Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંખેડા પોલીસે XUVમાંથી ₹7.19 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:લોટીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી ગાડી મૂકી ચાલક ફરાર થયો

    10 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના લોટીયા ચોકડી પાસેથી સંખેડા પોલીસે XUV ગાડીમાંથી રૂ. 7,19,797/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. હાલમાં ચૂંટણીને કારણે ઠેર ઠેર વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન સંખેડા પોલીસ ગોલા ગામડી ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે બોડેલી તરફથી ગોળ ગામડી તરફ XUV ગાડી નંબર GJ 01 HZ 7135 માં વિદેશી દારૂ ભરીને આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા, તેના ચાલકે દૂરથી પોલીસને જોઈને ગાડી લોટીયા તરફ વાળીને ભગાવી હતી. સંખેડા પોલીસે તેનો પીછો કરતા, ચાલક આગળ જઈને ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1535 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,19,797/- થાય છે. પોલીસે વિદેશી દારૂ અને XUV ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી બે શખ્સ ફરાર, CCTV:સોસાયટીમાં વોકિંગ કરતા હતાને ગઠીયાઓ બાઈક પર ત્રાટક્યા, TB હોસ્પિટલ રોડ પરની ઘટના
    Next Article
    No romance for Ajay Devgn? Rohit Shetty breaks 20-year Golmaal tradition for Akshay Kumar’s franchise debut

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment