Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતનું ઉધના સ્ટેશન બન્યું ‘મિની ઈન્ડિયા’, VIDEO:12 કલાકમાં 7 ટ્રેનથી 18 હજારથી વધુ મુસાફરોએ વતનની વાટ પકડી, વધારાના 6 ટિકિટ કાઉન્ટર શરૂ

    23 hours ago

    સુરત શહેરમાં ઉનાળુ વેકેશનનો સત્તાવાર પ્રારંભ થતા જ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકોએ પોતાના વતન જવાની દોડ લગાવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનોમાં કીડીયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવાર રાતથી જ ઉધના સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જેને કાબૂમાં લેવા માટે રેલવે તંત્રએ લોખંડી બંદોબસ્ત સાથે એક્શન પ્લાન અમલી બનાવ્યો હતો. 12 કલાકમાં સાત ટ્રેન મારફતે 18000 થી વધુ મુસાફરો પોતાના વતન રવાના થયા છે. રેલવે સ્ટેશન પર લોખંડી બંદોબસ્ત મુસાફરોના ભારે ધસારાને જોતા ઉધના રેલવે સ્ટેશન છાવણીમાં ફેરવાયું હતું. રવિવાર રાતથી જ અંદાજે 15 હજારથી વધુ મુસાફરો સ્ટેશન પરિસરમાં પડાવ નાખીને બેસી ગયા હતા. ભીડને લીધે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 400 જેટલા RPF અને GRPના જવાનોને પ્લેટફોર્મ અને પ્રવેશદ્વાર પર તૈનાત કરાયા હતા. આ ઉપરાંત, 70 જેટલા ટિકિટ ચેકિંગ સ્ટાફને વ્યવસ્થા જાળવવા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સ્ટેશનની બહાર ખાસ હોલ્ડિંગ એરિયા અને વિશાળ પંડાલ બનાવી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, જેથી મુસાફરો તબક્કાવાર પ્લેટફોર્મ પર પ્રવેશે. 12 કલાકમાં 7 સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ મુસાફરોની સુવિધા માટે રેલવેએ વહેલી સવારે 5 વાગ્યાથી જ ટ્રેનોનું સંચાલન શરૂ કરી દીધું હતું. માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં નિયમિત અને સ્પેશિયલ મળી કુલ 7 ટ્રેનો રવાના કરવામાં આવી હતી. નિયમિત ટ્રેનોમાં ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત, અંત્યોદય અને તાપ્તીગંગા એક્સપ્રેસ, સ્પેશિયલ ટ્રેનોમાં મધુબની, હસનપુર, દુર્ગાપુર, સમસ્તીપુર અને જયનગર માટે 3 ખાસ ટ્રેનો હતી. સ્ટેશન પર ટિકિટ માટે લાંબી લાઈનો ન લાગે તે માટે રેલવે દ્વારા વધારાના 6 ટિકિટ કાઉન્ટર તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યા હતા. હાઈ-ટેક વોર રૂમથી સીધું મોનિટરિંગ ભીડ નિયંત્રણ માટે પશ્ચિમ રેલવે દ્વારા પ્રથમવાર અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લેવાયો છે. હેડક્વાર્ટર ખાતે ખાસ 'વોર રૂમ' તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (GM) રામાશ્રય પાંડેએ આ વોર રૂમ દ્વારા સ્ટેશનના ખૂણેખૂણાનું સેકન્ડ-ટુ-સેકન્ડ લાઈવ મોનિટરિંગ કર્યું હતું. આ વ્યવસ્થા સીધી દિલ્હી રેલવે મંત્રાલય સાથે જોડાયેલી હોવાથી કેન્દ્રીય અધિકારીઓ પણ સુરતની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો પર ઉચ્ચ અધિકારીઓનો મોરચો માત્ર CCTV જ નહીં, પરંતુ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ જાતે મેદાનમાં ઉતર્યા હતા. ADRM, DCM અને RPFના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર સહિતના કાફલાએ ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહી મોરચો સંભાળ્યો હતો. મુસાફરોને લાઈનબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવાથી લઈને પીવાના પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓની જાળવણી માટે તંત્ર ખડેપગે જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 67.10% મતદાન:સૌથી વધુ નેત્રંગ તાલુકામાં 68.08%, સૌથી ઓછું ભરૂચ તાલુકામાં 51.32%
    Next Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં સાંજે 5વાગ્યા સુધીમાં સરેરાશ 59.25% મતદાન; 838 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment