Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, VIDEO:સુરતમાં પોલીસ સામે ઝઘડો અને ગાળાગાળી કરી, પત્ની વિરુદ્ધ પુરાવા ભેગા કરવા પતિએ CCTV લગાવ્યા

    6 days ago

    સુરતમાં પત્નીએ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પારિવારિક કંકાસ અને બોલાચાલી બાદ આ પગલું ભરવામાં આવ્યું હોવાનું મનાય છે. સુરતમાં કાયદાકીય ગૂંચવણો અને પત્નીના ત્રાસ સામે લાચાર બનેલા એક પતિએ સત્ય સાબિત કરવા માટે પોતાના જ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાની ફરજ પડી હતી. માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભરત કાછડીયાએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ પાસે વારંવાર રજૂઆત કરવા છતાં નક્કર પુરાવા વિના કોઈ કાર્યવાહી થતી ન હતી. પત્ની દ્વારા કરવામાં આવતી ગાળાગાળી અને ઢોર મારની ઘટનાઓને રેકોર્ડ કરવા માટે જ આ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા, જેના ફૂટેજ હવે પોલીસ કમિશનર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા છે. 15 વર્ષની ગેરંટી સાથે સંસ્થાએ 3 લાખ લઈને લગ્ન કરાવ્યા હતા ભરત કાછડીયાએ લગાવેલો સૌથી ગંભીર આક્ષેપ 'લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ' નામની સંસ્થા પર છે. ભરત કાછડીયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં આ સંસ્થાએ તેમની પાસેથી કુલ 3 લાખ રૂપિયા લઈને યુવતી સાથે લગ્ન કરાવ્યા હતાં. આશ્ચર્યની વાત એ છે કે, સંસ્થાએ આ લગ્નજીવન 15 વર્ષ સુધી સુખરૂપ ચાલશે તેવી લેખિત કે મૌખિક ખાતરી પણ આપી હતી. ભરતભાઈ પાસે આ રકમ ચૂકવ્યાની રસીદ પણ ઉપલબ્ધ છે. જોકે, લગ્નના થોડા સમય બાદ જ સંસ્થાના દાવાઓ પોકળ સાબિત થયા હતા અને ઘર કંકાસ શરૂ થઈ ગયો હતો. 'પત્ની સોનાના દાગીના અને સામાન લઈ ગઈ' પતિનો આક્ષેપ છે કે, પત્ની ઘરમાંથી કિંમતી સોનાના દાગીના અને ઘરવખરીનો સામાન લઈને જતી રહી છે. આટલું જ નહીં, પત્ની પોતાની મરજી મુજબ રાત્રે બે કે ત્રણ વાગ્યે ઘરે આવીને બબાલ કરે છે અને પરિવારના સભ્યોને હેરાન કરે છે. આક્ષેપ છે કે તે જતી વખતે ઘરના મહત્વના દસ્તાવેજો અને કિંમતી ચીજવસ્તુઓ પણ સાથે લેતી ગઈ છે, જેના કારણે પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. પત્નીની બબાલ સીસીટીવીમાં કેદ થઈ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં અનેક દ્રશ્યો કેદ થયા છે. એક ફૂટેજમાં પત્ની પતિને અપશબ્દો બોલતી નજરે પડે છે. અન્ય એક દ્રશ્યમાં તે હાથમાં ચપ્પલ લઈને પતિ બતાવતી દેખાય છે. એટલું જ નહીં, પત્નીની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે પોતાના જ દીકરાને પોલીસની હાજરીમાં ધક્કો માર્યો હતો. આ વીડિયો પુરાવા હવે આ કેસમાં મુખ્ય આધાર બની રહ્યા છે, કારણ કે અત્યાર સુધી પત્નીએ જ પતિ અને પરિવાર સામે કલમ 498 (દહેજ ઉત્પીડન) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આત્મહત્યાનો અને હુમલાનો પ્રયાસ ભરત કાછડીયાએ વધુમાં જણાવ્યું કે, પત્નીનો આતંક એટલો છે કે તે પોલીસથી પણ ડરતી નથી. અગાઉ જ્યારે પોલીસ ઘરે આવી હતી, ત્યારે પોલીસની હાજરીમાં જ તેણે ગાળાગાળી કરી હતી અને પોતાની ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યાનો સ્વાંગ રચ્યો હતો. આ ડ્રામા પાછળનો મુખ્ય હેતુ પતિના પરિવારને કાયદાકીય ગૂંચવણમાં ફસાવી દેવાનો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પણ કેમેરામાં કેદ થયો હતો. પત્નીએ દહેજની ફરિયાદ અને ભરણપોષણની માગ પત્ની અત્યાચાર ગુજારતી હોવાના પતિનો આક્ષેપ છતાં, પત્નીએ સામા પક્ષે પતિ ભરતભાઈ અને તેમના પરિવાર વિરુદ્ધ દહેજની ફરિયાદ નોંધાવી છે. ભરતભાઈનું કહેવું છે કે, પત્ની મને રાત્રે ઉઠાડીને મારે છે, છતાં પોલીસ સ્ટેશનમાં તે પોતે ભોગ બનનાર હોવાનો દાવો કરે છે અને મારી પાસે મોટી રકમનું ભરણપોષણ માગી રહી છે. ન્યાયની માગ સાથે પરિવાર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો વરાછા પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતા, અંતે ભરત કાછડીયા અને તેમનો પરિવાર સુરત પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યો હતો. તેમણે તમામ સીસીટીવી ફૂટેજ અને સંસ્થાની રસીદો રજૂ કરીને માગ કરી છે કે, જે સંસ્થાએ છેતરપિંડી કરી લગ્ન કરાવ્યા છે તેની સામે અને અત્યાચાર ગુજારનાર પત્ની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે સુરત પોલીસ આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સીસીટીવી પુરાવાઓને આધારે શું પગલાં ભરે છે. પત્નીના આ 7મા લગ્ન હોવાનો આક્ષેપ લગ્ન સમયે ભરતભાઈને માત્ર એટલી જ જાણકારી આપવામાં આવી હતી કે યુવતીના અગાઉ એક લગ્ન થયેલા છે. પરંતુ લગ્ન પછી પત્નીનું વર્તન બદલાતા અને તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પતિના આક્ષેપ મુજબ, આ યુવતીના આ અગાઉ 6 લગ્ન થઈ ચૂક્યા હતા અને ભરતભાઈ સાથેના આ તેના 7મા લગ્ન હતા. પ્રોફેશનલ રીતે લગ્ન કરીને થોડા સમયમાં દહેજ કે ભરણપોષણના કેસ કરી પૈસા પડાવતી આખી ટોળકી કામ કરી રહી હોય તેવું પીડિત પરિવાર અનુભવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન સિંદૂરમાં ચીને પાકિસ્તાનને મદદ કરી હોવાનો ખુલાસો:ચીની ઇજનેરે સ્વીકાર્યું- વિમાનોને ટેકનિકલી તૈયાર કર્યા; રિયલ ટાઇમ ઇનપુટ આપ્યા
    Next Article
    વઢવાણના ખેડૂતોના સિંચાઈ પ્રશ્નો પર ઉચ્ચ સ્તરીય બેઠક:નર્મદા નિગમના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા, સમસ્યા ઉકેલવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment