Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં યુવતીની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં ‘મેથીપાક’, VIDEO:6 યુવકોએ ભેગા મળી લાતો-મુક્કાનો વરસાદ કર્યો, છેડતીખોરે એફિડેવિટ કરી માફી માંગી

    7 hours ago

    શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક યુવતીની છેડતી કરવાના મામલે રોષે ભરાયેલા સ્થાનિક યુવકોએ છેડતીખોરને પકડી પાડી જાહેરમાં જ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉત્રાણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્લેટિનમ પોઈન્ટ પાસે મધરાતે હંગામો મોટા વરાછાના સુદામા ચોક નજીક આવેલા પ્લેટિનમ પોઈન્ટ પાસે ગત રાત્રે આશરે 12:30 વાગ્યે આ ઘટના બની હતી. આરોપ છે કે, એક યુવકે યુવતીની છેડતી કરી હતી, જેનાથી સ્થાનિક યુવકોનો પિત્તો ગયો હતો. 4થી 5 યુવકોએ આ છેડતીખોર શખ્સને ઘેરી લીધો હતો અને રોડ પર જ તેની ધોલાઈ શરૂ કરી દીધી હતી. મધરાતે સર્જાયેલા આ દ્રશ્યો જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લાતો-મુક્કાનો વરસાદ અને માફીનામું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આશરે છ જેટલા શખ્સો છેડતી કરનાર યુવક પર તૂટી પડ્યા છે. તેને લાકડીઓ અને લાતો-મુક્કા વડે નિર્દયતાથી ફટકારવામાં આવી રહ્યો છે. યુવક સતત માફી માંગતો હોવા છતાં લોકોનો રોષ શાંત થતો નહોતો. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા અને છેડતી કરનાર યુવક પાસે એફિડેવિટ કરાવી લેખિતમાં માફી મંગાવવામાં આવી હતી, જેથી પોલીસ ફરિયાદ ટાળી શકાય. કાયદો હાથમાં લેવો ભારે પડશે: ઉત્રાણ પોલીસ ભલે પક્ષકારોએ અંદરોઅંદર એફિડેવિટ કરીને સમાધાન કરી લીધું હોય, પરંતુ 'લાઈવ ધોલાઈ'નો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, કોઈપણ સંજોગોમાં નાગરિકો આ રીતે કાયદો હાથમાં લઈ શકે નહીં. વીડિયોમાં દેખાતા તમામ યુવકો અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક વલણ અપનાવવાના સંકેત આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બાબરામાં સમાધાનના બહાને બોલાવી હત્યા કરનારા ઝડપાયા:સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો, 10 શખસ તલવાર અને પાઈપો લઈ તૂટી પડ્યા
    Next Article
    US Mayor Fires Town's Entire Police Department For Upsetting His Wife

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment