Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંટવા ન.પા પ્રમુખ પર લોખંડના પાઈપથી શખસ તૂટી પડ્યો, VIDEO:'તને સંજય કોરડિયા વિશે બોલવાની મજા આવે છે' કહી જૂનાગઢ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને કાર્યકર પર હુમલો

    10 hours ago

    જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી બે અલગ-અલગ હુમલાની ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં જૂનાગઢ શહેરના તળાવ દરવાજા પાસે ભાજપના બે સક્રિય કાર્યકરો પર જીવલેણ હુમલો થયો છે, જ્યારે બીજી ઘટનામાં બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર અંગત અદાવતમાં પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બંને બનાવોને પગલે સમગ્ર જિલ્લાના રાજકીય આલમમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે. બંગાળની ચૂંટણી બાદ સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ધારાસભ્ય વિરુદ્ધની કેટલીક ટિપ્પણીઓને લઈને ​જૂનાગઢ શહેરમાં વિવાદ વકર્યો હતો. આ વિવાદમાં શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ઓડેદરા અને સક્રિય કાર્યકર તુષાર સોજીત્રા પર બાઈક સવાર ત્રણ શખ્સોએ નરસિંહ મહેતા સરોવર નજીક હુમલો કર્યો હતો. જે બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નરેન્દ્ર ઓડેદરાએ આક્ષેપ કર્યો છે કે બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન ફોન ન ઉપાડવા બાબતે સોશિયલ મીડિયા પર કોમેન્ટના કારણે ધારાસભ્ય સંજય કોરડીયા અને કોર્પોરેટર સંજય મણવર દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો હોવાની વાત ત્રણમાંથી એક યુવકે કરી છે. જોકે, આ ગંભીર આક્ષેપો અંગે ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે તેઓ હાલ ગાંધીનગરમાં મિટિંગમાં છે અને આ ઘટના અંગે કશું જાણતા નથી, તેમણે પોતાના પરના આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. ઇજાગ્રસ્ત નરેન્દ્ર ઓડેદરાએ હોસ્પિટલના બિછાનેથી આક્ષેપ કર્યો હતો કે, "મેં ગ્રુપમાં મેસેજ મૂક્યો તે બાદ કોર્પોરેટર સંજય મણવરે મને ધમકી આપી હતી કે તું તારી સેફ્ટીમાં રહેજે. ત્યારબાદ હુમલાખોરોએ હુમલો કરતા સમયે કહ્યું હતું કે 'અમને સંજય કોરડીયા અને સંજય મણવરે જ તને પતાવી દેવા માટે મોકલ્યો છે." કાર્યકરોનો દાવો છે કે નેતાઓની પોલ ખોલતા મેસેજ વાયરલ થવાના ડરથી આ કાવતરું ઘડાયું છે. બીજી તરફ, જૂનાગઢ જિલ્લાના બાંટવા શહેરમાં પણ ધોળા દિવસે કાયદાના ધજાગરા ઉડ્યા હતા. બાંટવા નગરપાલિકાના યુવાન પ્રમુખ સુનીલભાઈ જેઠવાણી જ્યારે જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રામભાઈ નામના શખ્સે તેના પરિવારજનો સાથે મળી લોખંડના પાઇપ વડે પ્રમુખ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સુનીલભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના વિરોધમાં સમગ્ર બાંટવા ગામના વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ​હુમલાનો ભોગ બનનાર નગરપાલિકા પ્રમુખ સુનીલ જેઠવાણીએ જણાવ્યું હતું કે ગત 3 તારીખે જ્યારે પોતાની પુત્રીની પરીક્ષા માટે રાજકોટ ગયા હતા, ત્યારે રામભાઈ રાજાભાઈએ ફોન પર તેમને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આજે જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રામભાઈ, તેમનો પુત્ર અને ભાઈ સહિતના શખ્સોએ અચાનક પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. સુનીલભાઈએ વધુમાં જણાવ્યું કે હુમલાખોરોએ તેમની પાસેથી રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. આ હુમલા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, અગાઉ હુમલાખોરના પુત્રની રિક્ષા પલ્ટી ગઈ હતી જેમાં તેને ફેક્ચર થયું હતું, તે બાબતનો ખાર રાખી અને અગાઉની ચૂંટણીની અદાવતમાં આ કૃત્ય આચરવામાં આવ્યું છે. તેમણે પોલીસ પાસે પરિવારની સુરક્ષા અને આરોપીઓ સામે કડક પગલાંની માંગ કરી છે. ​આ ઘટના અંગે સ્થાનિક રહીશ ગણપતભાઈ મોરીએ પણ હુમલાને નિંદનીય ગણાવતા કહ્યું હતું કે, રિક્ષા અકસ્માત જેવી અંગત બાબતનો ખાર રાખીને નગરના પ્રથમ નાગરિક પર આવો હુમલો કરવો તે આખા બાંટવા માટે આઘાતજનક છે. હુમલાખોરો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી ભાજપના તમામ આગેવાનોની માંગ છે. ​બાંટવા શહેર ભાજપ પ્રમુખ મયુરસિંહ ડોડિયાએ આ હુમલા અંગે પોલીસ પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો સત્તાધારી પક્ષના નગરપાલિકા પ્રમુખ જ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? તેમણે પોલીસને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે 24 કલાકની અંદર હુમલો કરનાર તમામ આવારા તત્વોની ધરપકડ કરવામાં આવે. અત્યારે સમગ્ર ગામ સુનીલભાઈની સાથે છે અને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને આ હુમલાનો વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકાના અન્ય સદસ્યોએ પણ આ ઘટનાને લોકશાહી પરનો હુમલો ગણાવી પોલીસને કડક દાખલો બેસાડવા વિનંતી કરી છે. હાલ જૂનાગઢ પોલીસ બંને ઘટનાઓમાં તપાસ હાથ ધરી રહી છે, પરંતુ જાહેર માર્ગો પર થયેલા આ હુમલાઓએ સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાપી રેલવે સ્ટેશન પર બે મોબાઈલ ચોર પકડાયા:RPFએ ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ હેઠળ ચોરાયેલા મોબાઈલ જપ્ત કર્યા
    Next Article
    Daniel Kraus’s Pulitzer winner ‘Angel Down’ is a single sentence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment