Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મોંઘવારીમાં ઘર ચલાવવું કે હપ્તા ભરવા', VIDEO:CNGના ભાવ વધતા સુરતમાં રિક્ષાચાલકોની હડતાળ, રિક્ષાઓ અટકાવીને ઉતારી દેવાતા વિદ્યાર્થિનીઓ-મુસાફરો રઝળ્યાં

    9 घंटे पहले

    સુરત શહેરમાં સીએનજી (CNG) ગેસના ભાવમાં ભાવ વધારાના વિરોધમાં આજે 1 જૂને સવારથી જ ઔદ્યોગિક અને પરપ્રાંતિય બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ઓટો રિક્ષા ચાલકોએ અચાનક જ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.CNG મોંઘો થતાં જ રિક્ષાચાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે ડિંડોલી, સાઈ પોઈન્ટ અને મીઠાલાલ ફાટક જેવા વ્યસ્ત વિસ્તારોમાં પરિવહન સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. આ હડતાળ દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના એ સામે આવી કે, હડતાળમાં સામેલ ન થયેલા અને મુસાફરોને લઈને પસાર થઈ રહેલા સાથી રિક્ષાચાલકોને આંદોલનકારીઓએ રસ્તા વચ્ચે જ રોક્યા હતા.રિક્ષાની અંદર બેઠેલા શાળાના બાળકો, મહિલાઓ અને અજાણ્યા મુસાફરોને ઓટોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. 100થી વધુ રિક્ષાચાલકો મેદાને, ભાડામાં 5 રૂપિયા વધારાની માંગ ડિંડોલી વિસ્તારમાં સવારથી જ 100થી 150 રિક્ષાચાલકો એકત્રિત થઈ ગયા હતા અને ચકકાજામ જેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી.રિક્ષાચાલકોની સ્પષ્ટ માંગ છે કે સીએનજીના ભાવ વધારા સામે મુસાફરો દીઠ (પર પેસેન્જર) ભાડામાં તાત્કાલિક ધોરણે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે.રિક્ષા એસોસિએશન અને સ્થાનિક ચાલકોના જણાવ્યા મુજબ, હાલમાં જે વિસ્તારોમાં 3થી 4 કિલોમીટરના અંતર માટે 15 રૂપિયા લેવામાં આવે છે,ત્યાં હવે 20 રૂપિયા ભાડું વસૂલવાની મંજૂરી મળવી જોઈએ. રિક્ષાચાલકોનું દર્દ છલકાયું આ આંદોલનમાં અગ્રેસર રહેલા સ્થાનિક રિક્ષાચાલક ઠાકુર રતનસિંહે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "સીએનજીમાં સતત ચારથી પાંચ રૂપિયા વધી ગયા છે, સાથે જ એન્જિન ઓઇલ અને સ્પેરપાર્ટ્સના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આ સ્થિતિમાં 15 રૂપિયાના જૂના ભાડામાં અમને બિલકુલ પોસાતું નથી. આખો દિવસ વૈતરું કરીએ તો પણ ઘરનો ગુજારો થતો નથી કે નથી ગાડીના બેંક હપ્તા ભરાતા. અમે કોઈ હિંસા કરવા નથી માંગતા, અમે તો માત્ર શાંતિપૂર્વક વિનંતી કરીને તમામ રિક્ષાવાળાઓને આજના દિવસ પૂરતી હડતાળમાં જોડાવા અને ન્યાય મેળવવા અપીલ કરી રહ્યા છીએ." 'આખો દિવસ રિક્ષા દોડાવવા છતાં 500 રૂ. નથી બચતા' પ્રજાપતિએ પોતાની આપવીતી સંભળાવતા ભારે હૈયે કહ્યું હતું કે, "માત્ર ગેસ જ નહીં, ગેરેજમાં જઈએ તો ફોરમેનનો ચાર્જ વધી ગયો છે અને ઓઇલના ડબ્બાના ભાવ પણ વધી ગયા છે. આ મોંઘવારી વચ્ચે આખો દિવસ રિક્ષા ચલાવ્યા પછી પણ સાંજે 500 રૂપિયા ઘરે લઈ જવા મુશ્કેલ બને છે. તેમાંથી અમારે પરિવારનું પેટ ભરવું, બાળકોની ફી ભરવી કે ચાર-ચાર હજાર રૂપિયા રિક્ષાનું ભાડું અને ડિપોઝિટ ચૂકવવી? જો સરકાર કે જનતા મુસાફરી દીઠ પાંચ રૂપિયાનો સામાન્ય વધારો નહીં સ્વીકારે, તો અમારા પરિવારો ભૂખે મરવાની નૌબત આવી જશે." હડતાળના કારણે વિદ્યાર્થીઓ-નોકરિયાતો તડકામાં અટવાયા આ અચાનક આવેલી આફતને કારણે સુરતના રોજિંદા મુસાફરો, ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો અને ખાસ કરીને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારની સવારે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કે નિયમિત વર્ગો માટે નીકળ્યા હતા,ત્યારે જ વાહન ન મળવાને કારણે તેઓ રસ્તા પર રઝળી પડ્યા હતા. હડતાળના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.પબ્લિક ટ્રાન્સપોર્ટના અન્ય સાધનો મર્યાદિત હોવાથી લોકો કલાકો સુધી રસ્તાના કિનારે ઊભા રહીને વૈકલ્પિક વ્યવસ્થાની શોધમાં ભટકતા નજરે પડ્યા હતા. સ્કૂલે જતી વિદ્યાર્થિનીઓને અધવચ્ચે ઉતારી દેવાતા રોષ આ વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા નેવે મૂકાઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.નવાગામ સ્થિત શાળામાં ભણતી સીમા નામની એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે,અમે સવારે સમયસર સ્કૂલ જવા માટે રિક્ષામાં બેઠા હતા.અમને પહેલેથી જ મોડું થઈ રહ્યું હતું,ત્યાં અચાનક આ આંદોલનકારીઓએ અમારી રિક્ષા રોકી લીધી.રિક્ષાવાળા સાથે ઝઘડો કરીને અમને કાળઝાળ તડકામાં જ રસ્તા પર અધવચ્ચે ઉતારી દીધા.અમારી સ્કૂલ અહીંથી ઘણી દૂર છે,હવે આ હડતાળના કારણે અમે સ્કૂલે જઈ શકીશું નહીં અને અમારો અભ્યાસ બગડશે. રેલવે સ્ટેશને જતા મુસાફરો પણ અટવાયા અન્ય એક મહિલા મુસાફર પ્રીતિ શાહે પણ આશ્ચર્ય અને આક્રોશ સાથે જણાવ્યું કે,અમે ડિંડોલીથી રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા.અમને આ હડતાળ વિશે કોઈ જ માહિતી નહોતી. રસ્તામાં કેટલાક લોકોએ આવીને અમને બળજબરીથી ઉતારી દીધા, હવે ટ્રેન છૂટી જવાનો ભય સતાવી રહ્યો છે. રિક્ષાઓ પર નવા ભાવપત્રકો લાગ્યા સ્થિતિ વધુ તંગ ત્યારે બની જ્યારે અનેક રિક્ષાચાલકોએ કોઈ સત્તાવાર મંજૂરી વિના જ પોતાની રિક્ષાઓ પાછળ જાતે બનાવેલા નવા ભાવ પત્રકો (રેટ કાર્ડ) લગાવી દીધા છે. આ ભાવ પત્રકોમાં એરિયા અને અંતર પ્રમાણે કયા રૂટ પર કેટલો વધારો કરવામાં આવ્યો છે તેનું સ્પષ્ટ લખાણ લખવામાં આવ્યું છે. રિક્ષાચાલકો મક્કમ છે કે તેઓ નવા વધેલા ભાવ સાથે જ રિક્ષા ચલાવશે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતા પહેલેથી જ મોંઘવારીથી પીડિત હોવાથી આ ભાવવધારો સ્વીકારવા તૈયાર નથી. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ મધ્યસ્થતા કે યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સુરતના આ ઔદ્યોગિક વિસ્તારોમાં મુસાફરો અને રિક્ષાચાલકો વચ્ચે ઘર્ષણ અને વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સારાના બોયફ્રેન્ડ બન્યો વિશાલ વશિષ્ઠ!:કિડનેપિંગ અને કિસિંગ સીન પર આયુષ્માને કહ્યું- જે કરવું હોય તે ખુલ્લેઆમ કર, સીન મજેદાર બનવો જોઈએ
    Next Article
    સિદ્ધપુરમાં સરસ્વતી નદી પુનર્જીવન, બીજા તબક્કાની કામગીરી શરૂ:19 કરોડના ખર્ચે ફેબ્રુઆરી 2027 સુધીમાં પૂર્ણ થશે, જળસંચય-પ્રવાસનને વેગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment