Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરણા પર બેઠેલા રાહુલને પોલીસ ઉપાડીને લઈ ગઈ, VIDEO:PM આવાસ બહાર પ્રદર્શનમાં સામેલ પ્રિયંકા-અખિલેશ પણ અટકાયતમાં; શિક્ષણ મંત્રી પ્રધાનને હટાવવાની માગ

    2 days ago

    પેપર લીક કેસમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વડાપ્રધાનના રાજીનામાની માગને લઈને પીએમ આવાસ પાસે ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીને પોલીસ ઉપાડીને લઈ ગઈ. જેવી પોલીસ રાહુલને ઉપાડવા આવી, રાહુલ જમીન પર સૂઈ ગયા. આના પર પોલીસ કર્મચારીઓ તેમને હાથ-પગથી પકડીને ઉપાડીને લઈ ગયા. કોંગ્રેસના અનેક નેતાઓ દિલ્હીમાં પીએમ આવાસ પાસે મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યાથી ધરણા પર બેઠા હતા. ધરણા પર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ નેતાઓ હાજર હતા. રાહુલને મળવા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પહોંચ્યા હતા આ પહેલા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓ સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પહોંચ્યા. રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા પછી તેઓ ગૃહ મંત્રી અમિત શાહ પાસે ગયા. શાહ સાથે વાતચીત કર્યા પછી તેમણે ફરીથી રાહુલ સાથે વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે રાહુલ ગાંધીની માગ હતી કે NEET પર સંસદમાં ચર્ચા થાય. રાહુલની આ માગ માની લેવામાં આવી હતી. પરંતુ રાહુલ પોતાની વાતથી ફરી ગયા. તેઓએ કહ્યું- હવે અમારી બે માંગણીઓ છે. પહેલી- NEET પર સંસદમાં ચર્ચા, બીજી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. ગૃહ સચિવે રાહુલને કહ્યું- આ જગ્યા ધરણા માટે અનુકૂળ નથી, આના પર રાહુલે કહ્યું- આ પણ મારી મરજી છે જ્યાં ઇચ્છું ત્યાં બેસું. અહીં, ધરણા સ્થળ પર કોંગ્રેસ કાર્યકરો 'પીએમ અને ગૃહમંત્રી રાજીનામું આપો'ના નારા લગાવી રહ્યા છે. પ્રદર્શન વચ્ચે અહીં પોલીસે પંજાબના પૂર્વ CM ચરણજીત ચન્ની અને ઘણા કાર્યકરોની અટકાયત કરી છે. કોંગ્રેસનું આ પ્રદર્શન ખૂબ જ સીક્રેટ રહ્યું. રાહુલ સહિત તમામ નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ઘરેથી પીએમ આવાસ સુધી પગપાળા માર્ચ કરીને પહોંચ્યા. જ્યારે આ લોકો 100 મીટર દૂર હતા ત્યારે મીડિયાને જાણકારી આપી. પીએમ આવાસ નજીક કોંગ્રેસના પ્રદર્શનની 7 તસવીરો… બપોરે 3:30 વાગ્યે બપોરે 3:38 વાગ્યે બપોરે 4:00 વાગ્યે સાંજે 4:10 વાગ્યે સાંજે 4:25 વાગ્યે સાંજે 4:30 વાગ્યે સાંજે 5:17 વાગ્યે આજના મોટા અપડેટ્સ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું અને પીએમ આવાસ પર કોંગ્રેસના પ્રદર્શનના ક્ષણે-ક્ષણના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Nepal reference, Pak ‘link’, and opposition conspiracy theories: How TV anchors spun the July 20 march
    Next Article
    Editor's View: હિન્દુ-મુસ્લિમ રાજનીતિની 'એક્સપાયરી ડેટ' પૂરી?:આ 7 વાતોથી સરકારના ટાંટિયા ધ્રુજ્યા, મણિપુરથી મોરબી સુધી રોષ, 12 વર્ષ બાદ જનતા જંગે ચઢી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment