Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:રેલવે ગરનાળામાં પાણી ભરાયા, પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, વાહનવ્યવહાર ઠપ થયો

    9 घंटे पहले

    પાટણ જિલ્લામાં સવારના 6 થી 10 વાગ્યા દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ ચાર કલાકના ગાળામાં રાધનપુર તાલુકામાં સૌથી વધુ 79 mm વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ 17.56 mm નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ, રાધનપુર તાલુકામાં 79 mm વરસાદ નોંધાયો હતો. સાંતલપુરમાં 75 mm, ચાણસ્મામાં 35 mm, હારીજમાં 19 mm, શંખેશ્વરમાં 22 mm, પાટણમાં 16 mm, સમીમાં 10 mm, અને સિદ્ધપુરમાં 10 mm વરસાદ પડ્યો હતો. સરસ્વતી તાલુકામાં 5 mm વરસાદ નોંધાયો હતો. આ 4 કલાકના સમયગાળામાં સમગ્ર પાટણ જિલ્લાનો સરેરાશ વરસાદ 14.44 mm નોંધાયો હતો. આ વરસાદથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ચોમાસુ પાકો માટે આ વરસાદ અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યો છે. જોકે, રાધનપુરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. પાટણ શહેરમાં વહેલી સવારથી પડેલા સામાન્ય વરસાદને કારણે રેલવે ગરનાળું (અંડરપાસ) પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાથી નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વહેલી સવારથી શરૂ થયેલા ધીમી ધારના વરસાદને કારણે શહેરનું મહત્વપૂર્ણ રેલવે ગરનાળું બેટમાં ફેરવાઈ ગયું હતું. ગરનાળામાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો માટે ત્યાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. કેટલાક વાહનો પણ પાણીમાં ફસાયા હતા. ગરનાળું બંધ થતાં વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે દર વર્ષે આ સમસ્યા ઉદ્ભવે છે અને તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાલિકા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવતી કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સામાન્ય વરસાદી પાણીએ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    વીરપુરમાં પૂરમાં કાર તણાઈ, વાંસદામાં યુવકે નદીમાં તણાયો, VIDEO:નવસારીમાં મિલિટરીની ટુકડી દ્વારા રેસ્ક્યૂ શરૂ; સુરતમાં ખાડીઓ ભયજનક, આજે 3 જિલ્લામાં રેડ તો 13માં ઓરેન્જ એલર્ટ
    Next Article
    વીરપુરમાં તેલ હોકરા નદીના પૂરમાં કાર તણાઈ:બે લોકો સવાર હોવાની આશંકા, ગોંડલ-જેતપુર નેશનલ હાઈવેથી વીરપુર જતા રસ્તે બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment