Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આરોપી પર ટપલીદાવ, VIDEO:SBIમાં 50 લાખની લૂંટમાં ઘોર બેદરકારી, 35 વર્ષ જૂની હત્યામાં લવ ટ્રાયેંગલ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભાંડો ફોડ્યો

    11 hours ago

    ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે ભવ્ય રિહર્સલ ગુજરાત સ્થાપના દિવસની રાષ્ટ્ર કક્ષાની ઉજવણી સુરતમાં થશે. 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પર જોવા મળતા પોલીસ જવાનોના દિલધડક બાઈક સ્ટંટ જોવા મળશે. વાય જંક્શન પર જવાનોએ ફાઈનલ રિહર્સલ પૂરુ કર્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SSG હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે.. પોસ્ટમોર્ટમ રુમમાં મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા મૃતકના પરિવારે ડોક્ટર્સ સાથે મારામારી કરી હતી.જેના વિરોધમાં ડોક્ટર્સ કામકાજથી અળગા રહ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થીઓને રજા ન આપવા NTAનો નિર્ણય UG-NEETમાં ગેરરીતિ અટકાવવા વિદ્યાર્થીઓને રજા ન આપવા NTAનો નિર્ણય લેવાયો.મેડિકલ વિંગના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું, વિદ્યાર્થીઓને કોલેજમાં બંધ કરવાના બદલે સિસ્ટમમાં સુધાર કરવાની જરૂર છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા DEOનો એક્શન પ્લાન ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા DEOનો એક્શન પ્લાન...તમામ શાળાઓને બાળકોનો સર્વે કરવા સૂચના, સ્કૂલ છોડનાર બાળકોને પણ ફરી પ્રવેશ અપાવાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના ડેમોમાં પાણીની ચિંતાજનક સ્થિતિ રાજ્યના ડેમોમાં પાણીની ચિંતાજનક સ્થિતિ..સૌરાષ્ટ્રમાં 44 ટકા અને કચ્છના જળાશયોમાં 36 ટકા જ જથ્થો બચ્યો.. જો વરસાદ ખેંચાય આ બંને ઝોનમાં પાણીની ખેંચ પડી શકે છે અને સૌની યોજનાથી જ પાણી પુરુ પાડવું પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને લઈ જવામાં ઘર્ષણ સુરતમાં આરોપીઓને પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસને નાકે દમ આવી ગયો.. રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકો પોલીસવાનના દરવાજા અને બોનેટ પર ચડી ગયા.. આરોપીઓને પોતાના વિસ્તારમાં જોતા જ લોકોએ ગેટ બંધ કરી દીધા. આરોપીઓએ એક યુવકના હાથમાં 6 ઈંચનું ચપ્પુ ઘુસાડી દીધુ હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો.. પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી...ક્રાઈમ બ્રાન્ચને ઘરના કૂવામાંથી યુવતીના અવશેષો મળી આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકનો આપઘાત મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકે આપઘાત કર્યો.. 12.50 લાખની સામે 50 લાખનું વ્યાજ વસૂલ્યા બાદ પણ હેરાનગતિ ચાલુ હતી.. મૃતકના પુત્રએ સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 3ની ધરપકડ કરી લીધી છે જ્યારે 4 ફરાર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SBI બેન્ક લૂંટ કેસમાં સ્ટાફની મોટી બેદરકારી સુરતના વરાછામાં SBI બેંકમાં થયેલી 50 લાખની લૂંટમાં બેંક સ્ટાફની મોટી બેદરકારી સામે આવી છે.. લૂંટારૂઓએ બર્ગલર એલાર્મના કોઈ વાયર કાપ્યા ન હોવા છતાં એલાર્મ નહોતો વાગ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નમો સ્ટેડિયમમાં આજે GT vs RCB અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે GT vs RCB.. બંને સીઝનમાં બીજી વખત સામસામે ટકરાશે....બેંગ્લુરુ આજે જીતશે તો 14 પોઇન્ટ્સ સાથે ટૉપ પર આવવાની તક મળશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- કોઈ કાળે ન્યૂક્લિયર પ્રોગ્રામ છોડીશું નહીં:અમેરિકી ઠેકાણા જ સુરક્ષિત નથી તો એ બીજાને શું બચાવશે?
    Next Article
    પાલ-અડાજણમાં મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરનાર ઝડપાયો:પાસામાંથી છૂટી 20 જ દિવસમાં સ્નેચિંગ શરૂ કર્યું, આઈ ફોન સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment