Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલ્ડ થતાં જ કોહલી ભડક્યો, પેડ્સ પર બેટ માર્યું, VIDEO:ગિલની વિકેટ લઈ ગિલ સ્ટાઇલમાં જ સુયેશનું સેલિબ્રેશન, વિરાટનાં IPLમાં 800 ચોગ્ગા ફટકારનાર પહેલો બેટર બન્યો

    2 days ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLની 34મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. આ જીતના હીરો વિરાટ કોહલી રહ્યા, જેમણે 81 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો. કોહલી IPLમાં 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટર બન્યા, સાથે જ તેમણે 300 છગ્ગાનો આંકડો પણ પાર કર્યો. તેઓ લીગમાં 9 હજાર રનની નજીક પણ પહોંચી ગયા છે અને આ મોટા માઇલસ્ટોનથી માત્ર 11 રન દૂર છે. બેંગલુરુએ પોતાના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 50મી જીત નોંધાવીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી. જ્યારે ગુજરાતની ઇનિંગ્સમાં સાઈ સુદર્શને સદી ફટકારતા ક્રુણાલ પંડ્યાની બાઉન્સર પર એક હાથે શાનદાર છગ્ગો લગાવીને મેચની યાદગાર મોમેન્ટ પણ આપી. RCB Vs GT મેચના ટોપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ… કોહલી IPLમાં 9 હજાર રન બનાવવાથી 11 રન દૂર કોહલીએ ગુજરાત સામે 44 બોલમાં 81 રન બનાવ્યા. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેના નામે 266 ઇનિંગ્સમાં 8989 રન નોંધાયેલા છે. બીજા નંબરે રોહિત શર્માનું નામ આવે છે, જેણે 271 ઇનિંગ્સમાં 7183 રન બનાવ્યા છે. કોહલીના IPLમાં 800 ચોગ્ગા પૂરા કોહલીએ શુક્રવારે 8 ચોગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે IPLમાં પોતાના 800 ચોગ્ગા પણ પૂરા કરી લીધા છે. તેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ 807 ચોગ્ગા લગાવ્યા છે. તેના પછી શિખર ધવન છે, જેણે 768 ચોગ્ગા લગાવ્યા છે. 663 ચોગ્ગા સાથે ડેવિડ વોર્નર ત્રીજા નંબરે છે. IPLમાં કોહલીના 300 છગ્ગા પૂરા કોહલીએ મેચમાં 81 રનની ઇનિંગ દરમિયાન 4 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે IPLમાં પોતાના 300 છગ્ગા પણ પૂરા કર્યા. આ આંકડો પાર કરનાર તે ત્રીજો ખેલાડી છે. IPLમાં સૌથી વધુ છગ્ગા ક્રિસ ગેલના નામે છે, જેણે 357 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા 310 છગ્ગા સાથે બીજા નંબર પર છે. ચિન્નાસ્વામી પર RCBની 50મી જીત RCBએ ચિન્નાસ્વામી પર 50મી જીત નોંધાવી. તે આવું કરનારી ચોથી ટીમ બની ગઈ છે. કોઈ એક વેન્યુ પર સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ મુંબઈના નામે છે, જેમણે વાનખેડે સ્ટેડિયમ પર 58 મેચ જીતી છે. કોલકાતા ઈડન ગાર્ડન્સ પર 55 જીત સાથે બીજા અને ચેન્નઈ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પર 53 જીત સાથે ત્રીજા નંબર પર છે. RCB સામે 15મી સદી નોંધાઈ RCB સામે સુદર્શને સદી ફટકારી. IPL માં 15મી વાર છે જ્યારે કોઈ બેટરે બેંગલુરુ સામે સદી ફટકારી. આ કોઈ એક ટીમ સામે સૌથી વધુ સદી નોંધાવાનો રેકોર્ડ છે. 14-14 સદીઓ સાથે કોલકાતા અને મુંબઈ સંયુક્ત રીતે બીજા નંબર પર છે. સુદર્શને IPLમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા RCB સામે સુદર્શને શાનદાર સદી ફટકારી. આ ઇનિંગ દરમિયાન 72 રન બનાવતા જ તેના IPLમાં 2000 રન પૂરા થયા. તેણે માત્ર 47 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી, જે સૌથી ઝડપી છે. આ પહેલા ક્રિસ ગેલે 48 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા હતા. સુદર્શન-ગિલ વચ્ચે 8મી સદીની ભાગીદારી ચિન્નાસ્વામીમાં સુદર્શન અને ગિલે પ્રથમ વિકેટ માટે 128 રન જોડ્યા. આ બંને વચ્ચે IPLમાં 8મી સદીની ભાગીદારી છે, જે ત્રીજા નંબર પર છે. સૌથી વધુ સદીની ભાગીદારી વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ વચ્ચે થઈ છે. બંનેએ 10 સદીની ભાગીદારી કરી છે. બીજા નંબર પર 9 સદીની ભાગીદારી સાથે વિરાટ કોહલી અને ક્રિસ ગેલની જોડી છે. સુદર્શને ગુજરાત ટાઇટન્સ માટે ત્રીજી સદી ફટકારી RCB સામે સાઈ સુદર્શને પોતાની ત્રીજી IPL સદી ફટકારી. આ ત્રણેય સદી તેણે ગુજરાત ટાઇટન્સ માટે રમતા ફટકારી છે. ગુજરાત માટે તેનાથી વધુ 4 સદી શુભમન ગિલે ફટકારી છે. અહીંથી ટોપ મોમેન્ટ્સ સાઈએ સિક્સ ફટકારીને ફિફ્ટી પૂરી કરી 8મી ઓવરમાં સાઈ સુદર્શનએ શાનદાર પેડલ શોટ દ્વારા પોતાની ફિફ્ટી પૂરી કરી. રોમારિયો શેફર્ડે ઓવરનો બીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ ફેંક્યો. સાઈએ બોલની નીચે આવીને શાનદાર પેડલ શોટ રમ્યો અને લોંગ લેગ ઉપરથી છગ્ગો ફટકાર્યો. આ આ સિઝનની તેની બીજી ફિફ્ટી હતી. સુદર્શનએ કૃણાલના બાઉન્સર પર એક હાથે છગ્ગો ફટકાર્યો ગુજરાતની ઇનિંગ્સની 9મી ઓવરમાં સાઈ સુદર્શનને કૃણાલ પંડ્યાના બોલ પર જબરદસ્ત શોટ રમ્યો. ઓવરનો બીજો બોલ કૃણાલને બાઉન્સર નાખ્યો. સાઈને એક હાથે કટ શોટ રમ્યો અને બેકવર્ડ પોઈન્ટ ઉપરથી છગ્ગો ફટકાર્યો. કેચ પકડતી વખતે સુયશને ઈજા થઈ 13મી ઓવરમાં સાઈ સુદર્શનના શોટ પર સુયશ ઈજાગ્રસ્ત થયો. સુયશની બીજી બોલને સુદર્શને બોલર તરફ જોરદાર શોટ માર્યો. સુયશે કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ડાબા હાથની વચ્ચેની આંગળી પર વાગ્યો. આ પછી ફિઝિયોને તરત જ મેદાન પર આવવું પડ્યું. સુયશે વિકેટ લીધા પછી ગિલનું સેલિબ્રેશન કર્યું સુયશ શર્માએ 13મી ઓવરમાં શુભમન ગિલને આઉટ કરીને સદીની ઓપનિંગ ભાગીદારી તોડી. ઓવરના ચોથા બોલ પર શોર્ટ લેન્થ ગુગલી નાખી, જેના પર શુભમન યોગ્ય રીતે ટાઈમ કરી શક્યા નહીં. બોલ લોંગ ઓન તરફ ગયો, જ્યાં દેવદત્ત પડિક્કલે સરળ કેચ પકડ્યો. આ વિકેટને સુયશે શુભમનની સ્ટાઇલમાં સેલિબ્રેટ કરી. કોહલીનો શૂન્ય પર સુંદરે કેચ છોડ્યો કોહલીનો તેની પહેલી જ બોલ પર કેચ છૂટી ગયો. બીજી ઇનિંગ્સમાં મોહમ્મદ સિરાજે પહેલી ઓવર નાખી. તેણે ત્રીજો બોલ ફુલ લેન્થ નાખ્યો, જેના પર કોહલી બોલને બરાબર ટાઈમ કરી શક્યો નહીં. બોલ મિડ વિકેટ પર ઉભેલા વોશિંગ્ટન સુંદર પાસે ગયો, પરંતુ તેણે કેચ છોડી દીધો. કોહલીએ ત્યારે પોતાનું ખાતું પણ ખોલ્યું ન હતું. આઉટ થયા પછી કોહલીએ પેડ પર બેટ માર્યું 14મી ઓવરના ચોથા બોલ પર જેસન હોલ્ડરે કોહલીને ક્લીન બોલ્ડ કર્યો. આઉટ થયા પછી વિરાટ ખૂબ નિરાશ દેખાયો. પેવેલિયન પાછા ફરતી વખતે તેણે પેડ પર જોરથી બેટ માર્યું. જોકે, આ પછી તેણે પોતાની શાનદાર ઇનિંગ્સ માટે દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું.
    Click here to Read More
    Previous Article
    ‘We agreed to stop buying oil from Iran, Russia…’: RSS’s Ram Madhav expresses surprise at strain in India-US ties
    Next Article
    મહેસાણા મનપાના ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા:5 શખ્સોનો બે યુવાન પર હુમલો, એક સારવાર હેઠળ; ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment