Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવો નજારો તો માત્ર ગીરનાર પર જ જોવા મળે, VIDEO:ધુમ્મસથી ઢંકાયેલો પર્વન અને ઝરમર વરસાદ, ઘનઘોર વાદળો ચીરીને પ્રકૃતિ-પરમેશ્વરનો સમન્વય માણતા પ્રવાસીઓ

    7 hours ago

    જૂનાગઢ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર હાલમાં ઝરમર વરસતા વરસાદ અને ઘેરાયેલા વાદળો વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. પ્રકૃતિ અને પરમેશ્વરના આ અદ્ભુત સમન્વયનો આનંદ માણવા માટે રાજ્યના ખૂણે-ખૂણેથી તેમજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ગિરનારની મુલાકાતે પહોંચી રહ્યા છે. વાદળોની વચ્ચે રોપવે અને સીડીઓની આહલાદક સફર ગિરનારની સીડીઓ ચડીને શિખર પર પહોંચતા ભક્તોને વાદળોનો સ્પર્શ અને ઠંડકભરી હવાનો અનોખો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ, વાદળોની વચ્ચેથી પસાર થતી રોપવેની ટ્રોલીઓ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. રોપવેની અદ્યતન સુવિધાના કારણે બાળકો, વૃદ્ધો અને અશક્ત લોકો માટે પણ માં અંબાજી અને ગુરુ દત્તાત્રેયના દર્શન અત્યંત સરળ અને સુગમ બની ગયા છે. યાત્રિકો અને પ્રવાસીઓએ વ્યક્ત કર્યો ઉત્સાહ અમદાવાદના આયુષ સુનિલકુમાર મોદી અને મધ્યપ્રદેશના સુનીલ અગ્રવાલે પગપાળા 10,000 પગથિયાં ચડીને દત્તાત્રેય પ્રભુના દર્શન કરી સીડીઓ પરથી વહેતા પાણી અને વાદળો વચ્ચે ચાલવાના અનુભવને અદ્ભુત ગણાવ્યો હતો. રાપર વાગડના સુનીલભાઈ સોનીએ રોપવે મારફતે અંબાજી અને દત્તાત્રેય ભગવાનના ભક્તિભાવપૂર્વક દર્શન કરી ઋષિ પંચમીના પવિત્ર દિવસે ગિરનારના પ્રાકૃતિક માહોલને સ્વર્ગ સમાન ગણાવ્યો હતો. સાથે કહ્યું કે, આકાશમાં ઘેરાયેલા વાદળોને ચીરીને જ્યારે રોપવે આપણને માતાજીના પવિત્ર સાનિધ્ય સુધી પહોંચાડે છે, ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    બાંધકામ અટકાવવાના નામે તોડબાજી કરનારાઓ સામે મનપાની કડક ચેતવણી:ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન અજય બાપોદરાએ કાયદેસર કાર્યવાહીની ચેતવણી આપી
    Next Article
    સેન્સેક્સ 332 અંક વધીને 74,336 પર બંધ થયો:નિફ્ટી પણ 99 અંક ચઢ્યો, બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment