Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના ખેડૂતોના સિંચાઈ પ્રશ્નો પર ઉચ્ચ સ્તરીય બેઠક:નર્મદા નિગમના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા, સમસ્યા ઉકેલવા સૂચના

    4 days ago

    સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નર્મદા નિગમની વિવિધ બ્રાન્ચ કેનાલોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વઢવાણ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પડતી મુશ્કેલીઓ અને પાણીને લગતા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નર્મદા નિગમની લીંબડી, બોટાદ અને મોરબી બ્રાન્ચ કેનાલના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને નાયબ ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા. કેનાલ નેટવર્ક દ્વારા ખેડૂતોને મળતા પાણીનું સુદ્રઢ આયોજન કરવું અને છેવાડાના ખેતર સુધી પૂરતું પાણી પહોંચાડવું એ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી સિંચાઈની વિવિધ સમસ્યાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર પરામર્શ કરાયો હતો. ખેડૂતોના પ્રશ્નોમાં બિનજરૂરી વિલંબ ન થાય અને સ્થાનિક કક્ષાએ જ ઉકેલ આવે તે માટે કડક સૂચનાઓ પણ આપવામાં આવી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને તેમની સુખાકારી તથા સમૃદ્ધિ માટે તેઓ હંમેશા કટિબદ્ધ છે. ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે તેમની પ્રાથમિકતા છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, VIDEO:સુરતમાં પોલીસ સામે ઝઘડો અને ગાળાગાળી કરી, પત્ની વિરુદ્ધ પુરાવા ભેગા કરવા પતિએ CCTV લગાવ્યા
    Next Article
    રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે પૂર્ણ થવામાં વિલંબ થશે:કોરાટ ચોક પાસે નવો એલિવેટેડ ઓવરપાસ બનશે, આવતીકાલથી 21 દિવસ ખોડીયાર હોટલથી કાંગસિયાળી રોડ સુધી ડાયવર્ઝન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment