Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    WR GM રામાશ્રય પાંડે સાબરકાંઠાની મુલાકાતે:હિંમતનગર સ્ટેશને DRM વેદ પ્રકાશે તેમનું સ્વાગત કર્યું

    2 days ago

    પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM) રામાશ્રય પાંડે આજે સવારે હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અમદાવાદ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) વેદ પ્રકાશે છોડ આપી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ GM પાંડે નિરીક્ષણ કારમાં ખેડબ્રહ્મા જવા રવાના થયા હતા. આ મુલાકાત તાજેતરમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન એમ. બારૈયા દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરાયેલી રજૂઆતોના પગલે થઈ રહી છે. સાંસદે વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ અને સુવિધાઓ સુધારવા માટે માંગણીઓ કરી હતી. તેમની મુખ્ય રજૂઆતોમાં અમદાવાદથી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવી, ગુજરાત મેલને ખેડબ્રહ્મા સુધી લંબાવવી, તેમજ હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની 55 કિલોમીટર રેલવે લાઈન પર આવેલા મહાદેવપુરા, જાદર અને વડાલી રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મની લંબાઈ વધારવાનો સમાવેશ થાય છે. મંગળવારે મુંબઈથી આવેલા WR GM રામાશ્રય પાંડે હિંમતનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચ્યા હતા. આ સમયે અમદાવાદ DRM વેદ પ્રકાશ અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. DRM પ્રકાશે GMનું છોડ આપી સ્વાગત કર્યું અને તેમને નિરીક્ષણ કાર તરફ લઈ ગયા. હિંમતનગરથી રવાના થયા બાદ, નિરીક્ષણ કાર ખેડબ્રહ્મા પહોંચી હતી. GM પાંડે ખેડબ્રહ્મા સ્ટેશનનું નિરીક્ષણ કરશે અને ત્યાં આવેલા બ્રહ્માજીના મંદિરે દર્શન કરશે. ત્યારબાદ તેઓ ખેડબ્રહ્માથી ધરોઈ જવા રવાના થશે.
    Click here to Read More
    Previous Article
    एटा की कामिनी ने शादी के 1 महीने बाद नोएडा में 16वीं मंजिल से क्यों लगाई छलांग? पति और परिवार के दावे
    Next Article
    મોટી ખાવડીમાં તીનપત્તીનો જુગાર:પોલીસના દરોડામાં પાંચ શખ્સો રોકડ સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment