Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટ મોડી પડતા મુસાફરોનો હોબાળો, VIDEO:AC બંધ હોવાથી 3 કલાક લેટ, રિટર્ન ફ્લાઈટ પર લેટ ઉપડશે

    4 days ago

    એર ઇન્ડિયાની દિલ્હીથી રાજકોટની ફ્લાઇટમાં AC બંધ થવાની સાથે ટેકનીકલ ખામી સર્જાઈ હતી અને તેને કારણે ફ્લાઇટ 3 કલાક મોડી પડતા હવાઈ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. જેમાં ક્રૂ મેમ્બર સમક્ષ મુસાફરોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેના વીડિયો પણ વાયરલ થયા છે. 3 ક્લાક ફ્લાઈટ મોડી પડતા મુસાફરોએ રોષ ઠાલવ્યો દિલ્હીથી રાજકોટ સાંજના સમયે આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કોઈ ટેક્નિકલ કારણોસર સમયસર ઉપડી શકી ન હતી.જેના કારણે મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. કેટલાક મુસાફરો એરલાઈન્સ સ્ટાફ સાથે ઉગ્ર બોલચાલી કરતા જોવા મળ્યા હતા. જેના વીડિયો પણ વાઈરલ થયા છે. જેમાં ફ્લાઈટમાં એસી બંધ હોવાની ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે. ભારે હોબાળા બાદ ફ્લાઈટ 3 કલાક મોડી ઉપડી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી રિટર્ન દિલ્હી જતી ફ્લાઈટ પણ મોડી પડશે દિલ્હીથી સાંજે 5.30 વાગ્યે પ્રસ્થાન કરી 7.20 વાગ્યે રાજકોટ પહોંચતી ફ્લાઇટ AI 2537 આજે 10.49 વાગ્યા આસપાસ પહોંચશે.અને દૈનિક રાજકોટથી રાત્રે 8 વાગ્યે પ્રસ્થાન કરી 9.55 વાગ્યે દિલ્હી પહોચતી AI 2538 ફ્લાઇટ પણ મોડી પડશે.જેને કારણે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા માગતા મુસાફરો પણ પરેશાન જોવા મળ્યા હતા. ફ્લાઈટમાં AC બંધ હોવાની ચર્ચા વાયરલ થયેલા વીડિયોમાં એક હવાઈ મુસાફર અન્ય મુસાફરોને પૂછી રહ્યા છે કે શું એર કંડીશન ચાલુ થઈ ગયું? તો મુસાફરો જવાબ આપી રહ્યા છે કે ના એસી ચાલુ થયું નથી. આમ છતાં પણ કપ્તાન દ્વારા ફ્લાઈટ ઉડાન માટેનું ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું હતુ. જેથી અમૂક મુસાફરો કહી રહ્યા છે કે, ફ્લાઈટમાં ખામી હોવાથી અમને બીજું એરક્રાફટ આપો.
    Click here to Read More
    Previous Article
    જામનગર મ્યુનિસિપલ એમ્પ્લોઇઝ મંડળીના નવા હોદ્દેદારોની વરણી:જયવીરસિંહ રાણા પ્રમુખ, જય પુરોહિત ઉપપ્રમુખ સર્વાનુમતે નિયુક્ત
    Next Article
    ભાવનગર જિલ્લાના મોટાભાગના CSC કેન્દ્રોમાં આ સ્થિતિ:CSCના આઉટસોર્સ કર્મચારીઓની 6 મહિનાથી પગારથી વંચિત, વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment