Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સૂચકાંકો પર ભારે દબાણ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં મંદી, બુધવારે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી

    8 hours ago

    સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં નોંધપાત્ર મંદી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હતી. મિડલ ઈસ્ટમાં વધતાં જતાં સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. મુખ્ય સૂચકાંકોમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી અને દિવસ દરમિયાન બજાર પર દબાણ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી તથા કેટલીક વૈશ્વિક આર્થિક ચિંતાઓ બજારમાં ઘટાડા માટે મુખ્ય પરિબળ બની રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 78205 સામે 78238 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 78759 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ 1565 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 1342 પોઈન્ટના ઘટાડા સાથે 76863 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24393 સામે 24339 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 23912 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ 463 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 475 પોઈન્ટના ઘટાડા સાથે 23918 પોઈન્ટ બંધ થયેલ. મંદીના મુખ્ય કારણો : મિડલ ઈસ્ટમાં વધતો જીઓ-પોલિટિકલ તણાવ અને સૈન્ય સંઘર્ષ. વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલી. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જે મોંઘવારીની ચિંતા વધારે છે. માર્કેટ બ્રેડ્થ : માર્કેટ બ્રેડ્થ નબળી રહી હતી. ઘટતા શેરોની સંખ્યા વધતા શેરોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે રહી હતી. એનેસઈ અને બીએસઈ બંને એક્સચેન્જમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. સેક્ટરવાઇઝ થયેલી મૂવમેન્ટ : બેન્કિંગ, આઈટી, મેટલ અને ઓટો સેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ સેક્ટર પર વૈશ્વિક માંગમાં ઘટાડાના સંકેતોની અસર રહી હતી. બીજી તરફ, એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં રોકાણકારોએ રક્ષણાત્મક (Defensive) અભિગમ અપનાવી મર્યાદિત ખરીદી કરી હતી. કોમોડિટી બજાર અપડેટ : ગોલ્ડના ભાવમાં વધારો નોંધાયો હતો કારણ કે અસ્થિરતાના સમયે રોકાણકારો તેને 'Safe Haven' ગણે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો જે ચિંતાનો વિષય છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 11.03.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23918 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટના પ્રથમ અને 23737 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23949 પોઈન્ટ થી 23979 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1657 ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1633 નો પ્રથમ તેમજ રૂ.1616 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1673 થી રૂ.1680 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1686 ઉપર તેજી તરફી ધ્યાન...!! ટેક મહિન્દ્રા ( 1334 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1317 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1308 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1347 થી રૂ.1350 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1277 ) :- રૂ.1260 નો પ્રથમ તેમજ રૂ.1244 ના બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1284 થી રૂ.1290 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( 1092 ) :- પીએસયુ બેંક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1103 થી રૂ.1114 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1064 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! લોઢા ડેવલોપર્સ ( 884 ) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.858 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.893 થી રૂ.900 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    Shot fired at Farooq Abdullah from point-blank range, he escapes unhurt
    Next Article
    અમદાવાદ ટ્રાફિક પોલીસનું સો. મીડિયા X એકાઉન્ટ સસ્પેન્ડ:T20 ફાઇનલ મેચની એક પોસ્ટ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટથી એકાઉન્ટ બંધ, ગુરૂવારે ચાલુ થાય તેવી શક્યતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment