Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે સહયોગ:VMCને મળ્યું ફૂલ્લી ઓટોમોટિક 2 ક્યુબિક મીની ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર મશીન, 18500 ચોરસ મીટર પ્રતિ કલાક અને 2,000 લિટર ધૂળ એકત્ર કરવાની ક્ષમતા

    8 घंटे पहले

    યશલોક વેલ્ફેર ફાઉન્ડેશને વડોદરાની સ્વચ્છતા માટેની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે એક પહેલ હાથ ધરી છે, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફૂલ્લી ઓટોમોટિક 2 ક્યુબિક મીની ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર મશીન સોંપવામાં આવ્યું છે. યશલોક વેલ્ફેર ફાઉન્ડેશન, ઈનોર્બિટ મોલ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી અધિકારીઓ, વોર્ડ અધિકારીઓએ હાજરી આપી હતી. વેક્યુમ-આધારિત સ્વીપર મશીનની સફાઈ ક્ષમતા આશરે 18500 ચોરસ મીટર પ્રતિ કલાક અને 2,000 લિટર ધૂળ એકત્ર કરવાની ક્ષમતા છે. એક સેન્ટર બ્રશ, બે સાઇડ બ્રશ અને ઇનબિલ્ટ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ, આ મશીનને મ્યુનિસિપલ રોડ, સર્વિસ લેન, સાંકડી જગ્યાઓ અને જાહેર પાર્કિંગ વિસ્તારોને કાર્યક્ષમ રીતે સાફ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. ઈનોર્બિટ મોલ વડોદરાના મોલ હેડ શ્રી રજત ભાર્ગવ એ જણાવ્યું, “ઈનોર્બિટ મોલ વડોદરા ખાતે, અમે માનીએ છીએ કે અમારી જવાબદારી અમારી વ્યવસાયિક કામગીરીથી સુધી જ સિમિત રહેતી નથી, પરંતુ તે જેઓની અમે સેવા કરીએ છીએ, તે જનસમૂહ સુધી પણ વિસ્તરે છે. એકદમ સ્વચ્છ અને સ્વસ્થ જાહેર જગ્યાઓ બનાવતી પહેલોમાં યોગદાન આપવું એ અમારા સીએસઆર પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અમને યશલોક વેલ્ફેર ફાઉન્ડેશનની આ પહેલમાં યોગદાન આપવાનો અને વડોદરાની સ્વચ્છતા માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવામાં અને શહેરના નાગરિકો માટે સ્વચ્છ વાતાવરણ બનાવવાના સતત પ્રયાસોને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવવાને લઈને આનંદ થઈ રહ્યો છે.” આ પહેલનો ઉદ્દેશ્ય સ્વચ્છતાને લઈને વીએમસીના ચાલી રહેલા પ્રયાસોને વધુ ઉન્નત બનાવવાનો છે, જેથી મશીનો થકી વધુ અસરકારક રીતે રોડની સફાઈ કરી શકાશે અને પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો કરવામાં પણ મદદ મળશે. તે ઈનોર્બિટ મોલ વડોદરાની જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ, સમુદાય કલ્યાણ અને તેની સીએસઆર પહેલ થકી સાર્થક સામાજિક પ્રભાવ પેદા કરવા પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના સફાઈ ઝુંબેશ અંતર્ગત સપોર્ટ આપીને ઈન ઓર્બિટ મોલ દ્વારા તેમની સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે એક સ્વીપિંગ મશીન (રોડ સફાઈનું મશીન) ફાળવવામાં આવ્યું છે. આ મશીન દ્વારા સંબંધિત વોર્ડના મુખ્ય રસ્તાઓની સફાઈ કરવામાં આવશે. આ માટે કેપિટલ કોસ્ટ તેમજ ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ પણ ઈન ઓર્બિટ મોલ દ્વારા જ ભોગવવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં સ્વીપિંગ મશીનોની ખૂબ જરૂરિયાત છે અને મહાનગરપાલિકા દ્વારા જૂના મશીનોને બદલવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, ત્યારે ઈન ઓર્બિટ મોલ દ્વારા મળેલા આ સહયોગ સારો રહ્યો છે. આ સાથે જ અન્ય કોર્પોરેટ કંપનીઓને પણ નાગરિક ફરજના ભાગરૂપે આવી સફાઈ ઝુંબેશમાં જોડાવુ જોઈએ. આ ઉપરાંત, શહેરમાં "મિશન 2.5 મિલિયન ટ્રીઝ" અંતર્ગત મફત છોડ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઈન ઓર્બિટ મોલ દ્વારા શનિ-રવિ અને અન્ય દિવસોમાં મોલના પરિસરમાં જગ્યા આપવાની ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મામલો રાજકારણનો નહીં, માણસાઈનો છે...:'અમે એ મિત્રનું સમર્થન કરી રહ્યા છીએ, જેની સાથે અમે ક્રિકેટ રમ્યા'; ઇમરાન ખાન વિશે ખુલીને બોલ્યા કપિલ દેવ
    Next Article
    સુરત બાદ હવે અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશન:ખાનગી પ્લોટમાં દુકાનો તોડી પાડી, કોર્પોરેશન કરાવ્યું હોવાનું ખાનગી એજન્સીના માણસે વીડિયોમાં કબૂલ્યું, AMCએ ના પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment