Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી બે શખ્સ ફરાર, CCTV:સોસાયટીમાં વોકિંગ કરતા હતાને ગઠીયાઓ બાઈક પર ત્રાટક્યા, TB હોસ્પિટલ રોડ પરની ઘટના

    2 days ago

    શહેરના ટી.બી. હોસ્પિટલ રોડ પર આવેલી ONGC સોસાયટીમાં રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા એક મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ સોનાના મંગળસૂત્રની ચીલઝડપ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે. વોકિંગ કરતા હતાને મંગળસૂત્ર ખેંચી લીધું ટી. બી.હોસ્પિટલ પાસે ઓ.એન.જી.સી. સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતા સ્વીટીબેન પટેલ 6 એપ્રિલ 2026ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યે પોતાની સોસાયટીની ગલી પાસે વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક પર બે અજાણ્યા શખ્સ તેમની નજીક આવ્યા હતા. કંઈ પણ બોલ્યા વગર પાછળ બેસેલા શખ્સે સ્વીટીબેનના ગળામાં પહેરેલ હીરાજડિત સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. બાઈક પર બંન્ને શખ્સ ભાગી છૂટ્યા મહિલાએ બૂમાબૂમ કરતા બંને ગઠીયાઓ બાઈક લઈને આશ્રય હોટલ તરફ ભાગી છૂટ્યા હતા. ભોગ બનનાર મહિલાના જણાવ્યા અનુસાર બાઈક ચાલકે કાળા રંગનું માસ્ક અને ક્રીમ કલરનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેસેલા શખ્સના ખભા પર થેલો અને હાથમાં હેલ્મેટ હતું. બંનેની ઉંમર આશરે 30 થી 35 વર્ષની જણાઈ હતી. ઘટના બાદ મહિલાએ તુરંત જ GIDCમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા તેમના પતિને જાણ કરી હતી. દંપતીએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ રાત્રિના સમયે સફળતા મળી ન હતી. અંતે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને ગઠીયાઓને પકડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે:વાઇરલ ઓડિયો મુદ્દે ઈટાલિયાએ મૌન તોડ્યું; AAPની સાતમી યાદી જાહેર, કોંગ્રેસનું બીજુ લિસ્ટ આવી શકે
    Next Article
    સંખેડા પોલીસે XUVમાંથી ₹7.19 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:લોટીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી ગાડી મૂકી ચાલક ફરાર થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment