Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલ-અડાજણમાં મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરનાર ઝડપાયો:પાસામાંથી છૂટી 20 જ દિવસમાં સ્નેચિંગ શરૂ કર્યું, આઈ ફોન સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    સુરત ક્રાઈમ બ્રાન્ચે લિંબાયત વિસ્તારના રીઢા ગુનેગાર સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ભેસ્તાન આવાસ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પાસા હેઠળની સજા પૂરી કરી જેલમાંથી મુક્ત થયાના માત્ર 20 જ દિવસમાં આરોપીએ ફરી સ્નેચિંગનું નેટવર્ક શરૂ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો. મોર્નિંગ વોકર્સને બનાવતો નિશાન આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે વહેલી સવારે જ્યારે લોકો કસરત કે મોર્નિંગ વોક માટે નીકળતા ત્યારે સક્રિય થતો હતો. તે ખાસ કરીને એકલા ચાલતા સ્ત્રી-પુરુષોની રેકી કરતો અને તક મળતા જ પોતાની બ્લુ કલરની એક્સેસ મોપેડ પર પુરઝડપે આવી સોનાની ચેઈન કે મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતો હતો. તેની ધરપકડથી પાલ, અડાજણ અને અશ્વિનીકુમાર વિસ્તારના ૪ નવા સ્નેચિંગના ગુનાઓ સહિત કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. 3 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી હાઈ-પ્રોફાઈલ ચોરીની ચીજવસ્તુઓ સહિત કુલ ₹3,38,545ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુનાહિત ઇતિહાસ અને કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચના એસીપી કિરણ મોદીના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ ઉધના, અડાજણ અને ગોડાદરામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેના વિરુદ્ધ અગાઉ 6 ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં નવા 4 ગુનાઓનો ઉમેરો થયો છે. આરોપી જેલમાંથી બહાર આવ્યા બાદ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખતા તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં સુરત પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે તેને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આરોપી પર ટપલીદાવ, VIDEO:SBIમાં 50 લાખની લૂંટમાં ઘોર બેદરકારી, 35 વર્ષ જૂની હત્યામાં લવ ટ્રાયેંગલ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભાંડો ફોડ્યો
    Next Article
    ભરૂચમાં હિટ સ્ટ્રોકના કેસમાં 20% વધારો:તાપમાન 42 ડિગ્રી પાર, તબીબોએ સાવચેતી રાખવા ચેતવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment