Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની સૌથી મોટી કાર્ડિયોલોજી હોસ્પિટલ તૈયાર, ડ્રોન VIDEO:આજવા રોડ પર 300 બેડની અત્યાધુનિક SSG કાર્ડિયાક હોસ્પિટલ બનીને તૈયાર, ન્યુમેટિક ટ્યુબિંગ સિસ્ટમ દ્વારા OTમાં સીધી મેડિસિન પહોંચશે

    6 hours ago

    વડોદરા શહેરના આજવા રોડ પર SSG સંચાલિત મધ્ય ગુજરાતની સૌથી મોટી સ્ટેન્ડ-અલોન કાર્ડિયોલોજી હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદની ખ્યાતનામ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી બાદ રાજ્યની સૌથી મોટી સરકારી કાર્ડિયાક ફેસિલિટી તરીકે આશરે રૂપિયા 141 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આ ઇમારત ખાસ હેરિટેજ અને બટરફ્લાય પ્લાનિંગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવી રહી છે, જેથી હોસ્પિટલના દરેક ભાગમાં પૂરતો હવા-ઉજાસ મળી રહે. મે 2024થી શરૂ થયેલું આ નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરી નાગરિકો માટે ખુલ્લું મૂકવાનું સરકારી આયોજન છે. મધ્ય ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓ માટે પણ સંજીવની સમાન પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાર્થ શાહના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલ મધ્ય ગુજરાત તેમજ આસપાસના સીમાવર્તી વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વડોદરા શહેર-જિલ્લા સહિત પડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સરહદી તથા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને હૃદયરોગની ગંભીર બીમારીઓમાં સુપર સ્પેશિયાલિટી સારવાર એક જ છત નીચે વિનામૂલ્યે અથવા રાહતદરે ઉપલબ્ધ બનશે. 125 ICU સહિત 300 બેડ અને હાઈટેક ન્યુમેટિક ટ્યુબિંગ સિસ્ટમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પાંચ માળ ધરાવતી આ અત્યાધુનિક હોસ્પિટલમાં કુલ 300 બેડની વ્યવસ્થા રહેશે, જેમાં ક્રિટિકલ દર્દીઓ માટે 125 આઈસીયુ (ICU) બેડ અને 165 જનરલ બેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 10 ઓપીડી, 10 સ્પેશિયલ રૂમ, 20 સેમિ-સ્પેશિયલ રૂમ, 4 અત્યાધુનિક કેથલેબ અને 4 મોડ્યુલર ઓપરેશન થિયેટર (OT) ઊભાં કરવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે અદ્યતન ન્યુમેટિક ટ્યુબિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેના થકી લેબોરેટરી, ફાર્મસી સ્ટોરેજ કે બ્લડ બેંકમાંથી સેમ્પલ અને જરૂરી જીવનરક્ષક દવાઓ ક્ષણભરમાં સીધી ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી શકાશે. દર્દીઓની સરળ અવરજવર માટે પરિસરમાં કુલ 9 લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. એડવાન્સ ડાયગ્નોસ્ટિક સવલતો અને દર્દીઓના સગાંઓ માટે રેન બસેરા દર્દીઓના સચોટ અને ઝડપી નિદાન માટે હોસ્પિટલમાં ઇકો, ઇસીજી, ડિજિટલ એક્સ-રે, સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી અદ્યતન રેડિયોલોજી તથા પેથોલોજી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. મેડિકલ શિક્ષણ અને સંશોધન માટે અહીં ઓડિટોરિયમ અને સેમિનાર હોલનું પણ નિર્માણ થઈ રહ્યું છે. સમગ્ર હોસ્પિટલ કેમ્પસ 38,250 ચોરસ મીટરના વિશાળ પટાંગણમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. દૂરથી આવતા દર્દીઓના સગાંવહાલાં માટે પરિસરમાં જ રહેવા-જમવાની સગવડ સાથે કિચન-ડાઇનિંગ અને રેન બસેરાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે હેતુથી 300 ટુ-વ્હીલર અને 150 ફોર-વ્હીલર પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટી બન્યું ગુજરાતનું 'ન્યૂયોર્ક', નાઇટ લાઇફનું પાર્ટી ડેસ્ટિનેશન, VIDEO:આકાશે આંબતી ઇમારતો ને બિયર-બર્ગરનો જલસો, મોજના ફૂવારા છોડાવી દેશે ગિફ્ટ સિટીની દુનિયા
    Next Article
    "Has Been Very Difficult": Suryakumar Yadav Shares Struggles After India Drop, Reveals How He Recovered

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment