Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં VVIP મહાનુભાવોની મુલાકાતને પગલે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું:5 જૂને જિલ્લો 'નો ફ્લાઈંગ ઝોન' જાહેર, ડ્રોન-પેરાગ્લાઈડિંગ પર પ્રતિબંધ

    एक दिन पहले

    સંઘ પ્રદેશ દમણમાં આગામી 5 જૂનના રોજ VVIP મહાનુભાવોની મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દમણના જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ મિશ્રા દ્વારા સમગ્ર દમણ જિલ્લાને 'નો ફ્લાઈંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ડ્રોન, પેરાગ્લાઈડર્સ અને હોટ એર બલૂન્સ સહિતની તમામ હવાઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ બહાર પાડવામાં આવ્યું છે. 5 જૂનના રોજ VVIP મહાનુભાવોનું હેલિકોપ્ટર દમણના ભારતીય કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન ખાતે લેન્ડ અને ડિપાર્ટ થવાનું છે. તેમની સુરક્ષા અને હવાઈ માર્ગમાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કલેક્ટરના આદેશ અનુસાર, 5 જૂનના રોજ ડ્રોન કેમેરા ઉડાડવા, પેરાગ્લાઈડર્સ, હોટ એર બલૂન્સ અને અન્ય કોઈ પણ ખાનગી હેલિકોપ્ટર કે હવાઈ ઉપકરણો ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ VVIP સુરક્ષામાં અવરોધ ઊભા કરી શકે તેવી તમામ પ્રવૃત્તિઓને આવરી લે છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સ્પષ્ટતા કરી છે કે આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નોટિસ કલમ 163(2) હેઠળ એકતરફી આદેશ તરીકે જાહેર કરવામાં આવી છે, કારણ કે તેને દરેક નાગરિક સુધી વ્યક્તિગત રીતે પહોંચાડવી શક્ય નથી.
    Click here to Read More
    Previous Article
    Why wildlife experts see the Gir lion deaths as a wake-up call
    Next Article
    પરિવાર તામિલનાડુ-ઉંટી ફરવા ગયું અને તસ્કરો ત્રાટક્યા:માનસરોવર સોસાયટીના મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં સહિત 1.95 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment