Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નવી સિવિલ હોસ્પિટલની ડિજિટલ પહેલ:હવે પેથોલોજી અને માઇક્રોબાયોલોજીના રિપોર્ટ સીધા દર્દીના WhatsApp પર મળતા થયા; ધક્કા અને કતારોમાંથી મુક્તિ

    1 day ago

    દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હજારો ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટો ડિજિટલ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં હવે પેથોલોજી અને માઇક્રોબાયોલોજી વિભાગના લેબોરેટરી રિપોર્ટ્સ દર્દીઓને સીધા તેમના WhatsApp પર પીડીએફ સ્વરૂપે મોકલવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. આ સુવિધાથી દર્દીઓ અને તેમના સ્વજનોને માત્ર રિપોર્ટ લેવા માટે હોસ્પિટલના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળશે. લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ, સમય અને ભાડા-ખર્ચની બચત થશે સુરત શહેર ઉપરાંત તાપી, નવસારી, વલસાડ તેમજ છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજના હજારો દર્દીઓ નવી સિવિલમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી લોહી, પેશાબ કે અન્ય સેમ્પલ આપ્યા બાદ રિપોર્ટ કલેક્ટ કરવા માટે દર્દી કે તેમના સગાંએ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અથવા તો બીજા દિવસે ફરી ભાડું ખર્ચીને હોસ્પિટલ આવવું પડતું હતું. નવી વ્યવસ્થા અમલી બનતા જ સેમ્પલનું પરીક્ષણ પૂર્ણ થતાં જ આપોઆપ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ડિજિટલ રિપોર્ટ પહોંચી જશે, જેથી નાણાં અને સમય બંનેની બચત થશે. સિસ્ટમ કેવી રીતે કામ કરશે? હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ દર્દી ઓપીડી કે ઇનડોરમાં નોંધણી કરાવે ત્યારે રજિસ્ટ્રેશન બારી પર તેમનો સક્રિય મોબાઈલ નંબર લેવામાં આવે છે. પેથોલોજી અથવા માઇક્રોબાયોલોજી લેબમાં સેમ્પલ પ્રોસેસ થઈને રિપોર્ટ વેરિફાય થતાં જ સોફ્ટવેર મારફતે સીધો મેસેજ દર્દીના WhatsApp પર ડિલિવર થઈ જશે. આ રિપોર્ટ દર્દી પોતાના ફોનમાં સાચવી શકશે અને જરૂર પડ્યે અન્ય કોઈ ડૉક્ટરને પણ સરળતાથી બતાવી શકશે. તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ટીમે અમલીકરણ કર્યું આ અદ્યતન વ્યવસ્થા નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામાના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક કાર્યરત કરવામાં ઇ.આર.એમ.ઓ. ડૉ. લક્ષ્મણભાઈ તાહિલયાણી, કિડની બિલ્ડિંગના નોડલ ઓફિસર ડૉ. ભરત પટેલ તેમજ સિસ્ટમ મેનેજર ડૉ. વિરેનભાઈ અને આઈટી ટેકનિકલ ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. તંત્રની અપીલ: રજિસ્ટ્રેશન વખતે માત્ર ચાલુ નંબર જ આપવો સિવિલ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામાએ દર્દીઓ અને તેમના સગાંઓને અપીલ કરી છે કે, આ સુવિધાનો સચોટ લાભ મળી રહે તે માટે કેસ પેપર કઢાવતી વખતે કે લેબ બારી પર માત્ર સાચો અને WhatsApp કાર્યરત હોય તેવો જ મોબાઈલ નંબર નોંધાવવો. ખોટો નંબર લખાશે તો રિપોર્ટ અન્ય નંબર પર જવાની કે ન મળવાની શક્યતા રહેશે, જેથી નંબર નોંધાવતી વખતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    જીતુ પરમાર 38 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા:બોટાદમાં સમાજ કલ્યાણ અધિકારીને સન્માન સાથે વિદાય અપાઈ, પંચશીલ અને અશોકસ્તંભ ભેટ અપાયા
    Next Article
    ICC Cricket World Cup 2027 Schedule Announcement LIVE: Focus On India vs Pakistan Clash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment