Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર હાઈવે પર ભયાનક અકસ્માત પછીના રૂંવાડા ઊભા કરતો VIDEO!:સળગતી કારમાં યુવક મોબાઈલ શોધતો રહ્યો!, અકસ્માતગ્રસ્ત EV કારમાં ભાજપ કોર્પોરેટરના ભત્રીજો-ભત્રીજી હતા

    2 days ago

    ગાંધીનગરના એસ.જી. હાઈવે પર સરગાસણ બ્રિજની શરૂઆતમાં સ્વાગત મોલની બિલકુલ સામે ગુરુવારે મધરાતે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પછી એક ચાર કાર એકબીજાને ટકરાઈ જતાં ક્રેટા ગાડી આગમાં ભસ્મીભૂત થઈ ગઇ હતી. આ ભયાનક અકસ્માત બાદ કાર સળગતી રહી અને નબીરો અંદર મોબાઈલ શોધતો રહ્યો હોવાનો રૂંવાડા ઊભા કરતો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે આ ચાર વાહનો પૈકી મહિન્દ્રા EV કારમાં બીજું કોઈ નહીં પણ મહેસાણા ભાજપના કોર્પોરેટર ધીરજકુમાર કરમચંદાણી ઉર્ફે રાકુભાઇના ભત્રીજા ભત્રીજી હોવાનો સેકટર 7 પોલીસની તપાસમાં ખુલાસો થયો છે. એક બાદ એક ચાર કાર અથડાઈ હતી, ક્રેટામાં આગ લાગી હતી ગાંધીનગરના માર્ગો પર મોડી રાત્રે નશાના જોરે બેફામ ઝડપે દોડતા નબીરાઓ નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. ગુરુવારે મધરાતે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવતી એક લક્ઝુરિયસ હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી મહિન્દ્રા EV કારને પાછળથી એટલી પ્રચંડ ટક્કર મારી હતી કે, તે આગળ જતી ઇનોવા કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એકસાથે ચાર લક્ઝુરિયસ કારોનો કુરચો બોલી ગયો હતો. ક્રેટા કારમાં ત્રણ નબીરા સવાર હતા આ ભયાનક અકસ્માત પછીનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો પણ હવે સામે આવ્યો છે. ક્રેટા કારમાં અમદાવાદના ત્રણ નબીરાઓ સવાર હતા.જેઓ નશાની હાલતમાં ધૂમ સ્ટાઈલમાં ગાડી ચલાવી રહ્યા હોવાની બુમરાણ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત થતાંની સાથે જ હ્યુન્ડાઈ ક્રેટા કારમાં આગ ફાટી નીકળી હતી. ક્રેટા સળગતી હોવા છતા યુવક મોબાઈલ શોધતો રહ્યો! આ વીડિયોની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કારમાં ભીષણ આગ લાગી હોવા છતાં એક નબીરો પોતાના જીવની પરવા કર્યા વગર કારની અંદર ઘૂસીને મોબાઈલ ફોન શોધતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ બૂમો પાડીને તેને તાત્કાલિક દૂર ખસવા માટે જણાવ્યું ત્યારે તે માંડ પાછળ હટ્યો હતો. તેના ખસતાની સાથે જ આખી કાર ભડભડ સળગી ઉઠી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત EV કારમાં ભાજપ કોર્પોરેટરનો ભત્રીજો-ભત્રીજી સવાર હતા આ અકસ્માતમાં જે મહિન્દ્રા EV કારનો કુરચો બોલી ગયો છે, તેમાં સવાર યુવક-યુવતી મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર ધીરજકુમાર જયરાજ કરમચંદાની ઊર્ફે રાકુભાઈના ભત્રીજા-ભત્રીજી હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટર રાકુભાઈએ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી સત્તાવાર ફરિયાદમાં દાવો કર્યો છે કે, તેમનો ભત્રીજો વિશાલ લંડનથી વેકેશન ગાળવા ભારત આવ્યો છે અને તેમની ભત્રીજી ખુશી અહીં અભ્યાસ કરે છે. બંને ભાઈ-બહેન સરખેજ ખાતેની શાંતિગ્રામ ટાઉનશિપથી પોતાના દાદા જયરાજ કરમચંદાનીની નવી નક્કોર મહિન્દ્રા EV કાર લઈને મધરાતે આશરે ત્રણ વાગ્યાની આસપાસ ગાંધીનગર તરફ લટાર મારવા નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાતા ભત્રીજો વિશાલ કારની અંદર જ બેભાન જેવો થઈ ગયો હતો. ઘટનાસ્થળે દોડી આવેલી 108 ની ટીમે ઇજાગ્રસ્ત વિશાલ અને ખુશીને તાત્કાલિક સારવાર માટે કે.ડી. હોસ્પિટલ ખસેડ્યા હતા.જ્યાં બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. બંને બાળકોના પિતા હરેશ કરમચંદાણી ફૂડ પ્રોસેસ ફેક્ટરી ધરાવે છે. ક્રેટા કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાની ચર્ચા આ અકસ્માત બાદ કોર્પોરેટર રાકુભાઈએ તેમની મહિન્દ્રા કારના પાછળના ભાગે લગાવેલા કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ક્રેટા કારના ચાલકે ઓવર સ્પીડમાં કાબૂ ગુમાવી દીધો હતો. આ મામલે સેક્ટર 7 પોલીસે માત્ર ક્રેટા ચાલક વિરુદ્ધ હળવી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. વાસ્તવમાં કારમાં અયાન બિન્દર, કૌસ્તુભ દવે અને ચિત્રાંગ દવે (ત્રણેય રહે. અમદાવાદ) હતા. જેઓ માદક પદાર્થના નશામાં હોવાનું તેમજ મહિન્દ્રા અને ક્રેટા કારમાં નબીરાઓ એકબીજાને ઓળખતા હોવા જોઈએ તેમ અકસ્માત સ્થળે હાજર સ્થાનિકોનું કહેવું છે. ભાજપના કોર્પોરેટર સાથે ભાસ્કરની વાતચીત આ અંગે કોર્પોરેટર ધીરજકુમાર સાથે દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા ટેલિફોનીક સંપર્ક કરાતાં, તેમણે આ ભયાનક અકસ્માત અંગે એકદમ હળવા અંદાજમાં ક્રેટા ચાલક વિશે કશી ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે અકસ્માત સ્થળે તેઓ પોતે પણ પહોંચ્યા હતા. તો તેમના પિતાની EV કારના સીસીટીવી ફૂટેજ પણ આપવાનો ઇન્કાર કરીને પોલીસને આપી દીધા હોવાનું કહી હાથ ખંખેરી લીધા હતા . વધુમાં તેમણે કહ્યું કે, બંને બાળકો તેમના ભાઈ હરેશ કરમચંદાણીના છે. વિશાલ લંડનથી આવ્યો હોવાથી રાત દિવસના ફરકના લીધે ગાડી લઈને લટાર મારવા નીકળ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.આ મામલે દિવ્ય ભાસ્કરે તપાસ કરતા ક્રેટા ગાડી મોહિત બાંગિયા (રહે. બી/702,પ્રયાગ રેસીડેન્સી, આઇઓસી પેટ્રોલ પંપ પાછળ, બોડકદેવ) નામે રજિસ્ટર છે. જેનું પિયુસી સર્ટિફિકેટ 31 જાન્યુઆરી 2026 સુધી જ માન્ય છે. સૂત્રોનું કહેવું છેકે, આ ગાડીના અત્યાર સુધીમાં કાળા કાચ,183 સ્પીડ કાર હંકારવી સહિતના નિયમો હેઠળ સાત જેટલા ચલણો જનરેટર થયાની શંકા છે. પોલીસે ક્રેટામાં સવાર યુવકોના બ્લડ સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા આ બનાવ અંગે તપાસ કરનાર એએસઆઈ હર્ષદભાઈએ કહ્યું કે, હજી અમારી પાસે ક્રેટા કારમાં સવાર યુવકોના પૂરા નામ સરનામા જાણવા મળ્યા નથી. ત્રણેય અમદાવાદની એપિક હોસ્પિટલમાં દાખલ છે. જેઓને બહુ વાગ્યું નથી પણ એક યુવકને ફ્રેકચર છે. તેમના બ્લડ સેમ્પલ લીધા છે. જે લેબોરેટરીમાં મોકલી આપવાના છે. કાર સળગી ગઈ હોવાથી સ્પીડ જાણી શકાશે નહિ એટલે એફએસએલની મદદ લીધી નથી. ત્રણેય સ્વસ્થ થયા પછી તેમને નિવેદન માટે બોલાવીશું. જ્યારે મહિન્દ્રા કારમાં કેપ્ચર થયેલ ફૂટેજ પણ કબ્જે લેવાના બાકી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા:ઈરાનનો કુવૈત-બહેરીન પર હુમલો; હોર્મુઝમાં બીજા એક જહાજ પર હુમલો
    Next Article
    Jordan vs Argentina, FIFA World Cup 2026 Live Score: JOR 0-1 ARG in 1st half; Lo Celso puts Argentina in front

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment