લબ પાસે બ્રિજનું કામ ચાલતું હોવાથી નીચે ડાયવર્ઝન આપીને લોખંડના બેરિકેડ મૂકવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે બાજુમાંથી એક બસ પૂરઝડપે નીકળી હતી. બસની ગતિના કારણે સર્જાયેલા હવાના પ્રેશરથી લોખંડનું બેરિકેડ ફંગોળાઈને સીધું રિક્ષા પર પડ્યું હતું. પતરું રિક્ષા પર પડતા જ રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને અજયભાઈ રિક્ષા નીચે દટાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અજયભાઈના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જ્યારે અન્ય બે ઘાયલ પેસેન્જરોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બેચરાજીના કાલરી પાટિયા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત:કડીના બલાસર ગામના યુવકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ
    Next Article
    ‘Not an abandoned person on road’: Rahul Roy slams those spreading misinformation; shares family pic

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment