Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 67.10% મતદાન:સૌથી વધુ નેત્રંગ તાલુકામાં 68.08%, સૌથી ઓછું ભરૂચ તાલુકામાં 51.32%

    1 day ago

    ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે લોકશાહીનો ઉત્સવ પૂરજોશમાં ઉજવાઈ રહ્યો છે, જેમાં સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 67.10% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 348 બેઠકો માટે 10.86 લાખથી વધુ મતદારો આજે પોતાના પ્રતિનિધિઓનું ભાવિ નક્કી કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા 1353 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ કરી શકાય. મતદાનના આ મહાપર્વમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક અવરોધો પણ જોવા મળ્યા હતા. 97 વર્ષીય ઈબ્રાહિમ આદમભાઈ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મતદાન કરી લોકશાહીની જ્યોત જગાવી હતી, તો બીજી તરફ વોર્ડ નં. 2માં EVMમાં ટેકનિકલ ખામી અને ઇકરા બૂથ પર વીજળી ગુલ થવાથી મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં કેટલાક મતદારોએ અંધારામાં ટોર્ચના પ્રકાશમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત, નવા તવરા ગામના ગ્રામજનોએ મતદાન મથકના વધુ અંતરને લઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તમામ ઘટનાઓ વચ્ચે ભરૂચ તાલુકાના ત્રાલસા કોઠી ગામની સીમમાંથી ગ્રામજનોની સતર્કતાથી દારૂ ભરેલી કાર પકડાતા ચૂંટણીના માહોલમાં સુરક્ષા અને ચોકસાઈ અંગેની ચર્ચા પણ તેજ બની હતી.
    Click here to Read More
    Previous Article
    સાંજના 5 વાગ્યા સુધીમાં 58.07 ટકા મતદાન:20 સોસાયટીના રહીશો ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા; સાંજના સમયે પણ મતદારોની લાગી કતારો
    Next Article
    સુરતનું ઉધના સ્ટેશન બન્યું ‘મિની ઈન્ડિયા’, VIDEO:12 કલાકમાં 7 ટ્રેનથી 18 હજારથી વધુ મુસાફરોએ વતનની વાટ પકડી, વધારાના 6 ટિકિટ કાઉન્ટર શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment