Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની VIMS હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લોકાર્પણ:દશેરાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, દર્દીઓને સમયસર લોહી મળશે

    10 hours ago

    વલસાડની VIMS (Valsad Institute of Medical Sciences) હોસ્પિટલમાં દશેરાના દિવસે દર્દીઓની સુવિધા માટે 'બ્લડ સ્ટોરેજ સેન્ટર' શરૂ કરાયું છે. આ સાથે જ એક રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લોકાર્પણ સ્વાતીબેન લાલભાઈ અને ઉમિયા ટ્રસ્ટના અશોકભાઈ પટેલના હાથે થયું. આ સમયે હોસ્પિટલના ડોકટરો અને સંચાલકો હાજર રહ્યા હતા. હોસ્પિટલના પેથોલોજિસ્ટ ડૉ. ભૂમિ દેસાઈએ જણાવ્યું કે, હાઇવે પર થતા અકસ્માતો, સગર્ભા મહિલાઓ અને ગંભીર દર્દીઓને તાત્કાલિક લોહીની જરૂર પડે છે. હવે હોસ્પિટલમાં જ લોહી મળવાથી દર્દીઓનો જીવ બચાવી શકાશે. આ સેન્ટરની ક્ષમતા 90 યુનિટ બ્લડ સ્ટોર કરવાની છે. હાલ A, B, AB અને O પોઝિટિવ બ્લડ ગ્રુપ ઉપલબ્ધ છે. દર્દીઓને રક્તદાન કેન્દ્રના નિયમિત ચાર્જ મુજબ જ બ્લડ બેગ અપાશે, હોસ્પિટલ કોઈ વધારાનો ચાર્જ નહીં લે. ઉદ્ઘાટન વખતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં VIMS હોસ્પિટલના ડોકટરો, સ્ટાફ અને તેમના પરિજનોએ રક્તદાન કર્યું. હોસ્પિટલ ભવિષ્યમાં પણ આવા કેમ્પ યોજશે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ-ત્રણ મુદત ગયા બાદ કાંસા નગર બ્રિજનું લોકાર્પણ નહીં:દશેરાનું મુહૂર્ત પણ ચૂક્યા, હવે 25મી ઓક્ટોબરે લોકાર્પણનું નવું કાઉન્ટડાઉન શરૂ
    Next Article
    આંબલી રોડ પર પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો:થારમાં આવેલા બે શખસોએ પેટ્રોલ ભરાવવા મુદ્દે બોલાચાલી કરી છરી મારી, ફરાર કારચાલકની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment