Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલાની ગુમ થયેલી યુવતીનો ચોંકાવનારો VIDEO VIRAL:'મેં મારી મરજીથી મુહિસ સાથે લગ્ન કર્યા છે, અમને કઈ પણ થશે તો જવાબદારી મારા પરિવારની'

    5 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવતીના ગુમ થયા બાદ સર્જાયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી પોતે મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. ઘટનાની પૃષ્ઠભૂમિ પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલાની નેહા પરમાર નામની યુવતી અંદાજે 10 દિવસ પૂર્વે સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી સંપર્ક ન થતા અને યુવતી પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વાયરલ વીડિયો અને યુવતીનો દાવો યુવતી ગુમ થવાના મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે નેહા પરમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે મુહિસ ફિરાણી નામના યુવક સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે. તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી અને તે સુરક્ષિત છે. પરિવાર અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને પોલીસ કેસને તેણે અયોગ્ય ગણાવ્યા છે. યુવતીની સ્પષ્ટતા નેહાએ વીડિયોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તેને, તેના પતિ મુહિસને કે તેના સાસરી પક્ષને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે અથવા ધમકી આપવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પિયર પક્ષ (પરિવાર) ની રહેશે. તેણે હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોના સમર્થનનો ઉલ્લેખ કરીને અપીલ કરી છે કે આ મામલે કોઈને પણ હેરાન કરવામાં ન આવે. માતાપિતા પર યુવતીનો આક્ષેપ "હેલો, વર્ષ દિવસથી મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી મોઈઝ સાથે રિલેશનશિપમાં છું અને નાઉ હવે એ લોકો એવું બહાનું કાઢે છે કે, એ લોકો જાણતા નથી,હકીકતમાં એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મોઈઝ સાથે જ હતી અને એ વર્ષ દિવસના ટાઇમમાં મને ઘરમાં ત્રણથી ચાર મહિના સુધી પૂરીને રાખી હતી. મને બહાર જવા નોતા દેતા, ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા. અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા, ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે 'અમે ત્રણ મહિના પહેલા લગ્ન કરી લીધા છે' યુવતી સાથે લગ્ન કરના મોઇઝે વીડિયો દ્વારા નિવેદન આપતા કહ્યું કે,- અમે ઓલરેડી ત્રણ મહિનાથી લગ્ન કરી લીધા છે, એની ફેમિલીને ભી ખબર હતી. ખબર નહીં કે આ ત્રણ મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનું ગ્રુપ છે કે કોઈ ભી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ મારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે એ અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા.અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા ત્રણ મહિનાથી સાથે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી કે અમને આવી ને આવી રીતના જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ધન્યવાદ." સ્થાનિક પ્રતિસાદ અને પોલીસ કાર્યવાહી આ ઘટનાને પગલે રાજુલામાં હિંદુ સંગઠનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.એક અઠવાડિયાની અંદર હિંદુ સમાજની ચાર દીકરીઓ લવ જેહાદનો શિકાર બનતા ચિંતા પ્રસરી છે. વીડિયોની સત્યતા તપાસતી પોલીસ જ્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે. હાલ પોલીસ આ વીડિયોની સત્યતા તપાસી રહી છે અને યુવતીના નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી રહી છે. વીડિયોની સત્યતા તપાસતી પોલીસ જ્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે. હાલ પોલીસ આ વીડિયોની સત્યતા તપાસી રહી છે અને યુવતીના નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે':'સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે', રાજકોટ કડવા પાટીદાર સંમેલનમાં રૂપાલા
    Next Article
    વામૈયામાં ક્ષત્રિય-ઠાકોર સમાજનું સંમેલન રદ થતા બળદેવજી ઠાકોર નારાજ:કોઈનું નામ લીધા વિના કહ્યું- 'વ્યક્તિગત લાભ માટે સંગઠિત સમાજને તોડવાનું ષડયંત્ર, સંમેલન કોઈ સમાજ સામે નહોતું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment