Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ટ્રાફિક પોલીસનું સો. મીડિયા X એકાઉન્ટ સસ્પેન્ડ:T20 ફાઇનલ મેચની એક પોસ્ટ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટથી એકાઉન્ટ બંધ, ગુરૂવારે ચાલુ થાય તેવી શક્યતા

    9 hours ago

    અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા X એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું જેને X દ્વારા હાલ પૂરતું સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા X દ્વારા એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જે નિયમોનો ભંગ કરવામાં આવતા @PoliceAhmedabad નામથી X પર ટ્રાફિક પોલીસનો એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે જેથી લોકો તેના ઉપર પોસ્ટ કરી શકતા નથી. ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા X એકાઉન્ટ સસ્પેન્ડ અમદાવાદીઓ સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દિન પ્રતિદિન વધતા જતા વાહનોની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે, ત્યારે નાગરિકો ટ્રાફિકને લગતી અપડેટ અને ટ્રાફિક વિશે માહિતી પોલીસ સુધી પહોંચાડી શકે તેના માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયા X એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં દિન પ્રતિદિન ટ્રાફિક પોલીસને લગતી અપડેટ મૂકવામાં આવતી હતી. કોઈપણ વ્યક્તિ ટ્રાફિકને લગતી ફરિયાદ કરે તો ટ્રાફિક પોલીસ તરફથી પોસ્ટ પણ કરવામાં આવતી હતી. જોકે સોશિયલ મીડિયા X પર @PoliceAhmedabad નામથી બનાવવામાં આવેલા એકાઉન્ટને હાલ પૂરતું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એક પોસ્ટ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટથી એકાઉન્ટ બંધ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્લ્ડ કપ T20 ફાઇનલ મેચની એક પોસ્ટ કરવામાં આવેલી હતી. જે પોસ્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટ આવેલી હતી જેના પગલે સોશિયલ Xના ધ્યાન પર આ બાબત આવી હતી અને કોઈ નીતિ નિયમનો ભંગ થયો હોવાને લઈને ટેમ્પરરી એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ X એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવતા તાત્કાલિક ધોરણે ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન લઈને X કંપનીને ઇમેલ કરીને જાણ કરી છે. જેથી ગુરૂવાર સાંજ સુધીમાં ફરીથી એકાઉન્ટ ચાલુ થાય તેવી શક્યતા જણાય છે. દિલ્હી પોલીસની પોસ્ટથી એકાઉન્ટને કોમ્પ્રોમાઇઝ કરી દેવાયું પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ ટી20 ફાઇનલ મેચના દિવસે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા પોસ્ટ બાબતે X એકાઉન્ટને કોમ્પ્રોમાઇઝ કરી દેવામાં આવ્યું હોવાનું લાગ્યું હોવાથી તાત્કાલિક ધોરણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો નહોતો.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સૂચકાંકો પર ભારે દબાણ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં મંદી, બુધવારે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી
    Next Article
    ગાય પકડવા મામલે AMCના કર્મચારી પર ઢોર માલિકોનો હુમલો, CCTV:કોન્ટ્રાક્ટ કર્મીનો પીછો કરી સોસાયટીમાં ઘૂસ્યા, લાકડીથી ફટકાર્યો; કહ્યું- હવે ગાય પકડી તો જાનથી મારી નાખીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment