Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિકોએ ઉધડો લેતા નેતાઓ પ્રચાર અધુરો મૂકી ભાગ્યાં, VIDEO:વાસણામાં BJP ઉમેદવાર મેહુલ શાહ અને લાંભામાં અપક્ષના કાળુ ભરવાડને ઘેરી પાણી-ગટર સહિતની સમસ્યાનો માર ચલાવ્યો

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. 5 વર્ષમાં વિકાસના કામ ન થતા હવે મતદારો જન પ્રતિનિધિઓનો વિરોધ કરી રહ્યા છે. 15 એપ્રિલની રાત્રે વાસણા અને લાંભા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ચૂંટણી પ્રચાર માટે ગયા હતાં, જ્યાં સ્થાનિકોએ તેઓને ઘેરી લીધા હતા. સમસ્યાઓને લઈને સ્થાનિકોએ નેતાઓનો ઉધડો લેતા પ્રચાર અધુરો મૂકી ભાગવું પડ્યું હતું. વાસણામાં કોર્પોરેટરને પાણી-ગટરના પ્રશ્નો જણાવ્યાં વાસણા વોર્ડમાં ભાજપે પૂર્વ કોર્પોરેટર મેહુલ શાહને ફરી ટિકિટ આપી છે, ત્યારે ગઈકાલે રાત્રે વાસણાના ગુપ્તાનગરમાં મેહુલ શાહ પ્રચાર માટે પહોંચ્યા હતા. આ સમયે સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા અને સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. લોકોનો કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોઈપણ કોર્પોરેટર તેમની સમસ્યાઓ સાંભળવા આવ્યા નથી. પાણીની અછત અને પ્રદૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. દોઢ મહિનાથી ગટરનું પાણી આવે છે, જેની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. પહેલાં પ્રશ્નો ગણ્યાં, પછી ચાલતી પકડી એક યુવક વિસ્તારના પ્રશ્નો જણાવી રહ્યો હતો, ત્યારે મેહુલ શાહે અકડ સાથે કહ્યું કે, શાંતિથી બોલ મને સંભળાય છે. બાદમાં પ્રશ્નો સાંભણીને 1...2...3... એમ પ્રશ્નો ગણવા લાગ્યા હતાં. સાથે જ વીડિયો ઉતારવાને લઈને પણ વાંધો ઉઠાવ્યો હતો. લોકોએ જ્યારે એક થઈને કહ્યું કે, વર્ષોથી કોઈ આવતું નથી અને આજે જ કેમ આવ્યાં? ત્યારે મેહુલ શાહે લોકોમાં સાંભળવાની તાકાત ન હોવાનું કહી પ્રચાર અધૂરો મુકીને સ્થળે ચાલતી પકડી હતી. કોઈ ફોન પણ ઉપાડતું નથી, સ્થાનિકોનો આક્ષેપ લાંભા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડે ફરી ઉમેદવારી નોંધાવી છે. ગઇકાલે રાત્રે સમર્થકો સાથે હિના પાર્ક વિસ્તારમાં ગયેલા કાળુ ભરવાડ પણ લોકોના રોષનો ભોગ બન્યા હતા. સ્થાનિકોએ ઉમેદવારનો વિરોધ કરી પાણીની સમસ્યા દૂર કરવા માટે રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડતું નથી. પીવાનું પાણી પણ આવતું અને કોઈ ટેન્કર પણ મોકલી આપતું નથી. મોટી સંખ્યામાં લોકોએ રોષે ભરાઈને વિરોધ કરતા ઉમેદવારને પ્રચાર અધૂરો મૂકીને જતા રહેવું પડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સચિન GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ:2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, નમૂના લઈ ટેસ્ટ માટે મોકલાયા; બે યુવાનની અટકાયત
    Next Article
    8 Mantralayam pilgrims from Karnataka killed after cement tanker rams into their vehicle in Kurnool

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment