Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના જાદુગરે બતાવ્યો ગજબનો જાદુ, VIDEO:લોકોને પસંદ આવી હાથની સફાઈ, છોકરાના ટેલેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો

    2 weeks ago

    બાળપણમાં તમે પણ જાદુ જોયું જ હશે. ઘરની આસપાસ એક વ્યક્તિ આવતો હતો અને રસ્તા પર જ પોતાની ટ્રીક બતાવતો હતો. લોકો ત્યાં ઊભા રહીને કહેતા હતા કે જાદુ કંઈ નથી હોતું, આ તો ફક્ત હાથની સફાઈ હોય છે, પરંતુ તેમ છતાં આપણને તે જાદુ ગમતો હતો કારણ કે તે જે કરી શકતો, તે આપણે નહોતા કરી શકતા. તમે પણ આવા જાદુ જોયા જ હશે, પરંતુ હવે આવો નજારો જોવા મળતો નથી. હવે કોઈ જાદુગર કદાચ જ ક્યાંક જઈને આ રીતે પોતાનો જાદુ બતાવતો હોય, પરંતુ એક બાળક આવો જાદુ બતાવતા વાઇરલ થઈ ગયો છે. તે રસ્તાઓ પર લોકોને જાદુ બતાવે છે અને તેનો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નાના જાદુગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે તેમાં એક બાળક પોતાના થેલા સાથે રસ્તા પર ચાલતો જોવા મળે છે અને થોડી વાર પછી તે જ રસ્તા પર એક જગ્યાએ બેસીને પોતાનો જાદુ બતાવવાનું શરૂ કરે છે. ક્યારેક તે જાદુથી પોતાના હાથમાં સિક્કો લઈ આવે છે તો ક્યારેક તે સિક્કાને ગાયબ કરીને કોઈ બીજા માણસના ટી-શર્ટમાંથી પાડતો દેખાય છે. પરંતુ તેનો સૌથી સારો જાદુ ત્યારે જોવા મળે છે જ્યારે તે ત્રણ પથ્થર કાઢે છે અને બે વાટકી સાથે તેમને ક્યારેક ગાયબ કરે છે તો ક્યારેક એક જ વાટકીમાંથી બધાને કાઢીને બતાવે છે. તેના જાદુને આ રીતે શબ્દોમાં સમજાવવાથી તમને કદાચ સમજમાં ન આવે તો તમે એક વાર વીડિયો જોઈ લો. જુઓ વાઇરલ વીડિયો લોકોને બાળકની હાથની સફાઈ ગમી બાળક સૌથી પહેલાં પથ્થરોને કપની નીચે રાખે છે. ત્યારબાદ તે ખૂબ જ ઝડપથી કપને આમતેમ ફેરવે છે અને પોતાની આંગળીઓની ચતુરાઈથી એવો ભ્રમ પેદા કરે છે કે પથ્થર ક્યારેક ગાયબ થઈ જાય છે તો ક્યારેક કોઈ બીજા કપની નીચે અચાનક દેખાવા લાગે છે. તેના પ્રદર્શનમાં ગતિ, ચોકસાઈ અને ધ્યાન ભટકાવવાની કળાનો અનોખો સમન્વય જોવા મળે છે. આ આખી જાદુની રમતની સૌથી ખાસ વાત એ છે કે બાળક ફક્ત ટ્રીક જ નથી બતાવતો, પરંતુ તેના આત્મવિશ્વાસ અને પ્રેઝન્ટેશનથી પણ લોકોને બાંધી રાખે છે. તેની વાતચીત, ચહેરાના હાવભાવ અને લોકો સાથે જોડાવાની રીત તેની ઉંમર કરતાં ક્યાંય વધુ લાગે છે. આ જ કારણ છે કે ત્યાં હાજર લોકો તેના જાદુનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. આ વિડિયો જ્યારે આનંદ મહિન્દ્રા સુધી પહોંચ્યો ત્યારે તેઓ પણ બાળકની પ્રતિભા જોઈને પ્રભાવિત થયા વિના રહી શક્યા નહીં. તેમણે વિડિયો શેર કરતા લખ્યું કે આ બાળક ખૂબ જ પ્રતિભાશાળી છે. તેમણે એ પણ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી કે શું તે હજુ પણ નૈનીતાલના રસ્તા પર જાદુ બતાવી રહ્યો છે. મહિન્દ્રાએ કહ્યું કે તેઓ તેના અભ્યાસમાં મદદ કરવા માંગે છે અને સાથે જ તેના જાદુ પ્રત્યેના જુસ્સાની પણ પ્રશંસા કરી છે. તેમણે પોતાના મેસેજમાં એ સવાલ પણ ઉઠાવ્યો કે આખરે આ બાળક દુનિયાના મહાન જાદુગરોમાંથી એક કેમ ન બની શકે. તેમનું માનવું છે કે જો સાચો રસ્તો અને અવસર મળે તો આ બાળક ભવિષ્યમાં ખૂબ મોટું નામ કમાવી શકે છે. આ જ હેતુથી તેમણે લોકોને અપીલ કરી કે જો કોઈ વ્યક્તિ આ બાળક કે તેના માતા-પિતાના સંપર્કમાં હોય તો તેમને જોડવામાં મદદ કરે. -------------------------------------- આ સમાચાર પણ વાંચો હેલિકોપ્ટર પાસે પાયલટે ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવી:નાસિકના આર્મી પાયલટે ગ્રેજ્યુએશન ફંક્શનમાં જ પ્રપોઝ કરી દીધું; બંને પાંચ વર્ષથી પરિચયમાં હતાં નાસિકના CAATSમાંથી તાલીમ પૂરી કર્યા પછી આર્મી પાયલટે હેલિકોપ્ટર પાસે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. સમારોહમાં હાજર લોકોએ તાળીઓ અને ખુશી સાથે આ ક્ષણનું સ્વાગત કર્યું, જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. મહારાષ્ટ્રના નાસિકમાં આયોજિત એક સૈન્ય પાયલટ ગ્રેજ્યુએશન સમારોહ તે સમયે વધુ ખાસ બની ગયો, જ્યારે એક યુવા સૈન્ય અધિકારીએ ટ્રેનિંગ પૂરી કર્યા પછી તરત જ ગર્લફ્રેન્ડને બધાની સામે પ્રપોઝ કર્યું. આ ભાવુક ક્ષણનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોના દિલ જીતી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    'અર્થ'નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 28: 3 મુખ્ય એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ ઈનકમ સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ અને કેશ ફલો સ્ટેટમેન્ટ વિશે જાણો
    Next Article
    સાંસદ પદેથી રાજીનામાની અટકળો વચ્ચે યુસુફ પઠાણનું મહત્વનું નિવેદન:કહ્યું-'મને મમતા બેનરજી કે પાર્ટીના કોઈ લીડરે ક્યારેય રાજીનામું આપવા કહ્યું નથી'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment