Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વામૈયામાં ક્ષત્રિય-ઠાકોર સમાજનું સંમેલન રદ થતા બળદેવજી ઠાકોર નારાજ:કોઈનું નામ લીધા વિના કહ્યું- 'વ્યક્તિગત લાભ માટે સંગઠિત સમાજને તોડવાનું ષડયંત્ર, સંમેલન કોઈ સમાજ સામે નહોતું'

    5 days ago

    મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે પાટણના વામૈયા ગામે યોજાનાર ઠાકોર અને ક્ષત્રિય સમાજની સભા રદ થવા મામલે સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપતા વિવાદ વકર્યો છે. બળદેવજી ઠાકોરે કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપ કર્યા છે કે, કેટલાક લોકોએ પોતાના વ્યક્તિગત લાભ ખાતર સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક થઈ રહેલા ઠાકોર અને ક્ષત્રિય દરબાર સમાજને સંગઠિત થતા અટકાવવા માટે આ સભા મોફૂક રખાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંમેલન કોઈ સમાજની વિરુદ્ધમાં નહીં પરંતુ માત્ર સરકાર અને પાટણ પોલીસની કામગીરી સામે હતું. જેને રોકવા માટે રચાયેલું 'ષડયંત્ર' હવે ખુલ્લું પડી ગયું છે. આમ વામૈયાની ઘટના બાદ હવે ઠાકોર સમાજના બે દિગ્ગજ નેતાઓ આમને-સામને આવી જતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયા મારફતે પ્રતિક્રિયા આપી વીડિયો મારફતે તેમણે જણાવ્યું, વમૈયાની મેટરના 23 તારીખે જે સંમેલન મળવાનું હતું એ રબારી સમાજ સામે નહોતું. પાટણના કે ગુજરાતના કોઈપણ સમાજ સામે નહોતું. આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢીને કૃત્ય કર્યું હતું એની સામે હતું. ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે. કોના વરઘોડા નીકળે છે અને કોના નથી નીકળતા. પાટણની જે મેટર હતી. તેમાં વ્યક્તિગત ઝઘડા હતો એની સામે કોઈને વાંધો ના હોય. દરેક સમાજમાં આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જાહેરમાં વરઘોડો કાઢી જે બેરહેમીથી માર્યા હતા. એવી રીતે ગુજરાતમાં તમામ જગ્યાઓ પર પોલીસ આવા વરઘોડા કેમ કાઢતી નથી. કેમ એકજ સમાજના વરઘોડા કાઢે છે. સરકાર અને પોલીસ ફરીવાર આવી ભૂલના કરે એની માટેનું આ સંમેલન હતું. સમાજ એક થઈને એક ખાટલે બેસે એ ના થાય તે માટે ષડયંત્ર રચ્યું વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો. એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. ઉત્તર ગુજરાતમાં ઠાકોર, ક્ષત્રિય, દરબાર સમાજ એક થઈ રહ્યો હતો. એ સમાજ એક ના થાય ખાટલે સાથે ના બેસે એની એકતા તોડવા માટેનું ષડયંત્ર હતું એ આજે સતું થયું છે. કોણે કર્યું, કોણે નથી કર્યું એમાં મારે પડવું નથી. વામૈયાની મેટરથી ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય જ્યારે એક થતા હતા ત્યારે જે લોકોએ અટકાવવાની કામગીરી કરી છે એ ના કરવી જોઈએ. આ એક એવો મોકો હતો જેમાં ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય એક તાંતણે બંધાવવાના હતા. એ તાંતણે ના બંધાય એ મનસા મેલી હતી એ બહાર આવી છે. આ હતો સમગ્ર મામલો? ઝીલિયા ગામે મસ્તાની ગેંગના કુખ્યાત ભાર્ગવ અને ભાવેશ ઝીલિયાના ફાર્મ પર થયેલા ઘર્ષણ બાદ વામૈયા અને આસપાસના ગામના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ થઈ હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે યુવાનોને ઝીલિયા ફાર્મ પર લઈ જઈ ઉઠકબેઠક કરાવી વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગ કરી હતી ક્ષત્રિય સમાજની મુખ્ય માગ હતી કે, આ ઘટનામાં સંડોવાયેલા LRD કોન્સ્ટેબલ, ASI, PSIથી લઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સુધીના તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવે અને ભાર્ગવ અને ભાવેશ ઝીલિયા સામે પણ આવી જ કાર્યવાહીની માગ બાબતે વામૈયા ગામે ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો હતો. શનિવારે અલ્પેશ ઠાકોર સમાજના આગેવાનો સાથે SPને મળ્યા શનિવારે અચાનક ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી સાથે બેઠક કરી હતી. લગભગ પાંચેક કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં સમાજની માંગણીઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સહિતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં સમાજના આગેવાનોએ આયોજન કરાયેલ સંમેલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજુલાની ગુમ થયેલી યુવતીનો ચોંકાવનારો VIDEO VIRAL:'મેં મારી મરજીથી મુહિસ સાથે લગ્ન કર્યા છે, અમને કઈ પણ થશે તો જવાબદારી મારા પરિવારની'
    Next Article
    Parshottam rupala LIVE | ઉમિયાધામ સિદસર - ત્રિવેણી સમારોહ | Umiyadham | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment