Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારણકા સોલાર પાર્કમાં કેબલ વાયરની ચોરી:લેમ્કો કંપનીમાંથી ₹1.05 લાખના વાયર ચોરાયા, 3 આરોપી ઝડપાયા

    2 days ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે આવેલી લેમ્કો સોલાર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ₹1.05 લાખના કોપર કેબલ વાયરની ચોરી થઈ છે. આ મામલે સાંતલપુર પોલીસે ચારણકા ગામના જ ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોલાર પ્લેટના કોપર કેબલ વાયર કાપીને ચોરી કરી ગયા મોગલ સિક્યોરીટીના સંચાલક પ્રવિણદાન નાગદાન હમીરદાન ગઢવીએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, કંપનીના પોઇન્ટ નંબર 01 અને 02 પરથી અજાણ્યા ચોર ઇસમો સોલાર પ્લેટના કોપર કેબલ વાયર કાપીને ચોરી કરી ગયા હતા. કુલ ₹1,05,000ની કિંમતના વાયરની ચોરી રાત્રિ ફરજ પર રહેલા સિક્યોરીટી ગાર્ડ રતીરામ અને રબારી લક્ષ્મણભાઇએ વહેલી સવારે ઈન્વર્ટર ચાલુ ન થતાં તપાસ કરતા કેબલ વાયર કપાયેલા હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરાયેલા માલમાં POLYCAB 4 SQ.MM કંપનીનો આશરે 1000 મીટર કોપર કેબલ વાયર કિંમત ₹60,000 અને RAVIN 95 SQ.MM કંપનીનો આશરે 30 મીટર કોપર કેબલ વાયર કિંમત ₹45,000 મળી કુલ ₹1,05,000 ની મત્તાનો સમાવેશ થાય છે. કંપનીના મેનેજર સુનીલકુમાર બ્રિજેંદ્રસિંહ સારસ્વતે આ અંગે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી ફરિયાદ નોંધી પોલીસે આ ચોરીના બનાવ અંગે તપાસ કરતા ચારણકા ગામના ઇશ્વરભાઇ તેજાભાઇ કોલી અને ગોવિંદભાઇ પુનાભાઇ કોલીને કેબલ વાયર સાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોએ ચારણકા ગામના જ કિરણભાઇ કાનજીભાઇ પતાભાઇ કોલી સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાંતલપુર પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર ગોરધનભાઇ ભોજાજીભાઇ માજીરાણાને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં કાર્નિવલ મંડપ હટાવતી વખતે ધરાશાયી:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, વ્યસ્ત માર્ગ પર ટ્રાફિક જામ
    Next Article
    સુરતમાં પોલીસની હાજરીમાં જ છુટ્ટા હાથની મારામારી, VIDEO:પીડિતના લાલગેટ PI સામે ગંભીર આક્ષેપ, કહ્યું- જુગારના અડ્ડાની ફરિયાદ કરવા ગયા તો અમારી સાથે જ આરોપી જેવું વર્તન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment