Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેચરાજીના કાલરી પાટિયા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત:કડીના બલાસર ગામના યુવકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ

    8 hours ago

    મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કાલરી પાટિયા પાસે આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક જ બાઈક પર સવાર ત્રણ મિત્રો ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલી આ દુર્ઘટનામાં 27 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે કડીના બલાસર ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. ચાલકે બાઈક પરથી કાબૂ ડિવાઈડર સાથે ભટકાયું મળતી માહિતી મુજબ કડી તાલુકાના બલાસર ગામના ત્રણ મિત્રો એક જ બાઈક પર સવાર થઈને બેચરાજી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. કાલરી ગામના પાટિયા પાસે પહોંચતા ચાલકે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક પૂરઝડપે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એક આશાસ્પદ યુવાનનું મોત આ અકસ્માતમાં 27 વર્ષીય જગદીશજી ખોડાજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અન્ય બે મિત્રો, કિરણજી ઠાકોર અને વિક્રમજી ઠાકોરને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી આ દુર્ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત કિરણજી અને વિક્રમજીને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેચરાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જગદીશજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ ગામના ત્રણ મિત્રોને અકસ્માત નડતા અને એક યુવાનનું અકાળે અવસાન થતા બલાસર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    NEET 2026 Exam Analysis: NEET-UG ‘moderately difficult’, check paper-wise analysis
    Next Article
    ડાયવર્ઝનનું પતરું રીક્ષા પર પડ્યું:YMCA પાસે રીક્ષા પલ્ટી જતા એક પેસેન્જરનું મોત, બે પેસેન્જર ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment