Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પર્યાવરણ અને સ્વચ્છ ઉર્જા માટે VMCની પહેલ:કચરામાંથી કમ્પ્રેસ્ડ બાયો ગેસ બનાવવા VMC અને NIUA વચ્ચે ઐતિહાસિક MoU

    11 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને ટકાઉ શહેરી વિકાસની દિશામાં વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ - NIUA વચ્ચે ક્લાઈમેટ પ્રોજેક્ટ પ્રિપેરેશન ફેસિલિટી હેઠળ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટમાંથી કમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. 13 જૂન, 2026ના રોજ નવી દિલ્હીમાં NIUAના સુવર્ણ જયંતી સમારોહ દરમિયાન વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને NIUAના ડિરેક્ટર ડૉ. દેબોલિના કુંડુએ સત્તાવાર રીતે આ કરાર પર હસ્તાક્ષર કરી દસ્તાવેજોની આપ-લે કરી હતી. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્ર મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો મંત્રાલયના સચિવ શ્રીનિવાસ કાટિકિથાલા અને અતિરિક્ત સચિવ સતિન્દર પાલ સિંહ પણ હાજર રહ્યા હતા. રોજ ઉત્પન્ન થતા ઘન કચરાને બાયોગેસમાં રૂપાંતરિત કરાશે આ ઐતિહાસિક ભાગીદારીનો મુખ્ય અને લાંબાગાળાનો હેતુ વડોદરા શહેરમાં દરરોજ ઉત્પન્ન થતા ટનબંધ મ્યુનિસિપલ ઘન કચરાને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરી, તેને પર્યાવરણને અનુકૂળ એવા સ્વચ્છ કમ્પ્રેસ્ડ બાયો ગેસમાં રૂપાંતરિત કરવાનો છે. આ પ્રોજેક્ટ માટે NIUA દ્વારા વડોદરા કોર્પોરેશનને ટેક્નિકલ માર્ગદર્શન અને નાણાકીય રીતે વ્યવહારુ અને રોકાણકારોને આકર્ષી શકે એવો મોડેલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં સંપૂર્ણ સહાયતા પૂરી પાડવામાં આવશે. વડોદરા કોર્પોરેશનના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગે અગાઉથી જ ICLEI South Asiaના સક્રિય સહયોગથી આ પ્રોજેક્ટનો બેઝલાઈન એસેસમેન્ટ પૂર્ણ કરી લીધો છે અને પ્રાથમિક પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરી દીધો છે, જે આ દિશામાં વડોદરાની સજ્જતા દર્શાવે છે. ગ્રીન અને રિન્યુએબલ એનર્જીનું મોટું ઉત્પાદન શક્ય બનશે આ આખી પહેલ વડોદરા શહેરના લાંબાગાળાના રોડમેપ નેટ-ઝીરો ક્લાઇમેટ રિઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન સાથે સીધી રીતે જોડાયેલી છે, જે પ્રદૂષણ મુક્ત અને ગ્રીન સિટીના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થશે. આ પ્રોજેક્ટથી વડોદરા શહેરને અનેકવિધ સ્તરે મોટા ફાયદાઓ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેનાથી માત્ર શહેરમાં વેસ્ટ સર્ક્યુલારિટી અને સર્ક્યુલર ઈકોનોમી મજબૂત બનશે એટલું જ નહીં પરંતુ, લેન્ડફિલ સાઇટ્સ પર કચરાનો જે મોટો ભરાવો થાય છે અને પર્યાવરણીય જોખમો ઊભા થાય છે, તેના પરનો બોજ પણ મહદંશે ઘટી જશે. કચરાના નિકાલની સાથે સાથે તેમાંથી ગ્રીન અને રિન્યુએબલ એનર્જીનું મોટું ઉત્પાદન શક્ય બનશે, જે વાહનો અને ઉદ્યોગોમાં ઇંધણ તરીકે વાપરી શકાશે અને તેનાથી હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાશે. વડોદરાની આ પહેલ દેશના લો-કાર્બન અને સંસાધન-કાર્યક્ષમ શહેરી વિકાસ તરફના પરિવર્તનનું એક ઉત્કૃષ્ટ મોડેલ બની રહેશે. પર્યાવરણ સુરક્ષાની સાથે સાથે નાગરિકો માટેની સુવિધાઓમાં ગુણાત્મક સુધારો આ પ્રસંગે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, NIUA સાથેનો આ અદ્યતન સહયોગ વડોદરાને કચરાના વૈજ્ઞાનિક પ્રોસેસિંગ અને રિસોર્સ રિકવરીના ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર લઈ જશે. પ્રસ્તાવિત CBG પ્લાન્ટ શહેરના રોજિંદા ઘન કચરાને કિંમતી ગ્રીન ઊર્જાના સ્ત્રોતમાં ફેરવશે, જેનાથી પર્યાવરણ સુરક્ષાની સાથે સાથે નાગરિકો માટેની શહેરી સુવિધાઓમાં ગુણાત્મક સુધારો જોવા મળશે. બીજી તરફ, NIUAના ડિરેક્ટર ડૉ. દેબોલિના કુંડુએ પણ વડોદરાની તત્પરતાને બિરદાવતા કહ્યું હતું કે, આ સુવિધા ભારતીય શહેરોને હવામાન ફેરફાર સામે લડવા સક્ષમ અને આર્થિક રીતે સદ્ધર (Bankable) ક્લાઇમેટ પ્રોજેક્ટ્સ બનાવવામાં મદદ કરે છે અને ઝડપી અમલીકરણને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે આ ભવ્ય સમારોહ દરમિયાન આયોજિત ટેકનિકલ સત્ર Circularity and Resilient Resource Systems માં કમિશનર અરુણ મહેશ બાબુએ પેનલિસ્ટ તરીકે ભાગ લઈને વડોદરામાં કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ ક્ષેત્રે થઈ રહેલી શ્રેષ્ઠ કામગીરીનું રાષ્ટ્રીય સ્તરે પ્રભાવશાળી પ્રસ્તુતિ કર્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    રાજઋષિ આશ્રમમાં મહંત હરિદાસ બાપુને મળ્યા લાલપુરના સરપંચ:આગામી ધાર્મિક કાર્યક્રમની તૈયારીઓ પર ચર્ચા કરી
    Next Article
    "Can't Make Every Decision For People": Brendon McCullum's First Public Reaction To Ben Stokes' Nightclub Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment