Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિગારેટનો દમ ને પિસ્તોલથી ભડાકો,VIDEO:સૂર્યા મરાઠી ગેંગના સાગરીતે રોફ જમાવવા હવામાં ફાયરિંગ કર્યું, પોલીસે દબોચ્યા બાદ 21 ગુનાના આરોપીએ કહ્યું 'ભૂલ થઈ ગઈ મારી'

    2 days ago

    સુરતના વેડ રોડ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર અને ગુંડાગીરીનો નમૂનો જોવા મળ્યો છે. કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સક્રિય સભ્ય દીપક ઉર્ફે દીપક કુટેકરે પોતાની ધાક જમાવવા માટે જાહેરમાં સિગારેટનો દમ મારતા મારતા પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. આરોપીનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભો કરી પોતાની 'હવા' બનાવવાનો હતો. જો કે,આ વીડિયો જ તેના માટે જેલના દરવાજા ખોલનારો સાબિત થયો છે. શહેર SOG ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ શખ્સને પિસ્તોલ સાથે ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. આરોપીને દબોચવા ફિલ્મી ઢબે ઓપરેશન SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ફાયરિંગ કરનાર રીઢો ગુનેગાર દીપક કુટેકર ચોક બજાર વિસ્તારમાં અખંડ આનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટી પાસે ફરી રહ્યો છે. પોલીસની ટીમે વોચ ગોઠવી વિરામનગર સોસાયટીના ગેટ પાસેથી દીપક કુટેકરને દબોચી લીધો હતો. પોલીસે તપાસ કરતા તેના કમરના ભાગે છુપાવેલી 35,000ની કિંમતની ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. આરોપી મૂળ મહારાષ્ટ્રના મહાડ તાલુકાના વાળન ગામનો વતની છે અને હાલ વેડરોડ પર માધવ એપાર્ટમેન્ટમાં રહે છે. હિતેશ સોલંકીને પાઠ ભણાવવા UPથી હથિયાર મંગાવ્યું ધરપકડ બાદ આરોપીની કડક પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. દીપકે જણાવ્યું કે, વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના શખ્સ સાથે તેને મોટો ઝઘડો થયો હતો. એ સમયે હિતેશ સોલંકીએ દીપક પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં દીપક બચી ગયો હતો પરંતુ તેના મનમાં બદલાની આગ સળગી રહી હતી. હિતેશને વળતો જવાબ આપવા અને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે તેણે અંદાજે એકાદ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી 35,000માં આ પિસ્તોલ ખરીદી હતી. આ હથિયાર મેળવવામાં હાલ જેલમાં બંધ વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે મુન્ના દૂધે ભૂમિકા ભજવી હતી. હથિયાર સપ્લાય કરનાર કોણ તેની તપાસ DCP રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસ અત્યંત ગંભીર છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1)(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ કલમ હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયાર ઉત્તરપ્રદેશના કયા સપ્લાયર પાસેથી આવ્યું હતું અને મુન્ના સિવાય આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે. હિતેશ સોલંકી કઈ ગેંગ સાથે સંકળાયેલો છે અને તેની શું ભૂમિકા છે તે અંગે પણ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસ આરોપી દીપક કુટેકર કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ગુનાખોરીની દુનિયાનો મોટો ખેલાડી છે. સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેની સામે અત્યાર સુધીમાં કુલ 21 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, એટ્રોસિટી, મારામારી, ફાયરિંગ અને NDPS (નશાકારક પદાર્થોની હેરાફેરી) જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, આરોપી દીપક કાકુટેકર સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. તેની ચાર વખત પાસા હેઠળ ધરપકડ થઈ છે અને એક વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ:શોભાયાત્રા અને ધજારોહણ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    2 Humble Delhi Shops Serving Doodh Soda Since 1955 and 1969 Are Seeing A Rush After Dhurandhar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment