Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીરપુરમાં પૂરમાં કાર તણાઈ, વાંસદામાં યુવકે નદીમાં તણાયો, VIDEO:નવસારીમાં મિલિટરીની ટુકડી દ્વારા રેસ્ક્યૂ શરૂ; સુરતમાં ખાડીઓ ભયજનક, આજે 3 જિલ્લામાં રેડ તો 13માં ઓરેન્જ એલર્ટ

    22 hours ago

    દક્ષિણ ગુજરાત અને અમદાવાદને બાનમાં લીધા બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. આજે 24 જુલાઈએ સવારે 6થી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 4 કલાકમાં 6 ઈંચ વરસાદ વાવ-થરાદના દિયોદરમાં ખાબક્યો છે. તો ભાભરમાં 5 ઈંચ, પાટણના રાધનપુર અને સાંતલપુરમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈને વીરપુર જતા રસ્તે ઘોડાપૂરમાં કાર તણાતાં 2 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. તો બીજી તરફ નવસારીના વાંસદામાં કાવેરી નદીના ધસમસતા પ્રવાહમાં વિકેશ પટેલ નામના યુવકે પુલ પરથી પડતું મૂકતાં પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે. 23 જુલાઈએ 200થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ નવસારીના ચીખલી અને અમદાવાદના ધોળકામાં 18-18 ઈંચ હતો. ખેરગામ અને મહેમદાબાદમાં 17-17 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અત્યાર સુધીમાં અંદાજે 38 હજાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. નવસારીમાં 10 હજાર લોકોનું અને વલસાડમાં 12 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે 24 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, વલસાડ અને નવસારીમાં NDRF-SDRF સ્ટેન્ડબાય તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી આખી રાત ચાલુ રાખવામાં આવશે. હાલ દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. 35થી વધુ સ્થળોએ સબ સ્ટેશનમાં ખામી સર્જાતા વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે. સુરત જિલ્લામાં 3 NDRF અને 5 SDRF જ્યારે વલસાડમાં 3 NDRF અને 5 SDRF ટીમો તૈનાત છે. ઓડિશાથી વધુ 4 ટીમો ગુજરાત બોલાવવામાં આવી છે, જેમાં 2 ટીમ વલસાડ અને 1 ટીમ સુરત તરફ મોકલવામાં આવી. આર્મીની 2 કોલમ પણ બોલાવવામાં આવી છે. બચાવ કામગીરી માટે 25 બોટ વલસાડ રવાના કરવામાં આવી છે. નવસારીમાં જરૂર પડશે તો બોટ મોકલવામાં આવશે. 23 જુલાઈના વરસાદની પળેપળની અપડેટ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, 8 અંડરબ્રિજ બંધ અમદાવાદમાં 24 જુલાઈના રોજ વહેલી સવારે 5 વાગ્યાથી સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સૌથી વધુ ચાંદખેડામાં 2 ઇંચ તેમજ ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ત્રાગડ રોડ, IOC રોડ અને ડિકેબીન રોડ સહિતના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મોડીરાત્રે ભરાયેલા પાણીના કારણે બંધ કરાયેલા 17 અંડરબ્રિજમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો નિકાલ કરાતાં 9 બ્રિજ શરૂ કરાયા છે અને મકરબા, પરિમલ, અખબાર નગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ GST તથા ચાંદખેડા જેવા 8 અંડરબ્રિજ હજુ પણ બંધ છે. ખોખરા જાડેજા કોર્નર પાસે પાણીમાં ફસાયેલી બસમાંથી મણિનગર ફાયર ટીમે 55 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાતાં 1000થી વધુ રહીશો તેમજ શેલા વિસ્તારની આકાશ રેસીડેન્સીના પાર્કિંગમાં વાહનો ગરકાવ થતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદથી સર્જાયેલી તારાજીની તસવીરો..
    Click here to Read More
    Previous Article
    Jana Nayagan Box Office Day 1 Live Updates: Vijay’s farewell film makes 50 percent of Leo; earns Rs 78 cr
    Next Article
    પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:રેલવે ગરનાળામાં પાણી ભરાયા, પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, વાહનવ્યવહાર ઠપ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment