Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પોલીસની હાજરીમાં જ છુટ્ટા હાથની મારામારી, VIDEO:પીડિતના લાલગેટ PI સામે ગંભીર આક્ષેપ, કહ્યું- જુગારના અડ્ડાની ફરિયાદ કરવા ગયા તો અમારી સાથે જ આરોપી જેવું વર્તન

    1 day ago

    સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. વરીયાવી બજાર વિસ્તારમાં રહેતી એક મધ્યમવર્ગીય મહિલાએ લાલગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ. જે. સોલંકી અને અન્ય 5થી 7 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર સમક્ષ લેખિતમાં ચોંકાવનારી ફોજદારી અરજી કરી છે. પીડિતા દ્વારા આક્ષેપ કરાયો છે કે, રક્ષક જ ભક્ષક બનીને ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ ચલાવતા અસામાજિક તત્વોનો પક્ષ લઈ રહ્યા છે અને પીડિત પરિવારને ખોટા કેસોમાં ફસાવી પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. આ સાથે જ જુગારનો અડ્ડો ચાલતો હોવાના અને પોલીસની હાજરીમાં થયેલા હુમલાનો વીડિયો પણ સામે આવ્યા છે. સમગ્ર વિવાદ જુગારના અડ્ડાની ફરિયાદથી શરૂ થયો અરજીકર્તા પુષ્પાબેન મનીષ જૈન (ઉં.વ. 35, રહે. મદારી વાડ, વરીયાવી બજાર, સુરત) ના જણાવ્યા અનુસાર, તેઓ કેટરર્સમાં નોકરી કરી પોતાના ચાર બાળકો અને માતા સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 24/06/2026ના રોજ તેમના ઘરની નજીક અસ્લમ બમ્બઈયા, વસીમ મેમણ, અફઝલ મેમણ, સલીક ભજીયો તથા અન્ય 10 શખસો અને 30થી 40 કિન્નરો ભેગા મળી ગેરકાયદેસર જુગારનો આંકડો ચલાવતા હતા. આ પ્રવૃત્તિને કારણે મહોલ્લામાં રોજ ઝઘડા અને ગાળાગાળી થતી હોવાથી પુષ્પાબેને તેઓને ટોક્યા હતા. જેનાથી ઉશ્કેરાઈને આ તત્વોએ મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાએ તાત્કાલિક 112 નંબર પર પોલીસ સહાય માંગી હતી પરંતુ, ઘટનાસ્થળે આવેલી પોલીસે જુગારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે અરજદાર મહિલાને જ ધમકાવીને મામલો દબાવી દીધો હતો. પોલીસ સ્ટેશનમાં ન્યાય ન મળ્યો, બહેન બેભાન થઈ ગઈ પીડિત મહિલાના જણાવ્યા મુજબ, તેઓ ન્યાયની આશાએ લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ, ત્યાં પોલીસે તેમની ફરિયાદ નોંધવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સામા પક્ષની વગને કારણે પોલીસે ઉલટાનું મહિલા અને તેમની સગી બહેનોને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી હતી. આ દરમિયાન મહિલાની મોટી બહેન સોનલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવા છતાં પી.આઈ. સાહેબે કોઈ તબીબી સારવાર કરાવી નહોતી. અંતે બહેન પોલીસ સ્ટેશનમાં જ બેભાન થઈ જતાં પીડિત પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર કરાવવી પડી હતી. ધમકી આપી ઘરમાં ઘૂસી સગીર બાળકને માર માર્યો અરજીમાં કરાયેલા સૌથી ગંભીર આક્ષેપ અનુસાર, તારીખ 7/7/2026ના રોજ રાત્રિના સમયે મોહસીન ઉર્ફે માયા અને અસ્લમ બમ્બઈયાએ મહિલાના ઘરે આવી છરી વડે હુમલો કર્યો હતો, જેમાં બચાવ કરવા જતાં મહિલાના બંને હાથ પર ઇજાઓ થઈ હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓ ડી.સી.પી. રાઘવ જૈન)ને ફોન પર જાણ કરાયા બાદ, તે જ રાત્રે 1 વાગ્યે લાલગેટ PI એચ. જે. સોલંકી પોલીસ વાન અને બે રિક્ષાઓમાં સ્ટાફ તથા સાદા કપડાના માણસો સાથે મહિલાના ઘરે ધસી આવ્યા હતા. ઘરમાં ઘૂસી ગંદી ગાળો આપી આતંક મચાવ્યો હતો. આ સમયે મહિલાનો 14 વર્ષનો દીકરો ઉત્સવ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારતો હોવાથી PI સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને સગીર બાળકને 6થી 7 તમાચા મારી દીધા હતા તેમજ તેનો ફોન ઝૂંટવીને વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો. લેડીઝ પોલીસ વિના મહિલાઓની અટકાયત કરી ધમકાવ્યા અરજીમાં વધુમાં જણાવાયું છે કે, રાત્રિના સમયે કોઈ લેડીઝ પોલીસ કર્મચારી હાજર ન હોવા છતાં પોલીસે અરજદાર મહિલા અને તેની બહેનના વાળ ખેંચીને ઘરની બહાર કાઢ્યા હતા અને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પી.આઈ.ની ઓફિસમાં લઈ જઈ પટ્ટો કાઢીને માર મારવાનો ભય બતાવવામાં આવ્યો હતો. પોલીસે ધમકી આપી હતી કે, અસ્લમ બમ્બઈયાનો ધંધો કેમ બંધ કરાવે છે? અને જો પોલીસ વિરુદ્ધ ક્યાંય પણ ફરિયાદ કરશે તો ચોરીના ખોટા કેસમાં ફસાવી, રિમાન્ડ મંજૂર કરાવીને વીજળીના ઝટકા આપશે તેમજ પાસા (PASA) હેઠળ જેલમાં ધકેલી દેશે. અંતે પોલીસે ડરાવી-ધમકાવીને મહિલા પાસે માફી મગાવી સવારે 5 વાગ્યે છોડી દીધી હતી. ઉચ્ચ કક્ષાએ ન્યાયની ગુહાર અને સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ પોલીસના આ કથિત દમનથી પીડિત મહિલા અને તેમનો પરિવાર અત્યંત ભયભીત છે. તેઓએ સુરત પોલીસ કમિશનર ઉપરાંત આ મામલે સચિવ (કાયદો અને વ્યવસ્થા - ગૃહ વિભાગ, ગાંધીનગર), ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ નકલ રવાના કરી ન્યાયની માંગ કરી છે. મહિલાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જો લાલગેટ પોલીસ સ્ટેશનના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસવામાં આવે તો પી.આઈ. અને તેમના સ્ટાફ દ્વારા આચરવામાં આવેલી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અત્યાચાર સામે આવી જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ ધમકીથી ફફડી ગયેલી મહિલા પોતાના બાળકોની સુરક્ષાને ખાતર 5 દિવસ સુધી ઘર છોડીને બહાર આશરો લેવા મજબૂર બની હતી. પીડિત મહિલાએ સુરત પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત અરજી આપીને સવાલ કર્યો છે કે, જે રક્ષક છે એ જ જો ભક્ષક બનીને ઘરમાં આવીને મારતા હોય અને ધમકાવતા હોય, તો અમારે ક્યાં જવું? અમે કયા ગુનેગાર છીએ? મહિલાએ પોતાના 14 વર્ષના દીકરાને ન્યાય અપાવવા અને કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર અરજી બાદ સુરત પોલીસ પ્રશાસન દ્વારા લાલગેટ પી.આઈ. સામે કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    ચારણકા સોલાર પાર્કમાં કેબલ વાયરની ચોરી:લેમ્કો કંપનીમાંથી ₹1.05 લાખના વાયર ચોરાયા, 3 આરોપી ઝડપાયા
    Next Article
    Azam Khan की Jauhar University के लिए जान देने को तैयार छात्र! Mohammad Ali Jauhar | Rampur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment