Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક મતની તાકાત સમજાવતા વિદ્યાર્થીઓ:રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રચ્યું 'VOTE', પરિવારોમાં 100 ટકા મતદાન કરાવવા લીધા શપથ

    11 hours ago

    રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ મતદારો અને સમાજમાં લોકશાહીના પર્વ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે લોકશાહીમાં એક-એક મતની ખૂબ જ કિંમત હોય છે અને 'મારો મત, મારો અધિકાર' એ માત્ર સૂત્ર નહીં પણ દરેક નાગરિકની ફરજ છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને મતદાનની ગુપ્તતા જાળવવાના મહત્વ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે શાળાના મેદાનમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને મતદાન કરવાના શપથ લીધા હતા. વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો હતો કે તેઓ મતદાનને પોતાનો ધર્મ સમજશે અને માત્ર પોતે જ નહીં, પરંતુ પોતાના કુટુંબમાં પણ 100 ટકા મતદાન થાય તે માટે સક્રિય પ્રયાસો કરશે. આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે વિરાણી હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને 'VOTE' (મતદાન કરો) લખેલી એક ભવ્ય માનવ આકૃતિ તૈયાર કરી હતી. આ નયનરમ્ય દ્રશ્ય દ્વારા સમગ્ર શહેરમાં મતદાનનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન દ્વારા યુવા પેઢીમાં લોકશાહી પ્રત્યેની જવાબદારી અને મતદાનના મહત્વ અંગે સચોટ સમજ કેળવવામાં આવી હતી. મિલકત વેરો ભરનારાઓ માટે ચેતવણી, ચેક બાઉન્સ થતા મનપા દ્વારા 757 કરદાતાઓને નોટિસ અપાશે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન જમા થયેલા ચેકોની ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળામાં કુલ 757 મિલકતધારકોના રૂ. 4.56 કરોડની કિંમતના ચેક બાઉન્સ થયા છે. સાયબર ફ્રોડ અટકાવવા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમલમાં મુકાયેલી 'ઈઝી-પે' સિસ્ટમ હેઠળ રૂ. 1 લાખથી વધુની રકમના ચેક માટે ઓનલાઇન એન્ટ્રી કરવી અનિવાર્ય હોવા છતાં પ્રક્રિયા પૂર્ણ ન થતા મોટી રકમના ચેક પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. જે કરદાતાના ચેક પરત ફર્યા છે તેને પ્રથમ ટેલિફોનિક અથવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે તમામ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહીની નોટિસ આપવામાં આવી રહી છે. મનપાની મુખ્ય આવક સમાન મિલકત વેરા અને પાણી વેરાની વસુલાતમાં આટલી મોટી રકમના ચેક બાઉન્સ થતા વહીવટી તંત્ર દ્વારા બાકી લેણાંની વસુલાત માટે કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીન આપવાની સત્તા ચેમ્બરને સોંપવા રજૂઆત ભારતીય વ્યવસાયો અને MSMEs ને ગ્લોબલ વેલ્યુ ચેઈન્સ સાથે જોડવા માટે સરકાર દ્વારા અનેક Free Trade Agreements (FTAs) કરવામાં આવ્યા છે. આ કરારો હેઠળ ડ્યુટીમાં મુક્તિ મેળવવા નિકાસકારોએ પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીન મેળવવું અનિવાર્ય હોય છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી પાસે માત્ર નોન-પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઈશ્યુ કરવા સત્તા છે. નિકાસ પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી રાજ્યની અગ્રણી ચેમ્બર્સ અને FIEO ને સોંપવા માટે રાજકોટ ચેમ્બર દ્વારા વાણિજ્ય મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે. આ મામલે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યરત FIEO ના ડાયરેક્ટર જનરલ ડો. અજય સહાય તથા એડિશનલ ડાયરેક્ટર જનરલ સુવિધ શાહ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જો પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઈશ્યુ કરવાની સત્તા સ્થાનિક ચેમ્બરોને આપવામાં આવે તો નિકાસ સંબંધિત પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત થશે અને સમય તેમજ ખર્ચમાં મોટો ઘટાડો થશે. આ નિર્ણયથી MSMEs ને મજબૂત સમર્થન મળશે અને ભારતને વૈશ્વિક નિકાસ હબ બનાવવાના લક્ષ્યને વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    કાજલ મહેરિયાના ત્રણ ધડાકા:લવમેરેજ અંગે ખૂલીને બોલી, વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘુસાડી દીધું, અમદાવાદની સ્કૂલના બનાવથી વાલીઓ ફફડ્યા
    Next Article
    Audiobooks vs reading: What is better for your brain? Neurologists weigh in

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment