Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડીઓમાં 84 દિવ્યાંગ સહિત 784 અતિ ગંભીર કુપોષિત બાળકો:રાજકોટ મનપાની આંગણવાડીમાં 10,306 મધ્યમ કુપોષિત બાળકો સામે આવ્યા

    4 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 364 જેટલી આંગણવાડીઓમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન 784 અતિ ગંભીર કુપોષિત બાળકો મળી આવ્યા છે. આમાં 84 જેટલાં દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બાળકોને તુરંત જ તબીબી સારવારની જરૂર હોવાનો રિપોર્ટ પણ મેડિકલ વિભાગના નિષ્ણાંતોએ આપ્યો છે. મનપાએ જુલાઇ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન આંગણવાડીઓમાં શરીરનું વજન અપુરતા પોષણ અને ઠીંગણાપણા સહિત જુદા-જુદા મુદ્દાઓ ઉપર સર્વે કર્યો હતો. જેમાં ત્રણેય ઝોનમાં 784 અતિ ગંભીર કુપોષિત બાળકો સહિત 4314 મધ્યમ કુપોષિત, 1977 ઓછું વજન ધરાવતા સહિત 10,306 બાળકોમાં પોષણનો અભાવ હોવાનું સામે આવ્યું છે. ત્રણ માસના સર્વેમાં શહેરના ત્રણેય ઝોનમાં ચિંતાજનક કુુપોષિત બાળકો રાજકોટ મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ દ્વારા સંચાલિત રાજકોટ સેન્ટ્રલ જેલ સહિતની કુલ 364 આંગણવાડીઓમાં આવતા બાળકોનો દર મહિને આરોગ્યનો સર્વે કરવામાં આવે છે. જૂલાઇ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાનના છેલ્લા ત્રણ માસના આ સર્વેમાં ત્રણેય ઝોનમાં ચિંતાજનક કહી શકાય તેવા 784 અતિ ગંભીર કુપોષિત બાળકો મળી આવ્યા છે. આમાં 84 જેટલા બાળકો તો એવા છે કે જેઓ કોઇને કોઇ રીતે દિવ્યાંગ અવસ્થામાં છેે. હાલ આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીમાં આવતા આ બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે બાળકોના માતા પિતાને સતત માર્ગદર્શન અને આ બાળકોનું કુપોષણ દુર થાય તે માટે પૌષ્ટિક આહાર સહિતની જાણકારીઓ આપી અને પોષણ સપ્તાહની ઉજવણી સાથે બાળકો કુપોષણની અવસ્થામાંથી બહાર આવે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ઝોન વાઇઝ જોઈએ તો જૂલાઇ માસમાં સેન્ટ્રલ ઝોનમાં 72, ઇસ્ટઝોનમાં 63 અને વેસ્ટઝોનમાં 63 સહિત કુલ 198 અતિ ગંભીર કુપોષિત બાળકો નોંધાયા છે. આવી જ રીતે ઓગસ્ટ માસ દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 105, ઇસ્ટઝોનમાં 91 અને વેસ્ટઝોનમાં 129 સહિત કુલ 325 અને સપ્ટેમ્બર માસ દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 84, ઇસ્ટઝોનમાં 81 અને વેસ્ટઝોનમાં 96 સહિત 261 બાળકો અતિ ગંભીર કુપોષિતની શ્રેણીમાં નોંધાયા છે. આમ ત્રણ માસ દરમિયાન જ 784 અતિ કુપોષિત બાળકો મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં નોંધાયા છે. આ બાળકોમાં 84 બાળકો દિવ્યાંગ છે. અતિ ગંભીર કુપોષિત બાળકોના સ્વાસ્થયને ધ્યાનમાં લઇને તેઓને તુરંત જરૂરી મેડિકલ સારવાર આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. મધ્યમ તિવ્ર કુપોષિત બાળકોની સંખ્યા પણ ઘણી મોટી અતિ ગંભીર કુપોષિત બાળકોની જેમ જ મધ્યમ તિવ્ર કુપોષિત બાળકોની સંખ્યા પણ ચિંતાજનક છે. છેલ્લા ત્રણ માસ દરમિયાન આવા 4314 બાળકો મળી આવ્યા છે. આમાં જૂલાઇ માસ દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 417, ઇસ્ટઝોનમાં 360, વેસ્ટઝોનમાં 331 મળીને 1108 બાળકો ઓગસ્ટ માસમાં સેન્ટ્રલ ઝોનમાં 613, ઇસ્ટઝોનમાં 465, અને વેસ્ટઝોનમાં 602 સહિત કુલ 1680, અને સપ્ટેમ્બર માસમાં સેન્ટ્રલ ઝોનમાં 540, ઇસ્ટઝોનમાં 443, અને વેસ્ટઝોનમાં 543 સહિત કુલ 1526 બાળકો નોંધાયા છેે આ રીતે જોઇએતો મધ્યમ તિવ્ર કુપોષિત બાળકોની સંખ્યા પણ ઘણી મોટી છે. ક્યાં ઝોનમાં કેટલા બાળકો કુપોષિત કુપોષણની અન્ય કેટેગરીમાં ગંભીર રીતે ઓછું વજન ધરાવતા બાળકોના સર્વેમાં જૂલાઇથી સપ્ટેમ્બર સુધીમાં કુલ 1977 બાળકો નોંધાયા છે. આમાં જૂલાઇ માસમાં સેન્ટ્રલ ઝોનમાં 239, ઇસ્ટઝોનમાં 175, વેસ્ટઝોનમાં 140 ઓગસ્ટ માસમાં સેન્ટ્રલ ઝોનમાં 286, ઇસ્ટઝોનમાં 213 અને વેસ્ટઝોનમાં 233 સહિત કુલ 732 બાળકો નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર માસમાં સેન્ટ્રલ ઝોનમાં 276, ઇસ્ટઝોનમાં 191, વેસ્ટઝોનમાં 224 સહિત 691 બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને કુપોષણ મુક્ત કરવાના દાવા ફેઈલ? મધ્યમ કુપોષિત બાળકોની સંખ્યા ત્રણ માસ દરમિયાન 10,306 નોંધાઇ છે. જેમાં જૂલાઇ માસ દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 1108, ઇસ્ટઝોનમાં 857, વેસ્ટઝોનમાં 905 સહિત કુલ 2870 બાળકોનો સમાવેશ થાય છે. ગત સપ્ટેમ્બર માસ દરમિયાનના સર્વેમાં સેન્ટ્રલ ઝોનમાં 1414, ઇસ્ટઝોનમાં 1031 અને વેસ્ટઝોનમાં 1266 સહિત કુલ 3711 બાળકો નોંધાયા છે. સરકાર દ્વારા બાળકોનું કુપોષણ દૂર કરવા માટે થતા દાવાઓ વચ્ચે રાજકોટ શહેરની આંગણવાડીમાંથી કુપોષિત બાળકો મળતા તંત્ર દ્વારા તબીબી સારવાર આપવા સહિત જુદા જુદા પ્રયાસો દ્વારા આ બાળકોને કુપોષણ મુક્ત કરવા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અરેરે… સાહેબે તેલ ઢોળ્યું:કોંગ્રેસના નવા પ્રભારીની કસરત વધી, મોવડીમંડળે શું હોમવર્ક આપ્યું? જુઓ VIDEO
    Next Article
    Opinion: Opinion | Akash Missile Could Be India's Next Big Export. But There's A Problem

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment