Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VIP રૂમ, ઓલિમ્પિક સ્વિમિંગ પુલ અને વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ:અમદાવાદમાં ₹250 કરોડથી વધુના ખર્ચે હાઇટેક સ્પોર્ટસ સંકુલ બનશે, હાઇ સિક્યોરિટી સેલ પણ હશે

    23 hours ago

    હાલમાં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ રમાઇ રહી છે. 4 વર્ષ પછી એટલે કે 2030માં આ ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે ઉપરાંત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2029 પણ યોજાવાની છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટસ સંકુલ ઊભું કરાયું છે. હવે જેલ ડિપાર્ટમેન્ટ પણ આવું જ એક આધુનિક સ્પોર્ટસ સંકુલ ઊભું કરી રહ્યું છે. દિવ્ય ભાસ્કરે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (GIPCA-જીપ્કા) ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ જીતેન્દ્ર યાદવ પાસેથી આ સ્પોર્ટસ સંકુલ અંગે માહિતી મેળવી હતી. 250 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે આ સ્પોર્ટસ સંકુલ જેલના સિપાહી સહિત પોલીસ માટે બનાવાઇ રહ્યું હોવાનું હાલ જણાવાય છે પણ કોમન વેલ્થમાં કરાઇસ્થિત પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં તો રમત-ગમત થવાની વાતો છે. આ વાતો વચ્ચે જેલના સ્પોર્ટસ સંકુલનો ઉપયોગ થશે કે નહીં તે નક્કી નથી. હાલ જેલનું અત્યંત આધુનિક સ્પોર્ટસ સંકુલ સુભાષ બ્રિજના છેડે આકાર પામી રહ્યું છે.જે 3 ફેઝમાં તૈયાર થશે. પ્રથમ ફેઝનું કામ 2024થી શરૂ થયું હતું ત્યારે આ પ્રોજેક્ટની કિંમત અંદાજે 138 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. હજુ 2 ફેઝ બાકી છે જેથી આ આંકડો 250થી 300 કરોડને આંબી જાય તો નવાઇ નહીં. આ સ્પોર્ટસ સંકુલમાં ફેઝ-1માં 20 એકરમાં બાંધકામ થઇ રહ્યું છે. જ્યારે ફેઝ-2માં 25 એકરમાં બાંધકામ થશે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ-1માં ગ્રાઉન્ડ ફ્લોર પર ચેન્જીંગ રૂમ, લોકર રૂમ હશે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર જીમ્નેશિયમ, ઇક્વિપમેન્ટ સ્ટોર હશે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ-2ની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફલોર પર 2 બેડમિન્ટન કોર્ટ અને 2 ટેબલ ટેનિસ કોર્ટ હશે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર 2 ટેબલ ટેનિસ કોર્ટ, 1 બોર્ડ ગેમ્સ અને 1 સ્નૂકર રૂમ હશે. VIP રૂમ અને બીજી સુવિધા ઓફિસર્સ હોસ્ટેલમાં 70 લોકોની કેપેસિટી હશે. જેમાં 5 VIP રૂમ, 30 અન્ય રૂમ અને ડાઇનિંગ હોલ હશે. કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રીન રૂમ અને બીજા 6 રૂમ હશે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર બીજા 6 રૂમ હશે. યુટિલિટી બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લેડિઝ વોર્ડ રૂમ, જેન્ટ્સ વોર્ડ રૂમ, ચેકઅપ રૂમ, ફાર્મસી રૂમની વ્યવસ્થા કરાઇ છે તો ફર્સ્ટ ફ્લોર પર સિક્યોરિટી રૂમ, સ્ટોર રૂમ અને સ્ટ્રોંગ રૂમ હશે. એકેડેમિક બ્લોકમાં 640 લોકોની કેપેસિટીવાળો ક્લાસ રૂમ હશે. જ્યારે 40 લોકોની કેપેસિટીવાળો મિટિંગ રૂમ અને 55 લોકોની કેપેસિટીવાળો કોન્ફરન્સ રૂમ પણ હશે. ફેઝ-1નું કામ પૂર્ણ થતાં હજુ 1 વર્ષ લાગશે આ અંગે GIPCA ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ જીતેન્દ્ર યાદવે કહ્યું કે, જેલ ડિપાર્ટમેન્ટ માટે બહુ જ સારું પરેડ ગ્રાઉન્ડ ઉપરાંત એથ્લેટિક્સ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ પણ બનાવાઇ રહ્યાં છે. બેડમિન્ટન કોર્ટ, આઉટ ડોર વોલીબોલ, કબડ્ડી અને લોન ટેનિસ તેમજ બાસ્કેટ બોલ કોર્ટ છે. પહેલાં ફેઝનું કામ લગભગ ઓક્ટોબર, 2027 સુધીમાં પૂરું થશે. સેકન્ડ ફેઝની વાત કરતાં તેમણે કહ્યું, પ્રેક્ષક ગેલેરી સાથેના બે આધુનિક પરેડ ગ્રાઉન્ડ ઉપરાંત કર્મચારીઓ-અધિકારીઓ માટે હોસ્ટેલ્સના બેરેક બનાવવાના છે. ઓછામાં ઓછા 1800થી 2000 સુધીના જેલ સહાયકો અહીં ટ્રેનિંગ લઇ શકે તે પ્રકારે અહીં સુવિધા ઊભી કરાઇ રહી છે. બીજા ફેઝનું અલગ બજેટ આવ્યું હતું અને ત્રીજા ફેઝનું અલગ બજેટ આવશે. અત્યારે બે ફેઝ મળીને આશરે 165 કરોડ જેવો ખર્ચો લાગી રહ્યો છે. હજુ પણ ફેઝ-2 અને 3ના ઘણાં કન્સ્ટ્રક્શન કરવાનું પ્લાનિંગ છે. જીપ્કાનું બાંધકામ 10 એપ્રિલ, 2024થી શરૂ થયું હતું. જેનું ટેન્ડરિંગ પોલીસ હાઉસિંગે કર્યું હતું. તેઓ કહે છે કે, આનું ખાતમૂહુર્ત થયું તે સમયે અંદાજીત ખર્ચ 138 કરોડ રૂપિયા હતો.ફેઝ-1માં ઓફિસર્સના હોસ્ટેલ બ્લોક, ઓડિટોરીયમ, કલાસીસ તેમજ તાલીમાર્થીઓની રહેવા માટેની હોસ્ટેલ્સ, ડાઇનિંગ હોલ્સ બનાવાઇ રહ્યાં છે. પોલીસને પણ ટ્રેનિંગ આપી શકાય હાલમાં રાજ્યમાં જેલ ડિપાર્ટમેન્ટ માટે આ પહેલું ટ્રેનિંગ સેન્ટર છે. તેમણે ઉમેર્યું કે, જેલ ડિપાર્ટમેન્ટ માટે ગુજરાતમાં બીજે ક્યાંય આવું ટ્રેનિંગ સેન્ટર નથી. અહીં જેટલી પણ સુવિધા મળવાની છે તે જેલ ડિપાર્ટમેન્ટને ધ્યાને રાખીને કરી છે. જો જેલ સહાયકની ટ્રેનિંગ ના ચાલતી હોય તો પોલીસને પણ ટ્રેનિંગ આપી શકાય છે. જે પ્રકારે PSI અને PIને કરાઇમાં તાલીમ અપાય છે તે જ રીતે અહીં અધિકારીઓને પણ તાલીમ આપી શકાય તે પ્રકારની સુવિધા ઊભી કરાઇ છે. તેમણે જણાવ્યું કે, આ સંકુલની જગ્યા કુલ 60 એકર હતી પણ તે સમયે ફક્ત એક વિદ્યાભવન અને બે ટ્રેનિંગ બ્લોક્સ બનાવાયા હતા. તેના પછી જેલ સહાયકની બેઝિક ટ્રેનિંગ અહીં ચાલતી હતી. જેલના DGP કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ આ ટ્રેનિંગ સેન્ટરનું નામ બદલાયું હતું. તેમણે કહ્યું કે, પહેલાં જેલ વિભાગમાં ભરતી ઓછી થતી હતી પછી હોમ ડિપાર્ટમેન્ટે પ્રિઝન્સના કોન્સ્ટેબલની ભરતી કરવાનું શરૂ કર્યું. 13 વર્ષ બાદ 2009માં જેલ સહાયક (કોન્સ્ટેબલ)ની ભરતી કરવામાં આવી. જેને બેઝિક ટ્રેનિંગ અપાતી હતી. 2017માં આ નવું વિદ્યાભવન અસ્તિત્વમાં આવ્યું હતું. બેઝિક ટ્રેનિંગ અહીં જ અપાય છે રાજ્યની વિવિધ જેલો તેમજ પોલીસ વિભાગમાં સિપાહી (કોન્સ્ટેબલ) સંવર્ગના કર્મચારીઓને 9 મહિનાની મૂળભૂત તાલીમ આ નવી તાલીમ શાળામાં જ અપાય છે. અહીં હવાલદાર (હેડ કોન્સ્ટેબલ ), સુબેદાર (ASI), જેલર ગ્રુપ (PSI) કક્ષાના અધિકારી-કર્મચારીઓને પણ રિફ્રેશર ટ્રેનિંગ અપાય છે. ભવિષ્યમાં નેશનલ એકેડેમી બનશે તેમણે કહ્યું, વિવિધ યુનિવર્સિટીઓ સાથે MOU કરીને લેક્ચર તથા ઓનલાઇન વેબિનાર, સેમિનારથી ટ્રેનિંગ અપાય છે. હાલમાં જીપ્કા એકેડેમીના કેમ્પસનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આધુનિક વ્યવસ્થાવાળી નવી એકેડેમી બની જશે.જે ભવિષ્યમાં રિજનલ એકેડેમી તથા નેશનલ એકેડેમી તરીકે ઊભરી આવશે. અન્ય રાજ્યના કર્મચારી-અધિકારીઓ પણ અહીં ટ્રેનિંગ લેવા આવી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી થશે. કોમનવેલ્થ ગેમ્સમાં કરાઇ ટ્રેનિંગ સેન્ટરની જગ્યાનો ઉપયોગ થાય તેવી ચર્ચા છે ત્યારે એવું બની શકે કે કરાઇ એકેડેમીને ટ્રાન્સફર કરીને અહીં લવાઇ શકે તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, પ્રિઝન્સ ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટની અન્ડર આવે છે. પ્રિઝન્સ ડિપાર્ટમેન્ટના કોઇપણ નિર્ણય હોમ ડિપાર્ટમેન્ટ લે છે. જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટના નિર્ણય રાજ્યના DGP લે છે. ટ્રેનિંગના એક અલગથી DGP પણ છે. કરાઇ એકેડેમીનું પછીથી શું થશે તે અંગે અત્યારથી આપણે કંઇ કહી ના શકીએ પણ આ ટ્રેનિંગ સેન્ટર બહુ સારું બનશે. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આનો લાભ લઇ શકશે. એકતરફ અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે કમર કસી રહ્યું છે ત્યારે સુભાષ બ્રિજ પાસે બની રહેલું આ સંકુલ સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવું પ્રકરણ ઉમેરશે.
    Click here to Read More
    Previous Article
    પપ્પુ યાદવ પૂજારી બનીને સંસદ પહોંચ્યા, રાહુલ ગાંધીએ દાન આપ્યું:રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન, હોબાળો; લોકસભા- રાજ્યસભા સોમવાર સુધી સ્થગિત
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી: તંત્ર સતર્ક:ધ્રાંગધ્રામાં PGVCL દ્વારા માઇકથી વીજ સુરક્ષા જાગૃતિ ઝુંબેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment