Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VNSGU માં માઇક્રોસોફ્ટ પાવર BI વર્કશોપ શરૂ:આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા છ દિવસીય તાલીમનો પ્રારંભ

    22 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રવૃત્તિ અંતર્ગત "બિઝનેસ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા વિઝ્યુઅલાઇઝેશન યુઝિંગ માઇક્રોસોફ્ટ પાવર BI" વિષયક છ દિવસીય વર્કશોપનો પ્રારંભ 6 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવ્યો છે. 6થી 11 જુલાઈ દરમિયાન યોજાનાર આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બિઝનેસ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ અને ડેટા વિઝ્યુઅલાઇઝેશન ક્ષેત્રે વ્યવહારુ જ્ઞાન અને પ્રાયોગિક તાલીમ પૂરી પાડવાનો છે. વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. એન. ચાવડાએ અધ્યક્ષસ્થાને રહી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આંકડાશાસ્ત્ર વિભાગના વડા ડૉ. આરતી જે. રાજ્યગુરુ તથા વર્કશોપના અધ્યક્ષ ડૉ. શીતલ એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ અમેરિકાની સિલ્વર સ્ટાર રિયલ એસ્ટેટ એલએલસીમાં ડેટા એનાલિસ્ટ તરીકે કાર્યરત અમીરાજ મલાણી મુખ્ય અતિથિ અને સંસાધન વ્યક્તિ તરીકે જોડાયા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં વર્તમાન ડેટા આધારિત યુગમાં બિઝનેસ ઇન્ટેલિજન્સ સાધનોના વધતા મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ પાવર BI દ્વારા ઇન્ટરએક્ટિવ ડેશબોર્ડ, અસરકારક ડેટા વિઝ્યુઅલાઇઝેશન અને રિયલ-ટાઇમ એનાલિટિક્સના ઉપયોગથી વ્યવસાયિક નિર્ણયો વધુ સચોટ અને કાર્યક્ષમ બની રહ્યા છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં પાવર BI નિષ્ણાતોની વધતી માંગ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકસાવવાની પ્રેરણા આપી હતી. આ વર્કશોપમાં એમ.એસસી. (સ્ટેટિસ્ટિક્સ) સેમેસ્ટર-3 અને એમ.એસસી. (એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ) સેમેસ્ટર-3ના આશરે 55 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. છ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને ડેટા ઇમ્પોર્ટ, ડેટા ટ્રાન્સફોર્મેશન, ડેટા મોડેલિંગ, DAX ફંક્શન્સ, ડેશબોર્ડ ડેવલપમેન્ટ, રિપોર્ટ નિર્માણ તેમજ ઇન્ટરએક્ટિવ ડેટા વિઝ્યુઅલાઇઝેશન અંગે સઘન પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. શ્રી યશ ખંડેલવાલના સંકલનમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહના અંતે ડૉ. શીતલ એસ. પટેલે આભારવિધિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું. 11 જુલાઈ સુધી ચાલનારો આ વર્કશોપ વિદ્યાર્થીઓને આધુનિક બિઝનેસ ઇન્ટેલિજન્સ સાધનોનો વ્યવહારુ અનુભવ અપાવવાની સાથે ડેટા એનાલિટિક્સ ક્ષેત્રે કારકિર્દી માટે વધુ સજ્જ બનાવશે તેમજ શૈક્ષણિક અભ્યાસ અને ઔદ્યોગિક જરૂરિયાતો વચ્ચે અસરકારક સેતુરૂપ બનશે.
    Click here to Read More
    Previous Article
    મોદી ઈન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન પહોંચ્યા:મોદીએ કહ્યું- હંમેશા ભગવાન શિવ સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું , 1000 વર્ષ જૂનું મંદિર; વિમાનમાંથી મંદિરનો નજારો બતાવ્યો
    Next Article
    વસ્ત્રાપુરમાં મેયર હિતેશ બારોટે પુસ્તક પરબનું ઉદ્ઘાટન કર્યું:હાયર ઘેન હોપ ફાઉન્ડેશન દ્વારા માતૃભાષા પ્રચારનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment