Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ પહોંચતા જ ડિજિટલ અરેસ્ટ વૃદ્ધા રડી પડ્યા, VIDEO:સાયબર ટેરરિઝમમાં નામ આવ્યાનું કહી રાજકોટના 77 વર્ષીય વૃદ્ધાને ઘરમાં કેદ રાખ્યા, 55 લાખ પડાવ્યા

    10 hours ago

    રાજકોટના પંચનાથ પ્લોટમાં એકલું રહેલું રહેતું વૃદ્ધ દંપતી સાયબર ફ્રોડનું શિકાર બન્યું. 77 વર્ષીય વૃદ્ધાને અજાણ્યા મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ફોન કરવામાં આવ્યો. સાયબર ટેરરિઝમમાં વૃદ્ધાના સીમકાર્ડ અને એકાઉન્ટનો ઉપયોગ થયાનું કહી ડરાવવામાં આવ્યા અને સાત દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. વૃદ્ધ દંપતી પાસેથી ટુકટે ટુકડે 55 લાખ પડાવ્યા બાદ વધુ 41 લાખની માગણી કરવામાં આવી. જો કે, દંપતી પાસે પૈસા ન હોય મુંબઈ રહેતી દીકરીને જાણ કરતા પોલીસનો સંપર્ક કરાયો. વૃદ્ધા નકલી પોલીસથી એટલા ડરી ગયા હતા કે જ્યારે તેમના ઘરે મદદ માટે રાજકોટ પોલીસની ટીમ પહોંચી તો તેનો પણ વિશ્વાસ કરવા તૈયાર ન થયા. પોલીસકર્મીઓએ મદદ માટે આવ્યાની વાત કરતા જ વૃદ્ધા રડી પડ્યા. 'તમારા સીમકાર્ડ અને એકાઉન્ટનો ઉપયોગ સાયબર ટેરરિઝમમાં થયો છે' રાજકોટના પંચનાથ પ્લોટમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધાને 18 ઓગસ્ટે વોટ્સએપ પર કોલ કરી સામેના વ્યકિતએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકેની ખોટી ઓળક આપી. વૃદ્ધાને વિશ્વાસ આવે તે માટે RBIના બનાવટી ડોક્યુમેન્ટ પણ વોટ્સએપ પર મોકલ્યા. વૃદ્ધાના સીમકાર્ડ અને એકાઉન્ટનો સાયબર ક્રાઈમમાં ઉપયોગ થયાનું કહી ગઠિયાઓ દ્વારા ડરાવવામાં આવ્યા. ડરનો આ સિલસિલો સાત દિવસ સુધી ચાલુ રાખી 55 લાખ જેવી માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધી. વધુ 41 લાખની માગણી કરાતા વૃદ્ધાએ FD તોડવા મુંબઈ રહેતી દીકરીને ફોન કર્યો વૃદ્ધ દંપતી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા બાદ પણ સાયબર માફિયાઓએ ડરાવી વધુ રકમ માગી. જેથી દંપતીએ પોતાની ફિક્સ ડિપોઝીટ તોડવાનો નિર્ણય કર્યો. જેના માટે મુંબઈ રહેતી દીકરીને ફોન કરી જાણ કરી. જો કે, પુત્રીને માતા ગભરાયેલા લાગતા અને શંકા જતા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી મદદ માગી. પોલીસ ઘરે પહોંચી તો વૃદ્ધાએ દરવાજો ન ખોલ્યો રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ જ્યારે વૃદ્ધાના ઘર પર પહોંચી ત્યારે વૃદ્ધા એટલા ડરી ગયા હતા કે પોલીસનો પણ વિશ્વાસ ન આવ્યો અને દરવાજો ન ખોલ્યો. જો કે, પોલીસે ધીરજથી કામ લઈ વૃદ્ધાને સમજાવતા અંતે ઘરમાં પ્રવેશ આપ્યો. અસલી પોલીસને જોઈ વૃદ્ધા રડી પડ્યા મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે સતત 7 દિવસ ડિજિટલ અરેસ્ટ રહેલા વૃદ્ધા એટલા ડરી ગયા હતા કે અસલી પોલીસને જોઈ રડી પડ્યા. પોલીસકર્મીઓએ પાણી પીવડાવી હિંમત આપવાનો પ્રયાસ કર્યો. દીકરીની સતર્કતા અને પોલીસની તાત્કાલીક એકશનના કારણે વધુ 41 લાખ રૂપિયાની છેતરપિંડી થતા અટકી. ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું- તમામ રકમ પશ્ચિમ બંગાળના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. કોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે તેની માહિતી મેળવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વિગીના ડિલિવરી બોયે MBAની વિદ્યાર્થિની સાથે કરી અશ્લીલ હરકત:ઓનલાઇન ફૂડ ડિલિવરી લેવા ગયેલી છાત્રા સાથે છેડતી, OTP માંગતી વખતે અભદ્ર વર્તન કર્યું
    Next Article
    '30 ઇંચ વરસાદ ખાબકશે તો પણ સોસાયટીમાં પાણી નહી ભરાય':બોપલ લોકદરબારમાં પાણી-ગટરના પ્રશ્ને અમિત શાહે આપી ખાતરી, AMCનું આયોજન ટૂંકું પડ્યાનું સ્વીકાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment