Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લાના મોટાભાગના CSC કેન્દ્રોમાં આ સ્થિતિ:CSCના આઉટસોર્સ કર્મચારીઓની 6 મહિનાથી પગારથી વંચિત, વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોષ

    4 days ago

    ભાવનગર જિલ્લામાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ના આઉટસોર્સ કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી પગાર ન મળવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હોવા છતાં, તંત્ર દ્વારા માત્ર એકબીજા પર જવાબદારીઓનું ઠીકરું ફોડવામાં આવતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ​પગાર મુદ્દે રજૂઆત કરવા માટે ભાવનગરના વિવિધ CSC કેન્દ્રોના કર્મચારીઓ, જેમાં ઘોઘાના મહેશ જેઠવા અને વિજય સોલંકી સહિતના અસંખ્ય કર્મચારીઓ RDD કચેરીએ પહોંચ્યા હતા, કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તેઓ આ મુદ્દે જિલ્લા કલેક્ટર, DDO અને RDD કચેરીએ જાય છે, ત્યારે તેમને કોઈ નક્કર જવાબ મળવાને બદલે માત્ર એકબીજાની કચેરીના ધક્કા ખવડાવવામાં આવે છે RDD કચેરીએ તેમને જણાવ્યું હતું કે કાગળિયાં એજન્સીને મોકલી દેવાયા છે, જ્યારે અન્ય અધિકારીઓ પણ હાથ અધ્ધર કરી રહ્યા છે, ​આ સમસ્યા માત્ર એક કેન્દ્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભાવનગર જિલ્લાના મોટાભાગના CSC કેન્દ્રોમાં આ સ્થિતિ છે જેમાં મુખ્યત્વે નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે ​સિહોર, ઘોઘા, વરતેજ, કોળિયાક, દાઠા, તળાજા, મહુવા, વલ્ભીપુર અને ઉમરાળા. ​લાંબા સમયથી પગાર ન મળતા અને અધિકારીઓની ઉદાસીનતાથી કંટાળી ગયેલા કર્મચારીઓએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો તાત્કાલિક ધોરણે પગાર પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો તેઓ તમામ કામગીરીથી અળગા થઈ જશે અને તમામ કર્મચારીઓ સાથે મળીને હડતાળ પર ઉતરશે...
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટ મોડી પડતા મુસાફરોનો હોબાળો, VIDEO:AC બંધ હોવાથી 3 કલાક લેટ, રિટર્ન ફ્લાઈટ પર લેટ ઉપડશે
    Next Article
    Coforge The IT Outlier? Brokerages Slash Target Price For TCS, Infosys And Others

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment